બ્રહ્માંડમાં પડછાયાની લીલા

ઉત્સવ

બહ્માંડ દર્શન-ડો. જે. જે. રાવલ

સવારે આપણો પડછાયો પશ્ર્ચિમ દિશામાં પડે અને જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચે ને ઊંચે ચઢતો જાય તેમ તેમ આપણો પડછાયો નાનો અને નાનો થતો જાય અને મધ્યાહ્ને તે તદૃન નાનો હોય પણ તદૃન અદૃશ્ય ન થાય. લોકો તેથી કહેવા લાગ્યા કે માણસનો પડછાયો કદી માણસને છોડતો નથી. શું આ વાત ખરેખર સાચી છે? તેનો જવાબ આપણે અહીં જાણીશું ક્યારે અને કોનો પડછાયો માણસનો સાથ છોડતો નથી? અને કયારે તે છોડે છે તે વાત આપણે જાણીશું.
હકીકતમાં પડછાયાનું અસ્તિત્વ જ નથી. જેમ અંધારાનું અસ્તિત્વ જ નથી. જેમ અંધારાનું અસ્તિત્વ નથી. પ્રકાશ નથી માટે અંધારુ દેખાય છે. નહીં તો તેનું અસ્તિત્વ નથી. ગરમીનું, અસ્તિત્વ છે પણ ઠંડીનું અસ્તિત્વ નથી. પણ ગરમી ન હોય તો ઠંડી પોતાનું સામ્રાજય જમાવે છે. ધોર અંધારી રાતે પડછાયાનું કયાં અસ્તિત્વ છે.
પ્રકાશની આડે જયારે અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે અપારદર્શક વસ્તુમાંથી પ્રકાશ પસાર થઇ શકત નથી, તેને આપણે પડછાયો કહીએ છીએ.
પડછાયાનું બીજું નામ છાયો છે. વૃક્ષ આપણને છાયો આપે છે. દૃશ્ય પ્રકાશમાં આપણા પૂરા શરીરનો પડછાયો પડે છે, કારણ કે દૃશ્ય પ્રકાશમાં શક્તિ ઓછી હોય છે, પણ જો દૃશ્ય પ્રકાશની જગ્યાએ આપણે ડ – ફિુ પ્રકાશ વાપરીએ તો તેમાં આપણા શરીરનાં માસ મજજામાંથી તે પસાર થાય છે, તે તે આપણા માંસ મજજા પડછાયો પાડતાં નથી. પણ એ ડ – ફિુ પ્રકાશ આપણા હાડકામાંથી પસાર થઇ શકતો નથી. તેથી તે આપણા હાડકાંનો પડછાયો પાડે છે, જેને આપણે શરીરનું ડ – ફિુ પિકચર કહીએ છીએ. રેડિયોલોજિસ્ટ આપણા શરીરનું ડ – ફિુ પિકચર આપે છે. આમ પડછાયા માનવીની મોટી સેવા પણ કરે છે. રોન્જન્ટે ડ – ફિુ ની શોધ કરેલી તે માનવજાત માટે ખૂબ જ આશીર્વાદ સમાન નીકળી માટે દુનિયાનું પ્રથમ નૉબેલ ઇનામ રોન્જન્ટને તેની ડ – ફિુ ની શોધ માટે મળેલું.
સૂર્યમાળામાં જ્યારે ચંદ્ર, સૂર્યની અને પૃથ્વીની વચ્ચે આવે છે અને એવા સંજોગો ઘડાય છે કે તે સૂર્યને પૂર્ણ રીતે ઢાંકે છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને એ પડછાયામાં રહેલાં લોકો સૂર્યને પૂર્ણ રીતે જોઇ શકતાં નથી તેને આપણે ખગ્રાસ સૂર્યગ્રહણ કહીએ છીએ. બધી જ પ્રકારના ગ્રહણો તે સૂર્યગ્રહણ હોય (ખંડગ્રાસ, ખગ્રાસ કે કંકણાકૃતિ) કે પછી ચંદ્રગ્રહણ હોય તે માત્ર પડછાયાની જ લીલા છે. આમ પડછાયાની ઘણી લીલા છે. સૂર્યમાળામાં માત્ર સૂર્ય જ સ્વયંપ્રકાશિત છે, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, લઘુગ્રહો બધા જ સૂર્યને લીધે પડછાયા પાડે છે. આપણે સૂર્યમાળાની બહાર જઇએ તો આપણને ગ્રહો કે ઉપગ્રહો તેના નાના કે મોટા પ્રમાણે નાના મોટા પડછાયાની ચાદરો સાથે તેના પિતૃપિંડની ફરતે પરિક્રમા કરતાં દૃશ્યમાન થાય જાણે કે પડછાયા જ પિતૃપિંડની ફરતે પરિક્રમા કરતા હોય તેમ દેખાય. પડછાયા હકીકતમાં નહીં હોવા છતાં, તેઓ પ્રકાશની હાજરીમાં અસ્તિત્વ ધરાવે છે.
