બે ઇસમનો આત્મહત્યાનો પ્રયાસ

આમચી મુંબઈ

વિધાન ભવન-મંત્રાલય બન્યું સ્યુસાઈડ સેન્ટર

મુંબઈ: મુંબઈમાં વિધાન ભવન બહાર ઉસ્માનાબાદના શખસે મંગળવારે સવારના અગ્નિસ્નાન કર્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બીજા બનાવમાં મરાઠા ક્રાંતિ મોરચાના એક કાર્યકર્તાએ અનામતની માગને લઈને મંત્રાલયની છત પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈમાં શિંદે-ફડણવીસ સરકારનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જ્યારે આ સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે મરાઠા ક્રાંતિ મોરચાનો એક કાર્યકર્તા મંત્રાલયની છત પર ચઢી ગયો. યુવરાજ ચવ્હાણ નામના આ કાર્યકર્તાએ મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઇએ, એવી માગણી સાથે મંત્રાલયની છત પર જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે સમયસર આગ બુઝાવી હતી અને દાઝી ગયેલા શખસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉસ્માનાબાદના વાશી તહેસીલના તાંદુલવાડી ખાતે રહેનારા સુભાષ ભાનુદાસ દેશમુખે તેના ભાઇ સાથે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હતું.
સુભાષ દેશમુખ ખેડૂત નથી. દેશમુખ ૨૦થી ૩૦ ટકા દાઝી ગયો હતો અને તેને જીટી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ ઘટના બાદ મરીન ડ્રાઇવ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
મંગળવારે સાંજે મંત્રાલયની છત પર ચઢીને એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ધારાસભ્ય નિલેશ લંકેએ મધ્યસ્થિ કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી વ્યક્તિને બચાવી લીધી હતી. આ વ્યક્તિ કોણ છે? મંત્રાલયની છત પર કેમ ચઢી ગઇ હતી? આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ નથી.
(પીટીઆઇ)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.