ફનવર્લ્ડ

ફનક્લબ

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
રીક્ષૂજ્ઞહિમબજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ

———-
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
સોમવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
અ ઇ
કમળ સોનું
કણક લાંછન
————

કનક પતંગ
કનકવો પંકજ
કલંક બાંધેલો લોટ
————–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મારા પિતાને એક જ સંતાન છે જે નથી મારો ભાઈ કે નથી મારી બહેન, તો હું કોણ?
અ) કાકા બ) ફુવા ક) હું પોતે ડ) દાદા
————–
ઓળખાણ રાખો છ દાયકા સુધી દરેક ઉંમરના લોકોનું મનોરંજન કરનારા આ ગુજરાતી જાદુગરને ઓળખો.
અ) પી. સી. સરકાર બ) કે. લાલ ક) મહેશ કુમાર
————
ગુજરાત મોરી મોરી રે
શંકર ભગવાનનું પ્રખ્યાત શિવલિંગ છે એ સોમનાથ મંદિર કયા શહેરની નજીક છે?
અ) જૂનાગઢ બ) રાજકોટ ક) વેરાવળ ડ) કેશોદ
————-
જાણવા જેવું
કોલંબિયામાં ‘ધ સોલ્ટ કથીડ્રલ ઓફ ઝિપકવીરા’ જમીનની અંદર આવેલું રોમન કેથલિક ચર્ચ છે. ૧૯૫૪માં એક ખાણમાંથી આ ધર્મસ્થાન શોધી કાઢવામાં આવ્યું હતું. આ દેવળ સંપૂર્ણપણે મીઠાનું બનેલું છે અને ઝિપકવીરા શહેરની જમીનની સપાટીથી ૧૮૦ મીટર (આશરે ૫૯૦ ફૂટ) નીચે છે. એકસાથે દસ હજાર લોકોને સમાવી શકાય એટલી વિશાળ જગ્યા છે.
————
નોંધી રાખો
પાણીથી નાહી કપડાં બદલી શકાય, પરસેવે નાહવાથી કિસ્મત બદલી શકાય.
—————-
માઈન્ડ ગેમ
૫૦ કિલો ખાંડ ૧,૭૫૦ રૂપિયામાં ખરીદી એમાંથી ૩૦ કિલો ખાંડ ૩૮ રૂપિયે કિલોના ભાવે વેચી અને ૨૦ કિલો ૩૨ રૂપિયે કિલોના ભાવે વેચવી પડી. સરવાળે ફાયદો થયો કે નુકસાન?
————–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
આઘાત આંચકો
આપત્તિ મુશ્કેલી
આદત ટેવ
આબરૂ પ્રતિષ્ઠા
આવશ્યક જરૂરી
માઈન્ડ ગેમ
૫,૨૪,૦૦૦
ઓળખાણ પડી?
ધ્યાનચંદ ચતુર આપો જવાબ
મામા-ભાણેજ
ગુજરાત મોરી મોરી રે
રેવા

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.