Homeસ્પેશિયલ ફિચર્સબૃહદ્ મુંબઇ નવરાત્રિ મહાસ્પર્ધા: આઠમનુંં નોરતું ‘મુંબઇ સમાચાર’ને સંગ, કોરા કેન્દ્રમાં ઉપવાસી...

બૃહદ્ મુંબઇ નવરાત્રિ મહાસ્પર્ધા: આઠમનુંં નોરતું ‘મુંબઇ સમાચાર’ને સંગ, કોરા કેન્દ્રમાં ઉપવાસી ચહેરે પણ ઊમટ્યો ઉમંગ!

[ad_1]

‘મુંબઇ સમાચાર’ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી નિમિત્તે ત્રીજી ઓક્ટોબરને સોમવારે નવરાત્રિની આઠમી રાત્રિએ ‘મુંબઇ સમાચાર’ની મહાસ્પર્ધા નવરાત્રિ નાયડુ ક્લબના ઉપક્રમે બોરીવલીના કોરાકેન્દ્ર ખાતે યોજાઇ હતી. અનેક ખેલૈયાઓ આઠમનો ઉપવાસ હોવા છતાં મન મૂકીને નાચ્યા હતા.
અહીં પરંપરાગત વસ્ત્રો સાથે ફેન્સી પહેરવેશનું ચલણ પણ વધુ પ્રમાણમાં જોવા મળ્યું હતું. ઠેર ઠેર મોટા એલસીડી સ્ક્રીન મૂકવામાં આવ્યાં હતાં. સલામતી માટે ગ્રાઉન્ડમાં ડ્રોનનો ઉપયોગ પણ થયો હતો. આ સ્થળ બોરીવલી સ્ટેશનની નજીક છે અને વર્ષોથી નાયડુ ક્લબની નવરાત્રિ અહીં યોજાય છે.
બૃહદ્ મુંબઇ નવરાત્રિ મહાસ્પર્ધાનું આ આયોજન જેવીએમ ચેરિટેબલ ટ્રસ્ટ, ડિજિટલ ગ્લોબલ ગરબાના સહયોગમાં કરવામાં આવ્યું છે. સ્પર્ધાના પ્રાયોજક છે સેજલ ગ્રૂપ અને ગોલ્ડમાઇન પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ.ગીફ્ટ પાર્ટનર્સ છે ટીના કપિલ કોઠારી, કિંજલ શાહ, શ્રી રથ કેટરર્સ અને ચંદન માઉથ ફ્રેશનર્સ. સ્પર્ધાનાં જજ હતાં અમિત સોની (ડીજીજીના સ્થાપક), ગોપી મહેતા (કોરિયોગ્રાફર), મેઘના શાહ-શેઠ (કોરિયોગ્રાફર) અને કિરણ શાહ (કોરિયોગ્રાફર). સ્પર્ધાના સંયોજક છે ડિજિટલ ગ્લોબલ ગરબાના સ્થાપક દુષ્યંત સોની, અમિત સોની અને જિતેન્દ્ર મહેતા.
આ આયોજનમાં પ્રખ્યાત ગાયક નીરવ બારોટની ટીમના સૂર અને તાલે હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા.
‘મુંબઇ સમાચારે’ યોજેલી મહાસ્પર્ધા ‘રમો ઝૂમો અને જીતો’માં જે પંદર સ્પર્ધકોને ઇનામ મળ્યાં હતાં તેમને મુંબઇ સમાચાર બિરદાવે છે. દરેક વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી. પ્રથમ પાંચ વિજેતાઓને આકર્ષક ઇનામો તો પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા હતાં. ટોપ ફાઇવ વિજેતાઓના નામ છે (૧) ભાવેશ ભાયાણી (૨) પ્રિયા ગીંદરા (૩) અંકિત પાંધી (૪) સોનલ ગોયાણી અને (પ) દક્ષ સતરા.
સહુ વિજેતાઓને અભિનંદન.

ફાઇનલ રાઉન્ડ માટે આજે અહીં મળીશું
આજે નવમે નોરતે ‘મુંબઇ સમાચાર’ સંગાથે આઠે નોરતાના વિજેતાઓ માટે ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે. દરેક વિજેતાઓએ સાંજે સાત
વાગે સહારા સ્ટાર, વિલે પાર્લે (ઇસ્ટ) ખાતે તેમનું ઓળખપત્ર લઇને આવવાનું રહેશે જેથી પાસ મેળવવામાં તકલીફ ન થાય. (તસવીરો: અમય ખરાડે)

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular