મળો રૌનક ગુલીયાને

ટૉપ ન્યૂઝ

લગ્ન બાદ આ મહિલાએ સૌથી વધુ ચેમ્પિયનશિપ વિજેતા તરીકે નામ મેળવ્યું છે.

આજે ભારતીય મહિલા એથ્લેટ પણ પુરુષ સમોવડી બની ચમકી રહી છે. જૂની દંતકથાઓેને ખોટી પાડી લગ્ન અથવા માતૃત્વ જેવી બાધાઓને પણ દૂર કરી ખરા ખેલાડી રોલ મેળવી રહી છે. એવી જ એક આ મહિલા છે જેણે દાખલો પૂરો પાડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, પદક વિજેતા-ભારત કેસરી મહિલા પહેલવાન રૌનક ગુલીયા છ વાર રાજય ચેમ્પિયન અને ત્રણ વાર રાષ્ટ્રીય પદક વિજેતા બની અનેક રીતે અગ્રણી રહી છે. તેણીએ ભારત તરફથી કુસ્તી ઑલિમ્પિક ટ્રાયલમાં પણ ભાગ લીધો હતો. હરિયાણાના ગુડગાંવ જિલ્લાની રહેવાસી રૌનકે માત્ર ૧૩ વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા હતા. કૉલેજકાળમાં તેણીએ અંક્તિ ગુલીયા સાથે ૨૦૧૬માં લગ્ન કરી લીધા. કૉલેજમાં તેણીનાં શિક્ષિકા સીમાએ તેની પારંગતતાને ઓળખી ચાંદગીરામ અખાડામાંથી કુસ્તી માટે પ્રોત્સાહિત કરી. તેના પતિએ પણ તેણીને ટેકો આપ્યો ઉપરાંત, સાસરિયાવાળાએ પણ તેને ઉત્તેજન આપ્યું. પ્રોફેશનલ કુસ્તીબાજ બનવા તેણીએ અથાગ પ્રયત્નો કર્યાં. ૨૦૧૮માં ભારત કેસરી ટાઇટલ અને પાછળથી બે કાંસ્ય પદક અને એક રજત મેડલ પણ નેશનલ રેસલિંગ ટૂર્નામેન્ટમાં મેળવ્યા. હાલ એક રિયાલિટી શૉ-ઇન્ડિયા’સ અલ્ટિમેટ વોરિયરમાં અક્ષયકુમાર અને વિદ્યુત જામવળ સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી રહી છે. શૉ ડિસ્કવરી ચેનલ અને ડિસ્કવરી પ્લસ ઍપમાં બેઝ પ્રોડ્કશન હેઠળ પ્રસારિત કરાયેલ. પ્રથમ એપીસોડથી જ લોકો તેણીને જોઇ અચંબીત બન્યા હતા. અને તેણેની સ્ટાર વોરિયર ટાઇટલ એનાયત કર્યું હતું. કેટલીક ઘૂંટણની ઇજાઓને કારણે ફાઇનલમાંથી તેણીને પાછી લેવામાં આવી હતી.
એક કુસ્તીબાજ મહિલા રૌનક ગુલીયા બિઝનેસ વુમન તરીકે પોતાને જાહેર કરી રેપીડ ન્યૂટ્રીશન નામ દ્વારા સપ્લીમેન્ટ બ્રાન્ડનો પ્રારંભ કર્યો હતો, જે તેની પ્રસિદ્ધિમાં એક કલગીરૂપ હતુંં.
રેપીડ ન્યૂટ્રીશન દ્વારા બોડી બિલ્ડર્સ, એથ્લેટ્સ અને ફિલ્મ સ્ટાર્સને જરૂરિયાતવાળી ઉત્પાદનોની પૂર્તિ કરે છે, જેમાં પ્રોટીન પાઉડર, BCAA ક્રીએટીનીન, મલ્ટી વિટામિન્સ, માસ ગેઇનર્સ ઇ. છે. આ સ્પેશ્યલી ડિઝાઇન કરાયેલ ઉત્પાદનો પોષણનો ઝડપી સ્ત્રોત પૂરો પાડે છે, જેનુંં શોષણ શરીરમાં ખૂબ જ ઝડપથી થાય છે. ટૂંક સમયમાં જ આ ઉત્પાદનોએ સારું માર્કેટ હાંસલ કર્યું છે. રેપીડ ન્યૂટ્રીશનના તમામ ઉત્પાદનો યોગ્ય રીતે ટેસ્ટ કરાયેલ, પ્રમાણિત અને આરોગ્ય એજન્સીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
વિવિધ તમામ સ્પોર્ટ્સ અને મનોરંજન સેગમેન્ટસની અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ દ્વારા વખાણવામાં આવેલ છે. સાઉથ ઇન્ડિયન એક્ટર સૌરવ ચક્રવર્તી અને શ્રી દીપક શર્મા જેલર-તિહાર જેલ જે એક બોડી બિલ્ડર છે. આ ઉત્પાદનોનો સહર્ષ ઉપયોગ કરે છે અને બ્રાન્ડ એમ્બેસેડર છે. રૌનક ગુલીયા અને તેણીની બ્રાન્ડ હંમેશાં હોંશિયાર એથ્લેટ્સને મદદરૂપ બની ટેકો આપે છે. નાણાકીય પરિસ્થિતિ નબળી હોવાથી પોતાની કારકિર્દી ન બનાવી શકનાર જરૂરિયાતમંદોને પણ મદદરૂપ બને છે.
રેપીડ ન્યૂટ્રીશનના ડાયરેક્ટર તરીકે રૌનક જણાવે છે કે “સારું પોષણ ઉપલબ્ધ ન હોવાથી મોટા ભાગના ભારતીય રમતવીરો પોતાની શક્તિ બતાવી શકવામાં અસમર્થ રહેતા હોય છે “જેનો મેં પણ અનુભવ કર્યો છે. તેણીએ પુરવાર કરી બતાવ્યું છે કે તેણી ફિઝિક્લ અને મેન્ટલ સ્ટ્રેન્થનો જીવંત પુરાવો છે. મહિલા સશક્તિકરણને પણ તેનો ટેકો છે. યુવાન મહિલાઓને મજબૂત બનવા અને હાર ન માનવા તથા કોઇપણ સિદ્ધિને અધૂરી ન મૂકી દેવા હંમેશાં પ્રેરિત કરતી હોય છે. તેણીના ફિટનેસ તથા મોટીનેશનલ વીડિયોસ લાખો લોકોના લોકપ્રિય છે. હાલની અનેક ઇજાઓમાંથી સારા થવા બાદ ફરી તેણી એવા જ જોશથી પાછી ફરશે. દરેકને વિશ્ર્વાસ છે કે રૌનક ૨૦૨૩માં આવનાર સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં સુવર્ણ વિજેતા પદક મેળવી દેશનુ નામ રોશન કરશે, જે એશિયન ગેમ્સ અને ઑલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ પેરિસમાં દાખવશે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.