હવે રહી વાત શૂન્ય પડછાયાની વાત. પૃથ્વીના ગોળા પર અક્ષાંશ (કફશિંિીંમયત) છે. ધ્રુવના તારાને અને અક્ષાંશને સઘન સંબંધ છે. ધ્રુવના તારાની ક્ષિતિજથી ઊંચાઇ નિરીક્ષકનો અક્ષાંશ છે. અક્ષાંશ શૂન્યથી ૯૦ અંશ ઉત્તરે કે દક્ષિણે છે. પૃથ્વીના વિષુવવૃત્તનો અક્ષાંશ શૂન્ય છે. પછી જેમ જેમ આપણે પૃથ્વીના ગોળા પર ચઢતાં જઇએ તેમ તેમ અક્ષાંશ વધતા જાય અને છેક ઉત્તર ધ્રુવ પર તે ૯૦ અંશ થાય. તેવું જ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર છે. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ઘુમતી હોવા છતાં અક્ષાંશનું આકાશમાં-ખગોળીય ગોળા પર (ઈયહયતશિંફહ જાવયયિ) પર પ્રક્ષેપણ બદલાય નહીં. આમ આકાશમાં પૃથ્વીના અક્ષાંશોનું પ્રક્ષેપણ ડેકલીનેશન કહેવાય છે. પૃથ્વી પર સમય બતાવતાં રેખાંશવૃત્તો (કજ્ઞક્ષલશિીંમયત) છે. તે સ્થિર નથી. તે પૃથ્વીના ગોળા સાથે ઘૂમે છે તેથી જે રેખાંશવૃત્ત વસંતસંપાત બિન્દુમાંથી પસાર થાય તે સ્થિર છે. આકાશમાં ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી થતાં રેખાંશવૃત્તને રાઇટ એસેન્સ્ન કહે છે.
ગ્રીનીચના વિજ્ઞાનીઓએ રેખાંશવૃત્તોની શોધ કરેલી તેથી ગ્રીનીચમાંથી પસાર થતા રેખાંશવૃત્તને પ્રાઇમ મેરીડીઅન કહે છે પણ પ્રાઇમ મેરીડીઅન, પૃથ્વી સાથે ઘુમતી હોવાથી જે રેખાંશવૃત્ત વસંતસંપાત બિન્દુમાંથી પસાર થાય તે સ્થિર છે. માટે સમય ત્યાંથી માપવાનું શરૂ કરવામાં આવે છે.
સૂર્ય દરરોજ નિરીક્ષકના રેખાંશવૃત્ત પર આવે છે ત્યારે મધ્યાહ્ન થાય છે, પણ જ્યારે તે નિરીક્ષકના રેખાંશવૃત્ત સાથે તેના અક્ષાંશવૃત્ત પર આવે છે. ત્યારે નિરીક્ષક માટે સાચો મધ્યાહ્ન થાય છે. આ વખતે નિરીક્ષકનો પડછાયો શૂન્ય થાય છે. જો નિરીક્ષક કર્કવૃત્ત (૨૩.૫ ઉત્તર અક્ષાંશ) અને મકરવૃત્ત (૨૩.૫ દક્ષિણ અક્ષાંશ)ની વચ્ચે હોય. જો એમ હોય તો નિરીક્ષક માટે વર્ષમાં બે વાર પડછાયો તેનો સાથ છોડી દે છે, પણ જો નિરીક્ષક કર્કવૃત્ત કે મકરવૃત્ત પર હોય તો વર્ષમાં એક જ વાર તેનો પડછાયો અદૃશ્ય થાય જે દક્ષિણાયન અને ઉત્તરાયણના દિવસ હોય છે.
જો નિરીક્ષક ઉત્તર કે દક્ષિણમાં ૨૩.૫ અંશ ઉપર હોય તો તેનો પડછાયો કદી તેનો સાથ છોડે નહીં. કારણ કે સૂર્ય કદી આ બે અક્ષાંશને વળોટતો નથી. તે આ બે અક્ષાંશ વચ્ચે જ રહે છે. તેની પાછળનું કારણ પૃથ્વીની ૨૩.૫ અંશે ઢળેલી ધરી છે.
જો નિરીક્ષક પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર ૨૩.૫ અક્ષાંશથી ઉપરના ઉત્તર અક્ષાંશે હોય તો તેનો પડછાયો દક્ષિણમાં ન પડે. જો નિરીક્ષક પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર ૨૩.૫ અક્ષાંશથી ઉપરના દક્ષિણ અક્ષાંશે હોય તો તેનો પડછાયો ઉત્તરમાં ન પડે. સાંજે પડછાયો પૂર્વમાં જ પડે. મધ્યાહ્ન પછી પડછાયો વધતો જાય માટે વિદ્વાનોનું કહેવું છે કે દોસ્તી મધ્યાહ્ન પછીના પડછાયા જેવી હોવી જોઇએ જે વધતી જાય, નહીં કે સવારથી મધ્યાહ્નના પડછાયા જેમ જે ઘટતી જાય.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.