બ્રહ્માંડનું સ્થાનિક સ્વરૂપ અને વૈશ્ર્વિક સ્વરૂપ ગજબની માયા રચે છે

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

બ્રહ્માંડના બે સ્વરૂપો છે. એક સ્થાનિક (Local) સ્વરૂપ અને બીજું વૈશ્ર્વિક (Global) સ્વરૂપ હકીકત એ છે કે બ્રહ્માંડનું સ્થાનિક સ્વરૂપ એ બ્રહ્માંડના વૈશ્ર્વિક સ્વરૂપનું સ્થાનિક સ્વરૂપ છે, તેનો ભાગ જ છે. તેમ છતાં, બંન્ને અલગ અલગ દેખાય છે. તે આપણી પોતાની ટૂંકી દૃષ્ટિ છે. બ્રહ્માંડની વિશાળતામાં તે તદ્દન નાની બની જાય છે, નાની લાગે છે, જ્યારે આપણે બ્રહ્માંડને તેની વિશાળતામાં જોઈએ છીએ ત્યારે બ્રહ્માંડની દરેક દરેક વસ્તુ નાની દેખાય છે, તદ્દન નાની અને નગણ્ય.
દાખલા તરીકે આપણે પૃથ્વી પર હોઈએ ત્યારે આપણને જ્યાં જઈએ ત્યાં પૃથ્વી સપાટ દેખાય. બધા રસ્તા જાણે સીધા હોય તેમ લાગે. પણ જો આપણે અંતરીક્ષમાં દૂર દૂર જઈએ ત્યારે આપણને દેખાય કે પૃથ્વી તો દડા જેવી ગોળ છે. આ બ્રહ્માંડનો પ્રથમ લોકલ વ્યૂ અને ગ્લોબલ વ્યૂનો દાખલો. આપણને દૂરથી પહાડો કેવા સરસ શંકુ આકારના વૃક્ષોથી આચ્છાદિત દેખાય છે, પણ ત્યાં જઈએ તો ખબર પડે કે તેમાં અને તેની આસપાસ કેવા ખાડા ટેકરા છે. દૂરથી આપણને ચંદ્ર કેવો લીસો અને ગોળ દેખાય છે. ત્યાં જઈએ તો ખબર પડે કે તે તો કૂબડો છે અને તેની ઉપર અસંખ્ય નાના મોટા ખાડા (Craters) અને નાના મોટા પહાડો છે. આપણે અંતરીક્ષમાં જઈએ તો પૃથ્વીનો ગોળો સુંદર લાગે સફેદ-વાદળી-પીળા રંગની પૃથ્વી આપણને લોભામણી લાગે, પણ પૃથ્વી પર આપણે છીએ તે કેવી ખાડા ટેકરાવાળી દેખાય છે, તે આપણને ખબર છે.
આપણે રેલવેના પાટા જોઈએ તો તે કેવા સમાન્તર દેખાય છે, પણ દૂર દૂર જોઈએ તો તે મળતા હોય તેમ લાગે. આપણે કોઈ સુંદર વ્યક્તિ, સ્ત્રી કે પુરુષને દૂરથી જોઈએ તો કેટલી સુંદર લાગે, પણ તેને નજીકમાં જઈને જોઈએ તો તેના મોઢા પર કેટલાય નાના-નાના ખાડા હોય, ખીલ હોય, ડાઘા હોય. આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે ફલાણા ફલાણા મહાત્મા મહાન છે, પણ જો આપણે તેની પાસે એકાદ વર્ષ રહીએ ત્યારે ખબર પડે કે તે મહાત્મા તો સતાન છે. આ બધા લોકલ અને ગ્લોબલ વ્યૂ છે. તેનાથી અંજાઈ ન જવું. જે દેખાય છે તે ઘણીવાર સત્ય હોતું નથી અને જે સત્ય હોય છે તે ઘણીવાર દેખાતું નથી.
આપણે પટના પાસેની ગંગાના કાંઠે ઊભા રહીએ તો તેનો બીજો કિનારો દેખાય પણ નહીં, પરંતુ આપણે વિમાનમાં બેસીને દૂર દૂર અંતરીક્ષમાં જઈએ તો તે એક સફેદ દોરડી જેવી લાગે.
આપણે સપાટ મેદાનમાં જઈને કે ઊંચા ટાવરની અગાશીમાં જઈને જોઈએ તો લાગે કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં છીએ અને દૂર દૂર આપણી ફરતે ક્ષિતિજ (Horizon)) દેખાય, જાણે કે આપણે એક આકાશરૂપી ગુંબજમાં પૂરાયેલા લાગીએ અને એ ગુંબજના એટલે કે બ્રહ્માંડના કેન્દ્રમાં હોઈએ. આપણે મુંબઈમાં હોઈએ તો પણ એવું દેખાય અને રાજકોટ, અમદાવાદ, સુરત, જૂનાગઢ કે જામનગર જઈને જોઈએ તો પણ એવું જ લાગે. બીજું કે આપણે ચાલવા લગ્નએ તો ક્ષિતિજ પણ આપણી સાથે ચાલવા લાગે. એનો અર્થ એમ થાય કે બ્રહ્માંડનું દરેકે દરેક બિન્દુ બ્રહ્માંડનું કેન્દ્ર છે અને કોઈ પણ બિન્દુ બ્રહ્માંડનું કેન્દ્ર નથી.
