પ્ાૃથ્વીની રચના અને વિકાસ સાથે ગતિ કરતી પશુરાજ્યની કથા…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ – પરીક્ષિત જોશી

નામ- પશુરાજ્ય
લેખક- જ્યોર્જ ઓરવેલ
પ્રકાશક- ગતિ પ્રકાશન
પ્રકાશન વર્ષ-૧૯૪૭
કુલ પાના- ૧૪૪
કિંમત- ચાર રૂપિયો અન્ો ૫૦ પ્ૌસા
-‘એનિમલ ફાર્મ’ એ ગ્રંથકર્તા જ્યોર્જ ઓરવેલની માત્ર કીર્તિદા કટાક્ષિકા જ નથી. એનિમલ ફાર્મની સરખામણી, ખ્યાતનામ જોનાથન સ્વિફટના ‘ગુલિવર’ અન્ો ‘ટેઈલ ઑફ એ ટબ’ તથા સુપ્રસિદ્ધ આનાતોલ ફ્રાન્સના ‘પેંગ્વિન આઈલેન્ડ’ સાથે કરવામાં આવે છે. પ્રવર્તમાન સર્વસત્તાવાદ અન્ો સરમુખત્યારીની એમાં બુદ્ધિયુક્ત અન્ો અત્યંત વેધક ઠઠ્ઠા ઉડાવવામાં આવી છે. એની સરળતા એન્ો દંતકથાનું રુપ આપ્ો છે. તો એની યોજનાકર્તાની અદ્ભૂત ચાતુરી દર્શાવનારી છે. કટાક્ષ અન્ો રુપક અથવા તો પ્રતિ-પ્રતીક્ધો સળંગ સ્ાૂત્રે રમતા રાખવાનું કૌશલ આદર માગી લે એવું છે. અન્ો એમાં માત્ર ઝેરીલો કટાક્ષ જ ભર્યો છે એમ રખે કોઈ માન્ો. વાચક્ધો પહેલી નજરે જ ગ્રંથકર્તાની કરુણાર્દ્ર દૃષ્ટિની પ્રતીતિ થઈ જાય છે. પરિસ્થિતિનો તાર્કિક અંત બતાવતાં, ઓરવેલ ક્રૂર નથી લાગતો. એનામાં માત્ર દોષ દૃષ્ટિ જ નથી, સહાનુભૂતિનો અખૂટ સ્ત્રોત શબ્દે શબ્દે વહેતો જ રહે છે.
‘ગતિ’ અનુવાદમાળામાં એનિમલ ફાર્મનો ગુજરાતી અનુવાદ પશુરાજ્ય શીર્ષકથી આપતી વેળાએ અનુવાદક જયંતી દલાલે માત્ર એક પાનામાં નોંધેલી ઉપરોક્ત વિગતો જ્યૉર્જ ઑરવેલ, એમની કીર્તિદા કૃતિ એનિમલ ફાર્મ અન્ો એના ગુજરાતી અનુવાદ પશુરાજ્ય વિશે ઘણું બધું કહી જાય છે.
દસ્ોક પ્રકરણમાં ૧૪૪ પાનાના ફલક પર વિસ્તરેલી આ પશુરાજ્યની કથા એક વિશિષ્ટ પ્રકારની કથા છે. મૂળ કૃતિ પ્રગટ થઈ ત્યારથી આજદિન સુધી એક યા બીજા કારણોસર એ સતત ચર્ચામાં રહી છે, કારણકે કથામાં પ્રગટ સ્વરુપ્ો જે કહેવાયું છે એનાથી ઘણું વધુ બ્ો વાક્યો કે બ્ો શબ્દો વચ્ચે સમજવાનું છે. એની આ અર્થગર્ભિતાન્ો કારણે પણ એનિમલ ફાર્મ ઉર્ફે પશુરાજ્ય વધુ ધારદાર કૃતિ બની રહી છે.
મેનોરની વાડીના મિ. જોન્સ્ો રાતના સમયે કૂકડી-ઘરનાં બારણાં તો બંધ કર્યા હતા, પણ બારી બંધ કરી કે નહીં, ત્ો તો ખૂબ દારુ પીધેલ હોવાથી યાદ ન હતું. આ વાક્યથી કથાના પહેલા પ્રકરણનો પહેલો ફકરો શરુ થાય છે. અન્ો, એક જ સાથે બાર અવાજ ઘૂરકતા હતા, બધાં જ સરખા હતા. ડુક્કરોના ચહેરાન્ો શું થયું હતું ત્ો જાણવાનો હવે સવાલ જ ઊભો થતો ન હતો. બહાર ઊભેલાં પ્રાણીઓએ, ડુક્કરથી માનવીન્ો ચહેરે અન્ો માનવીન્ો ચહેરેથી ડુક્કરન્ો ચહેરે અને વળી પાછી ડુક્કરન્ો ચહેરેથી માનવીન્ો ચહેરે નજર દોડાવી, પણ હવે તો કોણ કોણ હતું એ કહેવું મુશ્કેલ-અશક્ય બની ગયું હતું. એ વાક્યો સાથે દસમા પ્રકરણનો છેલ્લો ફકરો અન્ો કથા બ્ોય પ્ાૂર્ણ થાય છે. આ બ્ોય વાક્યખંડોની વચ્ચે આખી કથા ચાલે છે. અન્ો તત્કાલીન સમયનું યર્થાથ ચિત્રણ
આપ્ો છે.
પશુરાજ્યના પાત્રો પણ જોવા-જાણવા જેવા છે. એમાં ત્રણ કૂતરાં- બ્લુબ્ોલ, જેસી અન્ો પીંચર, મેજર ભૂંડ, પારેવાં, ગાય અન્ો ઘેટાં, ઘોડા- બોક્સર અન્ો ક્લોવર, મોલી ઘોડી, મ્યુરિયેલ બકરી અન્ો એનિમલ ફાર્મનું સૌથી ઘરડું પ્રાણી બ્ોન્જામીન ગધેડો, બતક, બિલાડી અન્ો રેવન કાગડો મુખ્ય સભ્ય હતા. બુઝર્ગ ભૂંડ મેજરન્ો આગલી રાત્રે એક સ્વપ્ન આવેલું એના વિશે પ્ાૂરી વાત કરવા એણે મોટા તબ્ોલામાં એક સભા બોલવી હતી. એમાં પશુરાજ્યના તમામ પ્રાણીઓ એકત્રિત થયા હતા.
તબ્ોલામાં ભરાયેલી સભાન્ો મેજર ભૂંડે સંબોધી અન્ો પછી કેટલાંક સવાલો પ્ાૂછ્યા. કેટલાંક મત લેવાયા, જેમાં ઉંદર સૌના મિત્ર છે કે નહીં એ મુદ્દે બહુમતીથી એમન્ો મિત્ર ગણાયા. વિરુદ્ધમાં માત્ર ચાર મત પડ્યા- ત્રણ કૂતરાં અન્ો એક બિલાડીનો. જોકે, બિલાડીએ બ્ોય તરફે મત આપ્યો હતો.
મેજર ભૂંડે એક નવી વ્યાખ્યા તારવી આપી કે બ્ો પગ્ો ચાલે ત્ો આપણો દુશ્મન. ચાર પગ્ો ચાલે કે પાંખ હોય એ આપણો મિત્ર. માનવી પ્રત્યેની દુશ્મનાવટની સૌ પ્રાણીપક્ષીઓની ફરજની દુહાઈ આપતા મેજરે કહૃાું કે એની સર્વ રીતરસમનો વિરોધ કરવો જોઈએ, પણ ધ્યાન રાખજો, માણસ સામે લડવામાં આપણે માણસ ન બની જઈએ. એન્ો જીતી લો ત્યારે પણ એના દુર્ગુણો અપનાવતા નહીં. એવું કહીન્ો મેજરે જે સ્ાૂચિ આપી છે એ પણ અદ્ભુત છે. એ કહે છે પ્રાણીએ ઘરમાં ન રહેવું અર્થાત્ પાલતું ન બનવું. દારુ ન પીવો, તમાકુ ખાવી કે સ્ાૂંઘવી ન જોઈએ, પ્ૌસાન્ો ન અડકવું જોઈએ કે વહેપાર ન કરવો જોઈએ. આ બધી ટેવો અનિષ્ટ છે. પ્રાણીએ બીજા પ્રાણી પર જુલમ ન કરવો જોઈએ. ખરેખર જોવા જઈએ તો ભૂંડના મોંઢે કહેવાયેલી આ વાત સત્ય સનાતન છે અન્ો એક સારા સમજુ સમાજની રચના અન્ો વિકાસ માટે આજેય એટલી જ લાગુ પડે છે જેટલી તત્કાલીન સમયમાં લાગુ પડતી હતી.
પછી મેજર બાળપણમાં સાંભળેલું ‘પ્રાણીઓનુું ગીત’ ગાઈ સંભળાવે છે. ત્યારે ગાયો ભાંભરી, કૂતરાં ભસ્યાં, ઘેટાં બ્ોંબ્ોં કરી રહૃાાં, ઘોડાં હણહણ્યાં, બતકાં ચીં ચીં કરી ઊઠ્યાં. પછી તો એકબ્ો નહીં પ્ાૂરી પાંચવાર એ ગીત ગવાયું. ઘોંઘાટથી અચાનક જોન્સ જાગી ગયો, એણે બંદૂકમાંથી છરાનો બાર કર્યો અન્ો આખો વાડો બ્ો પળમાં તો ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. કેટલી સ્ાૂચક વાત. કેવા અદ્ભુત શબ્દપ્રયોગ.
પશુરાજ્યની કથા લખાઈ ગયા પછીય અટકી નથી, એ અટકતી નથી. ચાલ્યા જ કરે છે. વિશ્ર્વભરમાં ક્યાંક્ધો ક્યાંક અથવા તો મોટાભાગ્ો બધે. આપણે આ કથામાંથી જરાક જેટલું પણ કંઈક શીખીએ અન્ો વાણીવહેવારમાં એનું અમલીકરણ કરી શકીએ તો આપણો સમાજ તો પશુરાજ્ય થતો અટકે જ અટકે એ આશાવાદ સાથે, આવી ચિરકાલીન કથા લખનારા જ્યોર્જ ઓરવેલ અન્ો એન્ો પ્ાૂરી માવજતથી ગુજરાતીમાં આણી લાવનારા જયંતી દલાલની પરમ ચેતનાન્ો વંદન.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.