બોક્સર મુસા યમકનું હૃદયરોગના હુમલાથી મોત થયું

સ્પોર્ટસ

મ્યુનિક: જર્મન ચેમ્પિયન મુસા યમકનું હૃદયરોગના હુમલાથી માત્ર ૩૮ વર્ષની વયે મોત થયું હતું.
યુગાન્ડાના હમઝા વાન્ડેરા સામે મુકાબલામાં રિંગમાં ફસડાઇ પડતા યમકનું મોત થયું હતું.
તુર્કી અધિકારી હસન તુરાને ટ્વિટર પર જણાવ્યું હતું કે, આપણે દેશબંધુ મુસા અસ્કન યમકને ગુમાવી દીધો છે. અલુક્રાના બોક્સરે યુરોપિયન અને એશિયન ચેમ્પિયનશિપ જીતી હતી અને નાની વયે હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હતું. પ્રેક્ષકો માટે ફાઇટ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં વાન્ડેરા દ્વારા યમકને જોરદાર ફટકો પડયો હતો. ત્રીજો રાઉન્ડ શરૂ થાય એ પહેલા જ યમક રિંગમાં ફસડાઇ પડયો હતો. ડોકટરોએ તરત જ રિંગમાં જઇને તેને પ્રાથમિક સારવાર આપવા માંડી હતી. તેને તરત જ સ્થાનિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જયાં ડોકટરોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.