બ્રહ્માંડ વિરોધાભાસી છે. જેમ કલાપીએ ગાયું છે તેમ જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? બ્રહ્માંડમાં જે પોષે છે, તે જ મારે છે. ખોરાક આપણને પોષે પણ વધારે ખવાઈ જાય તો તે આપણને મારી પણ શકે છે. સૂર્ય આપણને જીવાડે છે પણ ખૂબ ક્રિયાશીલ થઈ જાય તો તે આપણને મારે પણ ખરો. પાણી આપણને જીવાડે છે પણ નદી, તળાવ, કૂવા, વાવ કે મહાસાગરમાં તે આપણને ડૂબાડીને મારી શકે છે. અગ્નિનો આપણા જીવનમાં કેટલો બધો ઉપયોગ છે પણ તેમાં પડી જઈએ તો તે આપણને બાળી પણ શકે છે. જીભ આપણને મોટા બનાવી શકે અને તે જ જીભ આપણને હોતા ન હોતા પણ કરી શકે છે. ગુરુત્વાકર્ષણ આપણને જીવાડે છે પણ ટાવરના પચ્ચીસમા માળેથી પડી જઈએ તો તે આપણને મારી પણ શકે છે. વિદ્યુતનો કેટલો બધો ઉપયોગ છે, પણ જીવતા વાયરને અડી જઈએ તો તે આપણી જ મારી પણ શકે છે. આવા તો ઘણા દાખલા દઈ શકાય.
આપણા પેટમાં અગ્નિ છે, જે બધી જ જાતના ખોરાકને પચાવે છે. આપણી શ્ર્વાસોચ્છવાસની ક્રિયા તે દહનક્રિયા જ છે. લોખંડ કટાય છે તે પણ દહનક્રિયા જ છે. આપણા શરીરની બહાર રૂમમાં પણ અગ્નિ છે. તમને થાય કે રૂમમાં ક્યાં અગ્નિ છે? પણ રૂમમાં જે ૨૦ અંશ સેલ્સીઅસ ઉષ્ણતામાન છે તે અગ્નિ છે. બ્રહ્માંડમાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં અગ્નિ ન હોય. બ્રહ્માંડમાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન નિરપેક્ષ શૂન્ય અંશ (અબતજ્ઞહીયિુંયજ્ઞિ) છે, જેને શૂન્ય અંશ કેલ્વીન ટેમ્પરેચર પણ કહે છે. જે ઓછા ૨૭૩ અંશ સેલ્સીઅસ છે. બ્રહ્માંડમાં ક્યાંય શૂન્ય અંશ કેલ્વીન નથી. હાં, શૂન્ય અંશ કેલ્વીનની નજીક ઉષ્ણતામાન છે, પણ શૂન્ય અંશ કેલ્વીન નહીં. એટલે કે બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં અગ્નિ ન હોય. અગ્નિ એટલે ઉર્જા. આ બ્રહ્માંડ ઉર્જાનો એટલે કે અગ્નિનો પરપોટો છે.
રાજસ્થાનમાં ભર ઉનાળામાં ઉષ્ણતામાન ૫૫ અંશ સેલ્સિઅસ હોય છે. એન્ટાર્કટિકામાં વધુમાં વધુ ઉષ્ણતામાન ઓછા ૪૦ અંશ હોય છે. આ એન્ટાર્કટિકાના માણસોને રાજસ્થાનમાં લઈ આવીએ તો તેઓ શું કહેશે? તેઓ કહેશે કે રાજસ્થાનના માણસો બોઈલરમાં રહે છે. શનિની ઉપગ્રહ માળામાં ઉષ્ણતામાન ઓછા ૧૯૦ અંશ સેલ્સિઅસ હોય છે. શનિના કોઈ ઉપગ્રહ પર માનવજીવન હોય અને તેને એન્ટાર્કટિકામાં લઈ આવીએ તો તેઓ શું કહેશે? તેઓ કહેશે કે એન્ટાર્કટિકાના માણસો બોઈલરમાં રહે છે. પ્લૂટો પર ઉષ્ણતામાન ઓછા ૨૪૦ અંશ સેલ્સિઅસ હોય છે. તે ક્ષેત્રમાં માનવજીવન હોય અને તેમને શનિના ક્ષેત્રમાં લઈ આવીએ તો તેમને શું કહેશે? તેઓ કહેશે કે શનિના ક્ષેત્રમાં વસતા માણસો તો બોઈલરમાં રહે છે. તો આ બોઈલર કયાં છે. દરેકે દરેક જગ્યાએ બોઈલર છે અને દરેકે દરેક જગ્યાએ બોઈલર નથી. આ વિરોધાભાસી ચિત્ર આપણા બ્રહ્માંડનું છે.
