ફનવર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ રાખો
આપણા નવાનગરના મહારાજા, પણ ટેસ્ટ ક્રિકેટ ઈંગ્લેન્ડ વતી રમનાર આ વિભૂતિને ઓળખી?

અ) પ્રદીપસિંહજી
બ) વિજયસિંહજી
ક) રણજિતસિંહજી

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                     B
STEAL લાગવું, સ્પર્શી તપાસવું
STEEL ચોરવું
STILL પોલાદ, લોખંડ
FEEL ભરવું
FILL સ્થિર અથવા શાંત

ગુજરાત મોરી મોરી રે
જાણીતા બાળગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
દાદાનો ——– લીધો, તેનો મેં તો ઘોડો કીધો,
ઘોડો ચાલે રૂમઝૂમ, ધરતી ધ્રૂજે ધમ ધમ.
અ) ડગલો બ) ડંગોરો ક) પાવો ડ) કોથળો

માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે ડાંટવું.
‘ઊલટો ચોર કોટવાલને ડાંટે.’ ઘણા લોકો આ કહેવતમાં ડાંટેને બદલે દંડે બોલે છે જે ખોટું છે. ડાંટે જ જોઈએ. ડાંટે એટલે ધમકાવે. મતલબ કે ચોર ચોરી કરે ને સામો કોટવાલને (ફોજદારને) ધમકાવે. ચોરી પર શિરજોરી કરવી. હિન્દીમાં ડાંટના શબ્દ આ જ અર્થમાં વપરાય છે.

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગોળ ગોળ ફરતી જાય, ફરતી ફરતી ગાતી જાય,
દાણો દાણો ખાતી જાય, તોય એનું પેટ ન ભરાય.
અ) ભમરડો બ) સાઈકલ ક) ઘંટી ડ) વમળ

ઈર્શાદ
જે ફરે છે દિવસે થૈને અનાથ,
રાત્રે જન્મેલું એ સમણું હોય છે. – શેખાદમ આબુવાલા

માઈન્ડ ગેમ
એક વસ્તુ ખરીદવા ૨૫૦ યુરો અથવા ૨૦૫ પાઉન્ડ લાગે. જો ખિસ્સામાં રૂપિયા હોય તો કયું ચલણ સસ્તું પડે? (૧ યુરો = ૮૩ રૂપિયા અને એક પાઉન્ડ = ૯૮ રૂપિયા)

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.