ઓળખાણ પડી?
મહાભારતના આ પ્રમુખ પાત્રની ઓળખાણ પડી? હસ્તિનાપુરના ક્ષત્રિય રાજાના આ પુત્રનાં લગ્ન ગંગા સાથે થયાં હતાં અને તેમને દેવવ્રત નામનો પુત્ર જન્મ્યો હતો. દેવવ્રત પછી ભીષ્મના નામે ઓળખાયો.
—
અ) કૃપાચાર્ય બ) વિચિત્રવીર્ય ક) શાંતનુ ડ) પરાશર
—
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
શિવ ગદા
વિષ્ણુ તલવાર
ગણપતિ ચક્ર
કાલી મા ત્રિશૂળ
ભીમ અંકુશ
—
ગુજરાત મોરી મોરી રે
નરસિંહ મહેતાના પ્રખ્યાત ભજનમાં ખૂટતા શબ્દ જણાવો.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?
—– ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે?
અ) એકસો ને આઠ બ) બસો ને છપ્પન
ક) ત્રણસેં ને સાઠ ડ) પાંચસો ને વીસ
—
ઈર્શાદ
તને છોડી જ્યારે બીજું કંઈ વિચારું,
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?,
પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે તો આવકારું.
– અંજના ભાવસાર
—
માતૃભાષાની મહેક
આકાશ એટલે પાંચ મહાભૂતો માંહેનું પહેલું તત્ત્વ. આકાશના ૪ ભેદ: મહાકાશ, જલાકાશ, અભ્રાકાશ-મેઘાકાશ અને ઘટાકાશ. અનંત અખંડ સ્વરૂપે આકાશ તે મહાકાશ. જળ ધરાવે તે જળાકાશ. અભ્ર કે વાદળામાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. વાદળાંની વરાળમાં પાણી સૂક્ષ્મરૂપે રહેલું હોવાથી ત્યાં પ્રતિબિંબ પડે જ, એ પ્રમાણે અભ્રમાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. ઘડા વગેરેમાં રહેલું આકાશ તે ઘટાકાશ.
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊંટ જેવી છે બેઠક ને મૃગ જેવી ભરે ઉછાળ,
અ) ચામાચીડિયું બ) બિલાડી ક) દેડકો ડ) હરણ
—
માઈન્ડ ગેમ
દેવોના શિલ્પશાસ્ત્રીની ઓળખાણ ધરાવનારનું નામ જણાવો. આ દૈવી કારીગરે સૂર્યને સરાણે ચઢાવીને એનું એક અષ્ટમાંશ તેજ છોલી કાઢતાં જે કકડા પડ્યા તેમાંથી એણે વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, ધનપતિ કુબેરનું શસ્ત્ર અને કાર્તિકેયનો ભાલો બનાવી આપ્યાં હતાં.
—
અ) અશ્ર્વત્થામા બ) કિરાત
ક) વિશ્ર્વકર્મા ડ) મલયકુમાર
—
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
બિંદુ સરોવર સિદ્ધપુર
નારાયણ સરોવર કચ્છ
પંપા સરોવર મૈસુર પાસે
પુષ્કર સરોવર અજમેર પાસે
માન સરોવર હિમાલયમાં કૈલાસ રસ્તે
ગુજરાત મોરી મોરી રે
ગિરિમ્
—
ઓળખાણ પડી?
શૂપર્ણખા
—
માઈન્ડ ગેમ
હરિયાણા
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પડછાયો