Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ઐતિહાસિક મહત્ત્વ અને ઉજ્જવળ શૈક્ષણિક પરંપરા ધરાવતી નાલંદા યુનિવર્સીટી ભારતના કયા રાજ્યમાં સ્થિત છે એ જણાવી શકશો?
અ) ઉત્તર પ્રદેશ બ) બિહાર ક) મધ્ય પ્રદેશ ડ) ઓડિશા

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
ગગન FORTRESS
ગજેન્દ્ર MURMUR
ગઢ UNDERSTANDING
ગતાગમ SKY
ગણગણાટ KING ELEPHANT

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઉપર લઈ જાઉં નીચે લઈ જાઉં જ્યાં જવું હોય ત્યાં લઈ જાઉં,
તેમ છતાં પણ મારી જગ્યા છોડી ક્યાંય હું ન જાઉં, બોલો હું કોણ?
અ) સડક બ) નદી ક) દરિયો ડ) વિમાન

માતૃભાષાની મહેક
પાણીથી પાતળું કરવું એટલે સાવ શરમાવી હલકું પાડવું. દારુણ ગરીબીમાં રહેવાનું હોય અને બે ટંક કોળિયો અન્ન ખાવાના પણ સાંસાં હોય એ માટે પાતળું પેટ અને હાલ્લાંનો કાળ કહેવત પ્રચલિત છે. ટીકા પણ જોઈ – સમજીને જ કરવી જોઈએ એવું સમજાવતી કહેવત છે પાતળા છાણમાં પથરો ફેંકવો નહીં. એમ કરવાથી છાંટા તો આપણને જ ઊડે, મતલબ કે સરવાળે નુકસાન તો આપણું જ થાય એ ભાવાર્થ છે.

ગુજરાત મોરી મોરી રે
રાજા – મહારાજાના શાન અને વૈભવનું પ્રતીક તેમજ હિન્દી ફિલ્મોમાં નજરે પડતો આલીશાન વિજય વિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો.
અ) કચ્છ બ) સાબરકાંઠા ક) અમરેલી ડ) પંચમહાલ

ઈર્શાદ
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
— શૂન્ય પાલનપુરી
—-
માઈન્ડ ગેમ
૧૨ લાખના રૂપિયાના માલ પર ૫ ટકા જીએસટી લાગ્યા પછી જો એ માલ ૧૩ લાખ ૪૦ હજારમાં વેચાયો હોય તો કુલ કેટલો નફો થયો?
અ) ૫૨૦૦૦ બ) ૬૩૦૦૦
ક) ૭૪૦૦૦ ડ) ૮૦૦૦૦

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ખંજરી TAMBOURINE
ખંજર DAGGER
ખંજવાળ ITCHING
ખડ WEED
ખડક ROCK
ગુજરાત મોરી મોરી રે
જામનગર
ઓળખાણ પડી?
રાણી ઉદયમતી
માઈન્ડ ગેમ
૮,૩૬,૫૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નાળિયેરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular