Homeઆપણું ગુજરાતભાજપનો આંતરકલહ અને ઓવર કોન્ફિડન્સ અપસેટ સર્જી જશે?

ભાજપનો આંતરકલહ અને ઓવર કોન્ફિડન્સ અપસેટ સર્જી જશે?

કચ્છની છ વિધાનસભાની બેઠકો પર ભાજપના ત્રણ રિપીટ અને ત્રણ નવા ઉમેદવાર મેદાને જંગમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છ જિલ્લાની તમામ છ બેઠકોના ઉમેદવારો ભાજપે ગુરૂવારે જાહેર કર્યા છે. છ બેઠક પૈકીની ત્રણ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે જયારે ત્રણ નવોદિત ઉમેદવારોને ‘મેદાને જંગમાં’ ઉતાર્યા છે, જોકે ઉમેદવારોની પસંદગીને જોતાં આ વખતે કચ્છની બેઠકો પરનાં પરિણામો ‘આંચકો’ આપી જનારાં હશે.
ભુજની બેઠક પરથી ડૉ. નીમાબેન આચાર્યને ટિકિટ અપાઈ નથી અને તેમનાં મૂળ કૉંગ્રેસી છે તે જોતાં તેઓ પક્ષ વિરોધી કામગીરી કરે તેવી આશંકા ઊભી થઇ છે. તેવી જ રીતે આયર જ્ઞાતિના મતોના પ્રભાવવાળા અંજાર વિધાનસભાની બેઠક પર વાસણ ગોપાલ આહીરની ટિકિટ કપાતા તેઓ પણ કેવો ‘રંગ’ લે છે તે જોવાનું રહ્યું.
કચ્છમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હોઈ, સ્વાભાવિક રીતે કચ્છનાં ચૂંટણી પરિણામો આંચકા આપનારા રહેશે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અને તેના કાર્યકરો માટે ઓવર કોન્ફિડન્સ નુકશાન કરી જાય તેવો ભય ઊભો થવા પામ્યો છે.
કચ્છની બેઠકો પર ઉમેદવારોની યાદી જોઈએ તો, અબડાસામાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજની બેઠક પર પાટીદાર મતદારોનું સમીકરણ ધ્યાને રાખીને કેશુભાઈ
પટેલ અને બંદરીય શહેર માંડવીમાં ભાજપના દિગ્ગ્જ નેતા સ્વ. અનંત દવેના પુત્ર અનિરુદ્ધ દવે, અંજારની
બેઠક પર માસ્તરના હુલામણા
નામથી ઓળખાતા ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામની અનામત બેઠક પર માલતી બેન માહેશ્ર્વરી, જ્યારે રાપરની બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાને જંગમાં
ઉતારાયા છે.
કચ્છની છ બેઠકો પૈકી ભુજ,અબડાસા અને રાપરમાં જીત મેળવવી ભાજપ
માટે લોઢાનાં ચણા ચાવવા સમાન
બની રહેશે તેવું એક સિનિયર ભાજપ
કાર્યકરે આ પ્રતિનિધિને જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular