Homeસ્પોર્ટસફિફા વર્લ્ડ કપ: ઇંગ્લૅન્ડની ધમાકેદાર શરૂઆત, ઇરાનને ૬-૨થી કચડ્યું

ફિફા વર્લ્ડ કપ: ઇંગ્લૅન્ડની ધમાકેદાર શરૂઆત, ઇરાનને ૬-૨થી કચડ્યું

ગોલની ઉજવણી: દોહાના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઈંગ્લૅન્ડના ખેલાડી બુકાયો સાકોએ ગોલ ફટકાર્યા પછી ખુશી વ્યક્ત કરી હતી. (એપી પીટીઆઈ)

દોહા: ફિફા વર્લ્ડ કપના બીજા દિવસે ગ્રુપ-બીમાં ઇગ્લૅન્ડ અને ઇરાન વચ્ચે મેચ રમાઇ હતી. ઇગ્લેન્ડે જીત સાથે વર્લ્ડકપની શાનદાર શરૂઆત કરી હતી. દોહાના ખલીફ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇગ્લૅન્ડના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા ઇરાનને ૬-૨થી કચડ્યું હતું.
ઇગ્લૅન્ડ તરફથી મેચમાં પાંચ ખેલાડીઓએ ગોલ કર્યા હતા. બુકાયો સાકોએ સૌથી વધુ બે ગોલ કર્યા હતા. તે સિવાય જ્યૂડ બેલિંઘમ, રહીમ સ્ટર્લિંગ, માર્ક્સ રૈશફોર્ડ અને જૈક ગ્રિલીશે એક-એક ગોલ કર્યો હતો, જ્યારે ઇરાન તરફથી બન્ને ગોલ મેહદી તારેમીએ કર્યા હતા.
પ્રથમ હાફના અંત સુધીમાં ઇગ્લૅન્ડની ટીમે ઈરાન પર ૩-૦ની સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ હાફમાં ઇગ્લૅન્ડ માટે જ્યૂડ બેલિંઘમે ૩૫મી મિનિટે ટીમ માટે પ્રથમ ગોલ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી.
બુકાયો સાકાના ગોલે ટીમને બીજી લીડ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેણે પ્રથમ હાફની અંત થાય તેના બે મિનિટ પહેલા ૪૩મી મિનિટમાં ગોલ કર્યો હતો. પ્રથમ હાફના અંત પહેલા રહીમ સ્ટર્લિંગે ટીમ વતી ત્રીજો ગોલ કર્યો અને ઇગ્લૅન્ડની લીડ ૩-૦ થઇ ગઇ હતી.
બીજા હાફમાં ફરી એકવાર મેચમાં ઇગ્લૅન્ડનો દબદબો ચાલુ રહ્યો હતો. ઇગ્લૅન્ડ માટે ફરી એકવાર બુકાયો સાકાએ ૬૨મી મિનિટે ગોલ કરીને ટીમને ૪-૦ની સરસાઈ અપાવી હતી. બીજી તરફ ઈરાન તરફથી મેહદી તારેમીએ ૬૫મી મિનિટે પોતાની ટીમ માટે ગોલ કરીને ટીમનો સ્કોર ૧-૪ કરી દીધો હતો. ઇગ્લૅન્ડની ટીમ માટે માકર્સ રૈશફોર્ડે ૫મો ગોલ કર્યો હતો અને તેને આ સફળતા રમતની ૭૧મી મિનિટે મળી હતી. ઇગ્લૅન્ડ માટે જેક ગ્રિલીશે રમતની ૯૦મી મિનિટે ગોલ કર્યો અને ટીમ માટે છઠ્ઠો ગોલ કર્યો હતો. ૯૦ મિનિટની રમત સમાપ્ત થયા બાદ બંને ટીમોને ૧૩ મિનિટનો વધારાનો સમય મળ્યો હતો, પરંતુ ઈરાનની ટીમે વધારાના સમયની ૧૩મી મિનિટે ગોલ કર્યો હતો અને આ ગોલ આ ટીમ માટે તારેમીએ કર્યો હતો અને વિજયનો માર્જિન ૬-૨ રહ્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular