ભારતનું પ્રથમ વિશ્ર્વવિખ્યાત જ્યોતિર્લિંગ ‘સોમનાથ’

ઇન્ટરવલ

તસવીરની આરપાર -ભાટી એન.

શ્રાવણ માસ ત્રિપુરારી શિવજીને ભજવાનો રૂડો અવસર, શંકરદાદાના શિવલિંગ પર જળાભિષેક દૂધની ધારા અને બીલીપત્રથી ૐ નમ: શિવાયના નાદ વૈકુંઠમાં ગુંજે…! માનવ સુમન પુલકિત થઈ શ્રદ્ધા, ભક્તિ, કરૂણાનો ત્રિવેણી સંગમ માંહ્યલામાં હિલોળા લેતો હોય હિન્દુ ધર્મમાં શ્રાવણને શિવમાસ ગણી પુણ્ય પ્રાપ્તિ કરવાનો મહિમા વણાયેલો છે. ગરવી વસુંધરામાં દરિયાનાં મોજા ઊછળતા હોય, કિનારે આવી સફેદ ફીણના નયન રમ્ય દૃશ્યો ભોળાનાથના પગ પખાળતાં હોય દરિયો નિત્ય અભિષેક કરી પુણ્યના ઢગ કમાતો હોય….! તેનો સાક્ષાત્કાર માનવસહજને થતો હોય…! આવો અલૌકિક નજારો જેને માણવો હોય તેને ભારતનાં બાર ‘જ્યોતિર્લિંગ’માંનું પ્રથમ ‘જ્યોતિર્લિંગ’ જ્યાં છે તે ‘સોમનાથ મંદિર’ના દરિયા કિનારે ઊભા રહી જવું. ત્યાં તેને સુંદર દૃશ્ય નિરખવા મળશે.
સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળના દેવ પાટણ તરીકે પણ ઓળખાતા પ્રભાસ પાટણ ખાતેના ‘સોમનાથ’ (ચંદ્ર મંદિર)નું સ્થાન હિન્દુ પુરાણ શાસ્ત્રમાં પરમ પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ (શિવલિંગ)માંનું પહેલું છે. ઈતિહાસમાં આ મંદિરની ખ્યાતિ એવા તીર્થધામ તરીકે છે કે કેટલીયવાર વિદેશી આક્રમણખોરોએ તેને ભાંગીને ત્યાં લૂંટ ચલાવી છે અને દરેક વખતે આ દેવસ્થાન વધુ ભવ્યતા અને શ્રદ્ધાનાં પરમધામ તરીકે ફરી… ફરી… પ્રસ્થાપિત થયું છે…!
સોમનાથ જ્યોતિર્લિંગનું મહાત્વ અનેકાનેક ગણું છે…! પ્રયાગની જેમ આ તીર્થસ્થળે પણ વિશિષ્ટ રીતે ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે…! અહીં કપિલા, સરસ્વતીને સરસ્વતી હિરણ્યાને અને હિરણ્યા મહાસાગરને મળે છે. શ્રાવણ માસમાં લાખો યાત્રાળુઓ પરમ જ્યોતિર્લિંગના દર્શને આવે છે. આ મંદિરનો ખૂબ પ્રાચીન ઈતિહાસ લોક વાયકા મુજબ એવો છે કે અત્રિ ઋષિ તેમના ધર્મપત્ની અનસૂયા બંને શિવજીના પરમ ભક્ત હતા ને તેમણે શિવજીની કઠીન તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા અને પુત્ર જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું ‘ચંદ્ર’ (ચંદ્રનો અર્થ થાય) આહ્લાદક થાય છે. ચંદ્રને રૂપવાન ગુણવાન ક્ધયા સાથે લગ્ન કરવા હતા તેને દક્ષ રાજાની પુત્રી ‘રોહિણી’ સાથે અને અન્ય ૨૬ બહેનો દિલથી એક છીએ…! માટે તમારી મારી બધી બહેનો સાથે લગ્ન કરવા પડશે…? આ પ્રસ્તાવ ચંદ્ર મંજૂર કરે છે અને બધી બહેનો સાથે લગ્ન કરે છે, પણ ચંદ્ર લગ્ન બાદ ચંદ્રની અમુક કારણોસર શ્રાપ અપાય છે ને ક્ષયરોગી બને છે અને ભગવાન શિવની કૃપા થતા શ્રાપ હળવો થતા ૧૫ દિવસ વૃદ્ધિ થશે. ૧૫ દિવસ ક્ષય થશે. ચંદ્ર એટલે સોમ એટલે તેના પરથી જ ‘સોમનાથ’ પડ્યું હશે…!? આપણો દેશ આઝાદ થયા બાદ ૧૯૫૧માં સરદાર વલ્લભભાઈ પટેલના સોમનાથ પ્રત્યેના પ્રેમના કારણે હાલનું કલાત્મક નયનરમ્ય મંદિર સમુદ્ર કિનારે બાંધવામાં આવેલ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગના પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આમ આજનું સોમનાથ મંદિર સાતમીવાર બનેલું મંદિર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.