Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
આફ્રિકા, યુરોપ અને એશિયામાં જોવા મળતા અને ગાયની જેમ વાગોળવા માટે જાણીતા આ પ્રાણીની ઓળખાણ પડી?

અ) ખર બ) સાબર ક) પાળિયાર ડ) ઝેબ્રા

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
વહેમ FOIL
વળતર STEAM
વળાંક DOUBT
વરાળ CURVE
વરખ DISCOUNT
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આખો દિવસ ઊંઘ્યા કરું, રાત પડે ને રડ્યા કરે,
જેટલું રડું એટલું ગુમાવું, તો બોલો મિત્રો હું કોણ?
અ) દીવાસળી બ) મીણબત્તી ક) રેડિયો ડ) સગડી

ગુજરાત મોરી મોરી રે
ભારતમાં ભાગ્યે જ જોવા મળતું બ્રહ્માનું એક મંદિર અને બ્રહ્મા વાવ સાબરકાંઠા જિલ્લાના કયા શહેરમાં આવેલું છે એ જણાવો.
અ) ઈડર બ) પ્રાંતીજ ક) હિંમતનગર ડ) ખેડબ્રહ્મા

માતૃભાષાની મહેક
પાન ખાઈને પદમશી થવું ભાષા પ્રયોગ સમજવા જેવો છે. પદમશી અથવા પદ્મશ્રી એટલે કમળ જેવી શોભાવાળા, પણ ખાઈને પદમશી થવું એટલે આડંબર રાખવો, ન હોઈએ એવા દેખાવાનો પ્રયત્ન કરવો. આ પ્રયોગની વિસ્તારિત સમજ એ છે કે હોઠ પર કુદરતી રતાશ નથી, પણ ફીકાશ છે. પાન ચાવીને હોઠ પર કૃત્રિમ રતાશ લાવવી અને પદમશી જેવા દેખાવાની કોશિશ કરવી એને માટે આ પ્રયોગ વપરાય છે.

ઈર્શાદ
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. — રાજેશ વ્યાસ ‘મિસ્કિન’

માઈન્ડ ગેમ
જો એક ફૂટ બરાબર ૧૨ ઈંચ થાય અને એક ઈંચ બરાબર આશરે ૨.૫ સેન્ટિમીટર ગણીએ તો સાત ફૂટ બરાબર કેટલા સેન્ટિમીટર થાય?

RELATED ARTICLES

Most Popular