ફનવર્લ્ડ

ધર્મતેજ

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
————
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
મંગળવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
—————–
ઓળખાણ રાખો
દૈત્યના હાડકાથી બનાવેલ આ કૃષ્ણના શંખને ઓળખ્યો? ગુરુ સાંદીપનિના મૃત પુત્રને લેવા કૃષ્ણ સમુદ્રમાં ગયા હતા ત્યારે દૈત્યને મારી તેમણે આ શંખ પ્રાપ્ત કર્યો હતો.
અ) હિરણ્યગર્ભ
બ) શશાંક
ક) પાંચજન્ય
——————–
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી જોડી જમાવો
A                    B
કાયમી         BUSINESS

કામચલાઉ    JOB

નોકરી          SERVICE
વ્યવસાય     PERMANENT
સેવા          TEMPORARY
————
ગુજરાત મોરી મોરી રે
ભરૂચ જિલ્લામાં કયું શહેર ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમે છે?અ) ધોળકા બ) પાલેજ ક) અંકલશ્ર્વર ડ) જાંબુસર
—————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લાંબું ખરબચડું ફળ, જેની ઉપર મજાની ચોટલી લીલી,
સાકર મીઠું નાખી ખાય, જેની છાલ છે લીલી પીળી.
અ) તરબૂચ બ) પપૈયું ક) અનાનસ ડ) સીતાફળ
—————
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે અલખનિરંજન. પરમાત્મા, નિર્ગુણ બ્રહ્મ માટે ખાસ વાપરવામાં આવતા આ શબ્દની સંધિ છૂટી પાડવાથી રસપ્રદ માહિતી મળે છે. આ શબ્દ અ (નહીં) + લક્ષ્ય (દેખાય એવું) + નિર (વગરનું) + અંજન (મલિનતા)ના સંયોજનથી બન્યો છે. મતલબ કે નિરાકાર ઈશ્ર્વર. અલખ જગાવવો એટલે પોકારીને ઈશ્ર્વરનું સ્મરણ કરવું.
————
ઈર્શાદ
મંદિર તારું વિશ્ર્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.
– પ્રાર્થના
————
માઈન્ડ ગેમ
કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે?
અ) મહારાષ્ટ્ર બ) મેઘાલય ક) ગુજરાત ડ) ઉત્તરાખંડ
—————–
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ          POLITICS
નાગરિકશાસ્ત્ર         CIVICS
પુરાતત્ત્વશાસ્ત્ર       ARCHEOLOGY
ભૂસ્તરશાસ્ત્ર            GEOLOGY
અંકશાસ્ત્ર                 NUMEROLOGY
માઈન્ડ ગેમ
કેરળ
ઓળખાણ પડી?
દત્તાત્રય
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પડછાયો
ગુજરાત મોરી મોરી રે
પંચમહાલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.