Homeઆપણું ગુજરાતભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને ગુજરાત હાઇ કોર્ટનું સમન્સ

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને ગુજરાત હાઇ કોર્ટનું સમન્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડીને જીતનારાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી દ્વારા આપના હરિફ ઉમેદવારે તેમને ટેકો જાહેર કર્યો હોવાની કથિત પત્રિકાના મામલે થયેલી અરજીને પગલે ગુજરાત હાઇ કોર્ટે જીતુ વાઘાણી સામે સમન્સ કાઢ્યું છે. ૨૧ એપ્રિલના રોજ હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આપના નેતા રાજુ સોલંકીએ વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટર વાઈરલ થવા મુદ્દે રાજુ સોલંકીએ ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પોસ્ટરોનું વિતરણ થયું હતું. આપ નેતા રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાના પોસ્ટર વાઈરલ થયા બાદ સોલંકીએ અરજી કરી હતી. આ મામલે હવે ૨૧ એપ્રિલના રોજ હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજુ સોલંકીએ આ બાબતે તે સમયે પોલીસમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી. તેમજ ઈલેક્શન કમિશનને પણ ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે પણ એફઆરઆઇ રજિસ્ટર કરી હતી જેમાં જીતુભાઈને આરોપી ગણાવ્યા નહોતા. ઈલેક્શન પિટિશન જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની અંડર જે પ્રોવિઝન છે તે મુજબ અહીં પિટિશન ફાઈલ કરી છે અને તેમાં કરપ્ટ પ્રેક્ટિસીસના ગ્રાઉન્ડ ઉપર જીતુભાઈ વાઘાણીનું ઇલેક્શન સ્ટેટસાઇડ કરવામાં આવે અને તેમને ડિસક્વોલિફાય કરવામાં આવે તેવી માગણી છે. આમાં જીતુભાઈ વાઘાણી, ઈલેક્શન કમિશન અને ત્યાંના ડીઈઓ અને બીજા એક રાજુ સોલંકી જેમના નામથી નીચે નંબર જુદો બતાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. તે તમામ પાંચ લોકોને સમન્સ ઈસ્યુ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -