ભારતના પ્રજ્ઞાનાનંદે જીત્યો નોર્વે ચેસ ઓપન ખિતાબ

દેશ વિદેશ

સ્ટ્રેવેન્જર (નોર્વે): ભારતના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ઓપન ખિતાબ જીતી લીધો છે. ૧૬ વર્ષના પ્રજ્ઞાનાનંદે ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં ૭.૫ અંક મેળવ્યા અને બધા જ નવ રાઉન્ડમાં અપરાજિત રહ્યો. એને પહેલા જ ટોપ સીડ દેવામાં આવી હતી. છેલ્લી મેચમાં તેણે પોતાના જ વતની વી. પ્રણીતને હરાવી ખિતાબ જીત્યો.
પ્રજ્ઞાનાનંદ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. તે વિશ્ર્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી ચૂક્યો છે. પ્રજ્ઞાનાનંદ બાદ ઇઝરાયલનો આઇએલ માર્સલ ઇફરોઇમિસ્કી બીજા અને સ્વીડનના આઇએમ જુંગ મિન સેઓ તેમ જ પ્રણીત સંયુક્તરૂપે ત્રીજા સ્થાન પર રહ્યા હતા.
કોચે આપી શુભકામના
આ જીત પછી પ્રજ્ઞાનાનંદના કોચ આર.બી. રમેશે તેને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે આ વિજય તેનો આત્મવિશ્ર્વાસ વધારશે. એ ટોપ સીડ ખેલાડી હતો એટલે ચોંકાવનારી વાત નથી કે તે જીત્યો. એકંદરે તે સારું રમ્યો. કાળા મહોરા સાથે ત્રણ મેચ ડ્રોમાં કાઢી અને બાકીની મેચ પોતાના નામ પર કરી.
ભારતનો સહુથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે પ્રજ્ઞાનાનંદ
પ્રજ્ઞાનાનંદે ૧૨ વર્ષ, ૧૦ મહિના અને ૧૩ દિવસની ઉમરમાં જ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળવી લીધો હતો. ભારતનો એ સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર છે. જ્યારે ૨૦૧૮માં એ બીજા નંબરનો સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર હતો. આ અગાઉ ફક્ત યુક્રેનના સિર્જા કર્જાકિન વર્ષ ૧૯૯૦માં ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટર બની ગયો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.