બિઝનેસ બિટ્સ

વેપાર વાણિજ્ય

મારુતિ સોનિપત પ્લાન્ટમાં
₹ ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે
ગુરુગ્રામ: મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે તે પોતાની હરિયાણા સ્થિત ત્રીજા નવા ઉત્પાદન પ્લાન્ટમાં કુલ રૂ. ૧૮,૦૦૦ કરોડનું રોકાણ કરશે અને આઠ વર્ષમાં આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ૧૦ લાખ પ્રતિ વર્ષ સુધી પહોંચશે. સોનિપત જિલ્લામાં ખારખોડા સ્થિત આ નવી ઉત્પાદન સવલત ૮૦૦ એકર જમીન પર તૈયાર કરવામાં આવશે અને પ્રથમ તબક્કે તેમાં રૂ. ૧૧,૦૦૦ કરોડનું ઉત્પાદન કરવામાં આવશે. તેની વાર્ષિક પ્રથમિક ઉત્પાદન શ્રમતા ૨.૫ લાખ યુનિટની છે.
લિંકન ફાર્મામાં ૧૫ ટકા ડિવિડન્ડની ભલામણ
મુંબઇ: લિંકન ફાર્માસ્યુટિકલ્સે માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે સર્વોચ્ચ આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે અને શેરદીઠ રૂ. ૧.૫૦ એટલે કે ૧૫ ટકા ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ નાણાવર્ષ ૨૦૨૨માં રૂ. ૬૯.૩૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના રૂ. ૬૨.૨૫ કરોડના ચોખ્ખા નફા કરતાં ૧૧.૪૧ ટકાનો વધારો દર્શાવે છે. ચોખ્ખી આવક રૂ. ૪૭૨.૦૮ કરોડ રહી જે ગત વર્ષની રૂ. ૪૨૨.૯૧ કરોડની ચોખ્ખી આવક કરતાં ૧૧.૬૩ ટકા વધુ હતી. કંપનીએ રૂ. ૧૦૫.૪૭ કરોડની એબિટા નોંધાવી જે ૧૩.૬૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઈપીએસ શેરદીઠ રૂ.૩૪.૬૩ રહી હતી. મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કંપનીની સેફાલોસ્પોરિન પ્રોડક્ટ્સ માટેની વિસ્તરણની તથા ઈયુ અને ઓસ્ટ્રેલિયન બજારોમાં પ્રવેશની યોજના રાબેતા મુજબ આગળ ધપી રહી છે.
આઈઓસીનો નફો ત્રણ ટકા વધીને ₹ ૬૦૨૨ કરોડ
મુંબઇ: નાણાકીય વર્ષ ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો ૨.૭ ટકા વધીને રૂ. ૬૦૨૧.૮૮ કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો રૂ. ૫૮૬૧ કરોડ રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં આઈઓસીની આવક ૬.૩ ટકા વધીને રૂ.૧.૭૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં આઈઓસીની આવક રૂ. ૧.૬૭ લાખ કરોડ રહી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલનો નફો ૨.૪ ગણો વધીને ૨૦૦૭.૮ કરોડ રૂપિયા નોંધાયોે છે.
ભારત બીજલીનો ચોખ્ખો નફો ₹ ૧૧.૬૧ કરોડ
મુંબઇ: ભારત બીજલી લિ.ને ૩૧ માર્ચ, ૨૦૨૨ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૧૧.૬૧ કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૩.૦૫ કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.૩૫૮.૬૮ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૩૦૦.૦૪ કરોડ થઈ હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.