પ્રથમ તો દેશના લોકોનું જે સ્વમાન બને; ઉદાહરણ જે બને એ વડા પ્રધાન બને

ઉત્સવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

૧૪મી જૂનનો અનુભવ બરાબ્બર આવો જ હતો. મોદીસાહેબ આવવાના હતા સાંંજે ૬ વાગે. જીઓ સેન્ટરના દરવાજા બંધ થવાના હતા ૪ વાગ્યાથી. સંગીતનો કાર્યક્રમ ચાલવાનો હતો ૫.૪૫ વાગ્યા સુધી. અને મુંબઈ શહેરની અવ્યવસ્થાઓ સાથે મુખ્ય કાર્યક્રમ શરૂ થયો ૬.૪૦ વાગે.Which is fantastic of course, પણ રંગકર્મીઓ એકઠા થયા ૧૨.૩૦ સુધી. સાથે પોલીસ, સિક્યુરિટી અને SPGની ફોજ. અને સાથે પોસ્ટ માસ્ટર જનરલ પોતે અને એમનું આખું પાયદળ. અનેએએએ આ બધા ભેગા મળીને જેtension કરે. tension એમાંથી ફક્ત પા ભાગનું જ હતું, પણ હતું. Live કાર્યક્રમમાં કોઈ પણ ગડબડ ન થાય એટલે જે કંઈ આકાર લેવાનું છે Live કાર્યક્રમમાં, એના rehearsalsતથી માંડીને બીજાં અનેક નાનામોટા પ્રશ્ર્નોના સમાધાનો… ધીમે ધીમે ઘેરો, વિસ્તૃત બનતો જતો બહારનો મહેરામણ…. ધીમે ધીમે અંદર મુકાતા પ્રતિબંધોને લઈને બહારથી અંદર આવવા/ કંઈ પણ લાવવાની બંધી. તે ત્યાં સુધી કે વાનગીઓ કે પાણીની પણ બંધી.
પણ…
જેવા મોદીસાહેબ અનુભવોના કલપવાળા, ક્વચિત સહેજ ફરફરતા શ્ર્વેત વાળ અને આછા રંગીન શ્ર્વેત પરિવેશ ઉપરનાં એમનાં ટ્રેડમાર્ક ખેસ સાથે હોલમાં. Backstageમાં એમની ગૌરવાન્વિત આભાનો છંટકાવ કરતી ચાલ સાથે પ્રવેશ્યા કે આખુંય જીઓ ક્ધવેશન સેન્ટર ગોકુળમાં પરિવર્તિત થઈ ગયું… બોલો!
સ્ટેજ પર આવતા પહેલાં તંત્રીશ્રી, માલિકો અને ગવર્નર સાથે સ્ટેજની પાછળ મુકાયેલા એ એન્ટિક મશીનનું નિરીક્ષણ કર્યું એમણે, જ્યાં ૨૦૦ વર્ષ પહેલાંનું પહેલું ‘મુંબઈ સમાચાર’ છપાયું હતું, અને આ ત્રણ મિનિટનો ફાયદો લઈને ઉદ્ઘોષકે સામે બેઠેલી મેદનીને કહ્યું: ‘આંખ આ ધન્ય છે… વાહ વાહ વાહ…. પરમ આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વંદન કરવા ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ કવિશ્રી નરેન્દ્ર મોદીના કાવ્યસંગ્રહનાં શિર્ષકથી વિશેષ યોગ્ય બીજું શું હોઈ શકે?! મોદીસાહેબ! આપને સદેહે અત્યારે મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી સમારોહમાં જોઈને અમારી બધાની અને કરોડો ગુજરાતીઓની ‘આંખ આ ધન્ય છે’ (મોદીજીના કાવ્યસંગ્રહનું શિર્ષક) ૧૪મી જૂનની બળબળતી બપ્પોરની ગરમી જીઓ સેન્ટરની સગવડ અને મોદીસાહેબની હાજરીની શિતળતાને લીધે ૬૦૦૦ની મેદની અને ૧૦૦૦નાSecurity Staff માટે તો ગાયબ જ થઈ ગયેલી. ૧૦૦૦નાં આંકડાની બાબતમાં ભૂલચૂક લેવી દેવી.
થઈ ગઈ છે રેશમી બપ્પોર મારે આંગણે
આ કોણ આવ્યું છે લઈ ગુલમહોર મારે આંગણે!
અહીં આ જગ્યાએથી મારે કાર્યક્રમનું reporting એટલા માટે નથી કરવાનું, કારણ કે એ તો તમે વાંચી જ લીધું છે અને મારા કરતા વધુ સમર્થ લોકોએ એ કરી જ લીધું છે. આ તો આખા ય અવસરની ઊડીને આંખે વળગે એવી નકશીકારીઓ સાથે તમારો પરિચય કરાવવો હતો એટલે…
મોદીસાહેબે હિન્દી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં અદ્ભુત પારંગતતા સાથે વાતો કરી, જે વિષે પણ હું મૌન રાખીશ, કારણ કે એ આખી યVideo clip youtube પર છે જ… અને તમે અત્યાર સુધીમાં એ ૨-૩ વખત જોઈ જ લીધી હશે એટલો મનોહર એ કાર્યક્રમ રહ્યો છે.
હરીન્દ્ર દવેએ ‘માધવ ક્યાંય નથી’માં સ્મિત માટે એક અદ્ભુત વિશેષણ સર્જ્યું છે: ભુવનમોહન સ્મિત. એ ૧૪મીએ જોયું…
એક આડ વાત: મોદીજી. અમેરિકા ગયા ત્યારે ગળ્યા પાણીના વેપારમાંથી અબજો ઊપજાવતીCoke અનેPepsiને એમણે કહ્યું હતું કે તમે તમારી Formulaમાં માત્ર ૫% મારા દેશના કિસાન દ્વારા ઉગાડાતાં ફળોના રસનો સમાવેશ કરો તો મારા ખેડૂૂતનો આર્થિક બોજો ઘણો ઓછો થઈ જાય અને પીણું પૌષ્ટિક બને એનો તો કેવડો નફો!
મોદીજીએ મંત્રમુગ્ધ કરી નાખે એવા એમના વકતવ્યમાં ‘મુંબઈ સમાચાર’ની તવારિખ ટાંકીને સામાજિક સ્વાસ્થ્ય માટે અખબારોએ સકારાત્મક રહેવાનો અભિગમ કેળવવો જ જોઈએ એવી માર્મિક ટકોર કરી… તમે તો મર્મ સમજી જ ગયા હશો…
ભવ્યતા ગુમાવ્યા વગરની અત્યંત સહજ ભાષા(ઓ) મોદીસાહેબની મિત્ર છે, અવાજનાં આરોહ- અવરોહ મોદીસાહેબનાં કંંઠના ઓવારણા લે છે, કટાક્ષ અને હાસ્ય મોદીસાહેબને ત્યાં નોકરી કરે છે અને લોકહિતના અદૃશ્ય તેજવર્તુળથી જે કાયમ રક્ષાયેલા છે એવા ભાષાસરિતાના વહાલસોયા વાહક શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (માતા હિરાબા) યાવદ્ચંદ્રદિવાકરૌ જીવે એpractical દુઆ નથી, એટલે શતં જીવ શરદ: આયુષ્ય ભોગવે એવી ‘મુંબઈ સમચાાર’ અને કરોડો ગુજરાતીઓ તરફથી શુભેચ્છા…
આજે આટલું જ…

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.