ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

ફનક્લબ

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
———
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
બુધવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
———
ઓળખાણ રાખો
ચિત્રકાર, કળા શિક્ષક, નિબંધકાર અને ‘કુમાર’ સામયિકના સ્થાપક વિદ્વાનને ઓળખ્યા?
અ) ભરત દવે
બ) રવિશંકર રાવળ
ક) દલપતરામ
ડ) મનોજ ખંડેરિયા
———
ગુજરાત મોરી મોરી રે
મેઘાણી પરિવાર સાથે સંકળાયેલી ભાવનગરમાં શરૂ થયેલી પુસ્તક પ્રવૃત્તિ કયા નામથી જાણીતી છે?
અ) સસ્તું સાહિત્ય બ) લોકમિલાપ ટ્રસ્ટ ક) પરિચય પુસ્તિકા
———
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે યાદવાસ્થળી. આપસમાં કજિયા-કંકાસ કરાવી સત્યાનાશ વાળનારી જગ્યા, યાદવો માંહોમાંહ લડી મૂઆ હતા તેથી તેવા સ્થળને યાદવાસ્થળની ઉપમા અપાય છે. એ લડાઈ અને કતલ યાદવાસ્થળી તરીકે ઓળખાય છે. યદુનો વંશજ યાદવ તરીકે ઓળખાયો અને શ્રીકૃષ્ણ યાદવેન્દ્ર કહેવાયા છે.
——
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A                  B
વીજળી       ROAR
પ્રકાશ         FLASH
અંધારું         LIGHTNING
ગર્જના         DARKNESS
ચમકારા       LIGHT
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીઠું મીઠું દૂધ દેતી, પુણ્યશાળી તે માતા,
પવિત્ર ગણાય જેનું મૂતર, બળતણ છાણાં થાતાં.
અ) બકરી બ) ભેંસ ક) ગાય ડ) ઊંટડી
———–
ઈર્શાદ
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નીરખવાના ગુના કર્યા છે.
– રમેશ પારેખ
———
માઈન્ડ ગેમ
અહીં જણાવેલા દેશમાંથી કયો દેશ બે ખંડમાં આવેલો છે?
અ) નેપાળ બ) યુકે ક) ચીન ડ) રશિયા
———
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
સંસદ              PARLIAMENT
લોકશાહી       DEMOCRACY
બંધારણ        CONSTITUTION
સરમુખત્યાર  DICTATORSHIP
રાજાશાહી     MONARCHY
——–
માઈન્ડ ગેમ
મલ્હાર
———
ઓળખાણ પડી?
કીર્તિ તોરણ
———
ચતુર આપો જવાબ- ઉખાણું ઉકેલો
કોબી
———
ગુજરાત મોરી મોરી રે
વડનગર
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ (૯) ગિરિશ શેઠ(૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા (૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન જે. બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૪૮) અરવિંદ કામદાર (૪૯) સુરેખા દેસાઈ

 

 

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.