ફનવર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ઓળખાણ પડી?
ભારતીય વિદ્વાન શ્રીનિવાસ રામાનુજને કયા વિષયમાં અનોખું સંશોધન કરી ખ્યાતિ મેળવી હતી?
અ) સમાજશાસ્ત્ર
બ) રસાયણશાસ્ત્ર
ક) ગણિતશાસ્ત્ર
ડ) જીવશાસ્ત્ર
————
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A                     B
ઉદાહરણ    EXCELLENT
ઉત્તર          GENEROUS
ઉદાર            HURRY
ઉમદા          EXAMPLE
————
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે નાર, જેનો એક અર્થ વરુ પણ થાય છે. સાત નારી એટલે સાત વરુનું સંગઠન. ઝાડપાન વગરના વગડામાં પસાર થતા માણસને એક માઈલ દૂરથી આવતો જોઈ સાત વરુ ક્રિકેટની ફિલ્ડિંગ ભરતાં હોય એમ બોડમાંથી નીકળી માઈલ-બે માઈલનું કૂંડાળું કરી ઊભાં રહે અને ગણતરીની ચાલે ધીમે ધીમે ચાલી કૂંડાળું સાંકડું કરી માણસને ભીંસીને ફાડી ખાય.
——————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આપેલા પર્યાયમાંથી કયા શબ્દનો અર્થ આકાશ થાય છે?
અ) વિહાર બ) વ્યોમ ક) દામિની ડ) ઉદક
——————–
ઈર્શાદ
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો!
– રતિલાલ ‘અનિલ’
—————
ગુજરાત મોરી મોરી રે
આપેલા પર્યાયમાંથી કયા શબ્દનો અર્થ આકાશ થાય છે?
અ) વિહાર બ) વ્યોમ ક) દામિની ડ) ઉદક
—————–
માઈન્ડ ગેમ
અહીં જણાવેલા વાજિંત્રમાંથી કયું તંતુવાદ્ય છે?
અ) ઢોલ બ) પખવાજ ક) વાંસળી ડ) ગિટાર
—————–
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
વીજળી        LIGHTNING
પ્રકાશ           LIGHT
અંધારું          DARKNESS
ગર્જના            ROAR
ચમકારા       FLASH
ગુજરાત મોરી મોરી રે
લોકમિલાપ ટ્રસ્ટ
——————-
ઓળખાણ પડી?
રવિશંકર રાવળ
માઈન્ડ ગેમ
રશિયા
ચતુર આપો જવાબ
ગાય

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.