આ બ્રહ્માંડની રચના ભૌમિતિક છે. જ્યાં જુઓ ત્યાં ભૂમિતિની સુંદરતા દેખાય. વૃક્ષોની ડાળીઓ પણ ભૂમિતિના નિયમ પ્રમાણે ઊગે છે, અલગ અલગ વૃક્ષોનાં અલગ અલગ રંગના પર્ણોની ભૂમિતિ અલગ અલગ રંગબે રંગી ફૂલોની પોતપોતાની ભૂમિતિ ગુલાબનાં ફૂલો, બારમાસીનાં ફૂલો, સૂર્યમુખીનાં ફૂલો બોગનવેલના કેટલા સુંદર રંગો હોય છે. વડના ઝાડના પર્ણોનો આકાર, પીપળા કે આંકડાનાં પર્ણોનો આકાર, લિમડાના પાનનો આકાર, કેરી, કેળા, જામફળ, સીતાફળ, સફરજન, પાયનેપલ, પપૈયા, કલીંગર, સક્કરટેટીનો આકાર કેટલા સુંદર રંગો અને આકારો હોય છે, કુદરતમાં-કમળના ફૂલ અને પર્ણોની સુંદરતા. આપણે રંગો, આકારો અને સુંદરતા કુદરત પાસેથી જ શીખ્યા છીએ. તબીબના જાતજાતના સાધનો સુશ્રૃતે પક્ષીઓની ચાંચોની નકલ કરી છે. માનવીના શરીરની સુડોળતા જાણે બે અડધા ભાગ જોડ્યા હોય. વળી પાછા ઘણાખરા ફૂલોને પોતાપોતાની સુગંધ હોય છે. કુદરતના પંખીઓની રંગ બે રંગી દુનિયા, પોપટનો લીલો રંગ, તેની ચાંચનો લાલરંગ, મોરનો અદ્ભૂત રંગ, કાળો રંગ કોને કહેવાય એ તો કાગડો અને કોયલ જ આપણને દર્શાવે. ખિસકોલી, કબૂતર, કાબર, ચકલીના રંગો આપણને મોહ પમાડે છે. કુદરતની ભૂમિતિની ભવ્યતાનું વર્ણન થઈ જ શકે નહીં. આ તરફ હરણોના શરીરો અને રંગો, વાઘ, ચિત્તાના શરીરો અને રંગો, જિરાફના શરીરો અને રંગો, સિંહ, હાથીના રંગ રૂપો, વાનરોના શરીરો અને રંગ રૂપો. આમાં ડાર્વિનની બિયરી કયાં લાગુ પડે?
સુડોળતા જ બ્રહ્માંડની ભૂમિતિ છે. રંગબેરંગી અને સુંદર શરીરવાળા પતંગિયાને આપણે કેવી રીતે ભૂલી શકીએ? સુગરી તો મહાન સ્થપતિ છે. પક્ષીઓ તેના માળામાં કેટલી સરસ રચના કરે છે કે મહાન સ્થપતિ પણ આશ્ર્ચર્ય પામે. સર્પો અને વીંછીઓની આકૃતિઓ તો છેક આકાશમાં છે.
નદી વાંકી ચૂંકી ચાલે છે પણ તેની પણ એક સુંદરતા છે. જેમા સીધી લીટીની સુંદરતા છે તેમ વક્રાકારની પણ સુંદરતા છે. લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુના રંગો અને આકારો કુદરતની સુંદરતામાં વધારો કરે છે. આ ગોળાકાર, દીર્ધવર્તુળાકારો આપણે કુદરતની પાસેથી તો શીખ્યા છીએ. વેલીઓના પર્ણો જે ઊગે છે તે એક ગુણોત્તર (છફશિંજ્ઞ)માં ઊગે છે. તેને િૂંજ્ઞ વિંશમિ ફિશિંજ્ઞ કે ફિબોનાસી ફિશિંજ્ઞ કહે છે. લીમડા, પીપળા, વડ કે સાગ વગેરે વૃક્ષોને પોતપોતાના આકારો હોય છે, કોઈ શંકુ જેવા તો કોઈ ઘટા ટોપ છત્રી જેવાં. મશરૂમ (બિલાડીના ટોપ)નો આકાર કેટલો સુંદર હોય છે. કમળ અને મશરૂમ ઊગે છે તો કુડા-કચરામાં પણ એક દાખલા રૂપ થઈ ગયાં છે. કુદરતમાં હરિયાળી જોઈએ તો કેટલો આનંદ થાય. લીલોરંગ કોને કહેવાય તેની આપણને ખબર પડે.
(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.