ઓળખાણ પડી?
પેરિસના વિશ્ર્વવિખ્યાત આઈફેલ ટાવરની પ્રતિકૃતિ એવી આ ઈમારત ગુજરાતના કયા શહેરની શોભા અને આકર્ષણ છે એ ખબર છે?
અ) વડોદરા બ) અમદાવાદ ક) સુરત ડ) ભાવનગર
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
શગ સરસ્વતી
શાર પીડા, દુ:ખ
શાખ દીવાની જ્યોત
શૂળ આબરૂ
શારદા કાણું, છિદ્ર
—
ગુજરાત મોરી મોરી રે
સ્લોથ પ્રકારના રીંછના રક્ષણ માટે જેની રચના કરવામાં આવી હતી એ શૂલપાણેશ્ર્વર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ જણાવો.
અ) કચ્છ બ) ગીર સોમનાથ
ક) ખેડા ડ) નર્મદા
—
જાણવા જેવું
દુનિયાના સૌથી નાનકડા નગર તરીકે ક્રોએશિયાના હુમ શહેરની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ વર્ષે લેવામાં આવી છે. અત્યંત ટચૂકડું એવું આ નગર ફક્ત ૧૦૦ મીટર લંબાઈ અને ૩૦ મીટર પહોળાઈના ક્ષેત્રફળમાં સમાયેલું છે. ઊંચા પર્વત પર સ્થિત આ નગરની વસતિ માત્ર ૩૦ લોકોની છે. કેવળ બે શેરી અને ત્રણ ભીંત વચ્ચે વસેલા આ નગરનું ચર્ચ અને પ્રાચીન બેલ ટાવર જોવા સહેલાણીઓ આવે છે.
—
ચતુર આપો જવાબ
દૂધને જંતુરહિત કરવાની પદ્ધતિ, આથો આવવાની પ્રક્રિયાનો ઉપયોગ કરી ખાદ્ય પદાર્થ બનાવવાની તેમ જ હડકવાની રસી જેવી મહત્ત્વની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.
માથું ખંજવાળો
અ) આલ્બર્ટ આઈન્સ્ટાઈન
બ) લુઈ પાશ્ર્ચર
ક) એડવર્ડ જેનર
ડ) ગ્રેહામ બેલ
—
નોંધી રાખો
બધા માનતા હોય એ માન્યતા કહેવાય છે, પણ કોઈ ન માનતું હોય એમાં માનવું એ વિશ્ર્વાસ કહેવાય.
માઈન્ડ ગેમ
અહીં આપેલા વિકલ્પોમાંથી કયો ક્રિકેટર ઑસ્ટ્રેલિયા તેમ જ દક્ષિણ આફ્રિકા વતી ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે એ કહી શકશો?
અ) ગ્રેમ હિક બ) ડેવિડ બૂન ક) એલન બોર્ડર ડ) કેપ્લર વેસલ્સ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
કાવો અફીણનો કસુંબો
કાસદ દૂત, ખેપિયો
કમખો નાની ચોળી
કસૂર ભૂલ, અપરાધ
કાવડિયું જૂનો પૈસો
ગુજરાત મોરી મોરી રે
ઉમરગામ
ઓળખાણ પડી?
ગુલમહોર
માઈન્ડ ગેમ
મધ્ય પ્રદેશ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ન્યુટન