ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

ફનક્લબ

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
———
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
સોમવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
——–
ઓળખાણ રાખો
કમ્પ્યુટર જગતમાં અદ્ભુત ક્રાંતિ લાવી વિશ્ર્વના સૌથી શ્રીમંત બનેલા આ મહાશયને ઓળખ્યા?
અ) ઈલોન મસ્ક બ) જેફ બેઝોસ ક) બિલ ગેટ્સ દ) વોરેન બફે
———
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત અડી કડીની વાવ ને નવઘણ કૂવો ક્યાં છે?
અ) ભાવનગર બ) સુરેન્દ્રનગર ક) જૂનાગઢ ડ) પેટલાદ
——-
જાણવા જેવું
રાજસ્થાનના અજમેર જિલ્લાથી નીકળતી લૂણી નામની નદીનું પાણી અમુક જગ્યાએ ખારું હોય છે. ખારાશને કારણે એ લવણગિરિ તરીકે પણ ઓળખાય છે. જાણવા જેવી વાત એ છે કે આ નદી સમુદ્રમાં વિલીન નથી થતી, પણ પહાડી વિસ્તારમાં વહીને ગુજરાતના કચ્છના રણમાં વિલીન થઈ જાય છે. ભારતમાં આવી આ એકમાત્ર નદી છે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A               B
ગરક       ભીડ
ગરમ       સ્વાર્થ, જરૂરિયાત
ગરજ        તાડૂકવું
ગરજવું      ધગધગતું
ગિરદી      ખૂંપી ગયેલું, મગ્ન
——-
ચતુર આપો જવાબ
ગાડામાં સ્ત્રી – પુરુષ બેઠાં હતાં. સ્ત્રીએ કહ્યું એની સાસુ ને મારી સાસુ મા – દીકરી થાય. બંનેના સંબંધ જણાવો.
અ) ભાઈ – બહેન બ) સસરા – પુત્રવધૂ
ક) ફુવા – ભત્રીજી ડ) બનેવી – સાળી
———-
નોંધી રાખો
તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નહીં રાખે અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલશે નહીં.
————
માઈન્ડ ગેમ
બે વર્ષ પછી સૌરીનની ઉંમર આજથી પાંચ વર્ષ પહેલાં હતી એથી બમણી થઈ જશે. સૌરીન અત્યારે કેટલાં વર્ષનો છે? અ) ૭ બ) ૯ ક) ૧૨ ડ) ૧૬
———-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
કમળ      પંકજ
કણક       બાંધેલો લોટ
કનક         સોનું
કનકવો    પતંગ
કલંક          લાંછન
———
માઈન્ડ ગેમ
ફાયદો
———
ઓળખાણ પડી?
કે. લાલ
——–
ચતુર આપો જવાબ
હું પોતે
——–
ગુજરાત મોરી મોરી રે
વેરાવળ
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) મૂળરાજ કપૂર (૪) નીતા કપૂર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) પુષ્પા પટેલ (૭) ભારતી બુચ (૮) ગિરિશ શેઠ (૯) શિલા શેઠ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મિસિસ. ભારતી કટકિયા (૧૪) તાહેર ઔરંગાબાદવાળા
(૧૫) શીરીન ઔરંગાબાદવાળા (૧૬) લજીતા ખોના (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) રંજન લોઢાવિયા (૧૯) હરીશ જી. સુતરીયા (૨૦) ખુશ્રુ કાપડિયા
(૨૧) અરવિંદ સુતરીયા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અરુણકુમાર કાંતિલાલ પરીખ
(૨૭) કલ્પના આશર (૨૮) જાગૃત જાની (૨૯) બીના જે. જાની (૩૦) પાર્થ જે. જાની (૩૧) હર્ષા મહેતા (૩૨) ધર્મેન્દ્ર ઓઝા (૩૩) વિભા ઓઝા
(૩૪) ભાવના કર્વે (૩૫) રજનીકાંત પટવા (૩૬) જયંતી પટેલ (૩૭) સુનીતા પટવા (૩૮) અરવિંદ કામદાર (૩૯) દેવેન્દ્ર સંપટ (૪૦) વિણા સંપટ
(૪૧) શિલ્પા શ્રોફ (૪૨) રેખા આશિષ મચ્છર (૪૩) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૪) દિલીપ પરીખ (૪૫) નિતિન જે. બજરીયા (૪૬) મહેશ દોશી (૪૭) જયવંત પદમશી ચિખલ (૪૮) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) પ્રવીણ વોરા (૫૦) વિજય ગોરડિયા (૫૧) પુષ્પા ખોના (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) રમેશ દલાલ
(૫૪) જ્યોત્સના ગાંધી (૫૫) હિના દલાલ (૫૬) સુરેખા દેસાઈ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.