પ્રતિષ્ઠાના જંગમાં છઠ્ઠી બેઠક માટે કેવી હતી રણનીતિ

આમચી મુંબઈ

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષ ભાજપ, જેમની રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે ઉમેદવાર ઊભા કરવાના પગલાને કારણે બે દાયકાથી વધુ સમય પછી હરીફાઈની જરૂર પડી હતી, તેણે શનિવારે સત્તાધારી ગઠબંધનને એક ઝટકો આપ્યો હતો. ભાજપ માટે છઠ્ઠી બેઠકની જોરદાર જીત અપક્ષ વિધાનસભ્યો અને નાના પક્ષોના ૧૭ વધારાના મતને આભારી છે.
રાજકીય વિશ્ર્લેષકોના મત અનુસાર આવા પ્રકારની જીત મેળવવા માટે મતદાન કરવા માટે પાત્રની ગણતરીના અંકગણિત અને પ્રેફરન્શિયલ વોટિંગ પેટર્નની ઊંડી સમજ જરૂરી છે. તેઓએ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને તેમના માઈક્રો લેવલ પ્લાનિંગ અને વ્યૂહરચના માટે પણ શ્રેય આપ્યો હતો. પીઢ રાજકારણી અને એનસીપીના વડા શરદ પવાર દ્વારા પણ પક્ષની અદભુત જીતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફડણવીસે સ્વતંત્ર વિધાનસભ્યોને તેમની પાર્ટીની તરફેણમાં ફેરવીને ચમત્કાર સર્જ્યો હતો. તેમની પાસે માત્ર તેના બે ઉમેદવારોની જીત સુનિશ્ર્ચિત કરવા માટે મતો પૂરતા હતા.
અત્રે નોંધવુ ઘટે કે રાજ્યમાં ભાજપના ૧૦૬ વિધાનસભ્યો છે. જોકે તેના ત્રણ ઉમેદવારો ગોયલ (૪૮), બોન્ડે (૪૮) અને મહાડિક (૨૭)ના પ્રથમ પસંદગીના મતોનો સરવાળો ૧૨૩ મત થાય છે. એ દર્શાવે છે ભાજપને ૧૭ મત મળ્યા છે, એ બધા નાના પક્ષો અને અપક્ષોમાંથી આવ્યા છે.
ગોયલ અને બોન્ડે બંનેને પ્રથમ પસંદગીના ૪૮ મત મળ્યા હતા. ગણતરીની પ્રેફરન્શિયલ સિસ્ટમ મુજબ પ્રથમ પસંદગીના મતોની સૌથી વધુ સંખ્યા મેળવનારના સેક્ધડ પ્રેફરન્સ વોટના પહેલા ગણવામાં આવે છે. તદ અનુસાર મહાડિકને તેમની કીટીમાં બીજી પસંદગી તરીક ૯૬ મતોનું મૂલ્ય મળ્યું હતું. તેમણે ૨૭ પ્રથમ પસંદગીના મતો પણ મેળવ્યા હતા, જેમાં ભાજપ અને તેને ટેકો આપતા નાના પક્ષો અને અપક્ષોના ૧૦ વધારાના મતોનો સમાવેશ થાય છે.
નિરીક્ષકોએ જણાવ્યું હતું કે એમવીએને ૧૬૧ મત મળ્યા હતા. જેમાં ત્રણ ગઠબંધનના ભાગીદારો શિવસેના ૫૪, એનસીપી ૫૧ અને કોંગ્રેસ ૪૪ – ૧૪૯નો સમાવેશ થાય છે. સેનાનો એક મત અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો અને એનસીપીના બે વિધાનસભ્યો – નવાબ મલિક અને અનિલ દેશમુખ જે બંને હાલમાં જેલમાં છે, તેમને કોર્ટ દ્વારા મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એમવીએને ૧૨ વધારાના મત મળ્યા હતા. સેનાના પવાર ૮થી ૯ મતથી હાર્યા હતા, કારણ કે ગઠબંધને જેની ગણતરી કરી હતી એ ભાજપના પક્ષમાં ગયા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.