ભુજ શહેરના રહેણાંક વિસ્તારના વરસાદી પાણીનાં નાળામાંથી ૬ ફૂટ લાંબો મગર પકડાયો

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છમાં થયેલા વ્યાપક વરસાદ બાદ છલકાયેલાં નદી-નાળાઓમાંથી અનેક જળચર જીવો માનવ વસવાટોમાં ઘૂસી આવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ભુજ શહેરના ભીડ નાકા બહાર બાપાદયાળુ નગર પાસે આવેલા એક વરસાદી પાણીના નાળામાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા મગર અંગે રહેવાસીઓએ વનવિભાગને જાણ કરી દેવાતાં, સખત જહેમતને અંતે તેને પકડી લઇ ભુજ નજીકના રૂદ્રાણી ડેમમાં છોડી મૂકવામાં આવ્યો હતો. શહેરના આ રાજાશાહી કાળના વિસ્તારમાં અંદાજિત ૫થી છ ફૂટના મગરે દેખા દીધી હોવાનો સંદેશો મળતાં વનતંત્રને સ્થાનિક લોકોની મદદથી મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. પાંજરે પૂરાયેલા મગરને સહીસલામત રીતે સવારે રૂદ્રાણી ડેમમાં છોડવામાં આવ્યો હતો.
રહેવાસીઓના જણાવ્યા મુજબ આ મગર વરસાદી પાણીનાં નાળામાં એકાદ મહિનાથી રહેતો હતો. જો કે, કોઇને કશું નુકસાન કરતો ન હોવાથી રહેવાસીઓ પણ તેને કોઇ નુકસાન પહોંચાડતા નહોતા પરંતુ તાજેતરમાં તેણે એક ગલુડિયાંનો શિકાર કરતાં ભયભીત બનેલા રહેવાસીઓએ વનવિભાગને જાણ કરી મગરને પકડાવી દીધો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.