બૉક્સર અમિત પંઘાલ અને શિવા થાપાએ કૉમન વેલ્થ ગેમ્સમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું

સ્પોર્ટસ

પતિયાલા: વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ મુક્કેબાદ અમિત પંઘાલ અને શિવા થાપાએ ગુરુવારે ટ્રાયલ્સ મેચોમાં જીતીને કૉમન વેલ્થ ગેમ્સમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું હતું. ૨૦૧૯ વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર પંઘાલે ટ્રાયલ્સમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં તો શિવાથાપાએ ૬૩.૫ કિલોગ્રામ વર્ગમાં જીતીને પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું હતું.
બીજા ૬ બૉક્સર જેમણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યુ છે તેમાં ૨૦૧૮ના કાંસ્ય ચંદ્રક વિજેતા મોહમ્મદ હસમુદ્દીન (૫૭ કિલોગ્રામ), રોહિત તોકસ (૬૭ કિલોગ્રામ), સુમિત (૭૫ કિલોગ્રામ), આશિષ કુમાર (૮૦ કિલોગ્રામ) સંજીત (૯૨ કિલોગ્રામ) અને સાગર (૯૨ કિલોગ્રામ+)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામમાં ૨૮જુલાઇથી ૮ ઑગસ્ટ વચ્ચે રમાશે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.