દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત સાથે સંકળાયેલો છે મામલો
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હોવાનું દુઃખ ટીમના કેપ્ટન ઋષભ પંતને છે ત્યારે મેદાનની બહાર પણ તેને ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટર સાથે 1.63 કરોડ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આવું કામ એક ક્રિકેટરે જ કર્યું છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ઋષભ પંત અને તેના મેનેજરે હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સિંહે મુંબઈના એક બિઝનેસમેન સાથે પણ છ લાખની છેતરપિંડી કરી હતી, જે બાદ તેની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે આર્થર રોડ જેલમાં કેદ છે.
હરિયાણાનો પૂર્વ ક્રિકેટર છેલ્લાં કેટલાક સમયથી મોંઘી ઘડિયાળ અને મોબાઈલ ફોન સસ્તામાં અપાવવાના ખોટા વાયદાઓ કરીને લોકોને છેતરી રહ્યો હતો.
આરોપીએ પંતને પણ ફસાવ્યો હતો. પંતે બે મોંઘી ઘડિયાળો માટે લગભગ 1.63 કરોડ ચૂકવ્યા હતાં, જે બાદ તેને દગો મળ્યો હતો અને પંત અને તેના મેનેજર પુનીત સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળી રહ્યું છે કે સાકેત કોર્ટે સિંહને હાજર રહેવા માટે આર્થર રોડને નોટિસ ફટકારી છે.