Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

આવો નિર્ણય ગુજરાત સરકાર ક્યારે લેશે?
ગુજરાતની ડબલ એન્જિન સરકાર વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા માટે વિવિધ યોજના લાવે છે તે પ્રશંસનીય અને આવકારદાયક છે.
… ક્ધિતુ એએમટીએસ અને બીઆરટીએસમાં વરિષ્ઠ નાગરિકોને મુસાફરી માટે જે રીતે સવલતો – રાહત આપી છે એ જ ધોરણે રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમની તમામ બસોમાં વરિષ્ઠ નાગરિકોને મુસાફરી કરવા માટે ત્વરિત સવલત આપવાની જાહેરાત કરવી જોઈએ એવી વરિષ્ઠ નાગરિકોની માગ છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારશ્રીએ તેમની અર્થાત્ રાજ્ય સરકારની માર્ગવાહન વ્યવહારની બધા જ પ્રકારની બસોમાં ૬૫ થી ૭૫ સુધીના વરિષ્ઠ નાગરિકો માટે ૫૦% ક્ધસેશનની અને ૭૫થી ઉપરના નાગરિકો માટે પ્રવાસમાં ૧૦૦% રાહત આપવાનો મહારાષ્ટ્ર સરકારશ્રીએ નિર્ણય લીધેલ જ્યારે ગુજરાતની ડબલ એન્જિન સરકાર તો વરિષ્ઠ નાગરિકો માટે સહાનુભૂતિ તો ધરાવે જ છે, તો પછી હવે બસની મુસાફરી માટે આવી સવલત આપવાનું ક્યારે વિચારશે?
– પ્રિન્સિ કુંવરજી બારોટ, અંધેરી (પ.)

બાળકોની સલામતી
ઘણાં લોકો પોતાના બાળકોને ટ્રાફિકની બાજુએ ચલાવે છે. તેજ પ્રમાણે બાઈક પર પોતાના બાળકને આગળ ટાંકી પર બેસાડી પ્રવાસ કરે છે. આથી અકસ્માતમાં પહેલી ઈજા નાના બાળકને થાય છે. આથી પોતાના બાળકોની યોગ્ય કાળજી લઈ ટ્રાફિકની અંદરની બાજુએ ચલાવવા જોઈએ તેમજ પોતાના બાળકોને સ્થિતિ સ્થાપક પટ્ટાથી બાંધી પ્રવાસ દરમિયાન સુરક્ષિત રાખવા જોઈએ જેથી તેમને ઈજા ના પહોંચે.
– ભરત એમ. મહેતા, બોરીવલી પૂર્વ

ફન વર્લ્ડ: જ્ઞાન સાથે ગમ્મત
મુંબઈ સમાચારમાં ફન વર્લ્ડ પ્રગટ થાય છે તે અતિ ઉપયોગી છે, જેનાથી બાળકો તેમજ વાચકોને જનરલ નોલેજની જાણકારી, ભાષા વૈભવમાં ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડીથી જ્ઞાન મળે છે, ઉખાણાથી જૂની – નવી વસ્તુઓની યાદદાસ્ત થાય છે, માઈન્ડ ગેઈમથી મગજને કસરત ને જાણકારી ઉપલબ્ધ થાય છે, માતૃભાષાની મહેકની મોજ આવે છે, ગુજરાત મોરી મોરી રેમાં લોકગીત, ગરબા, ફિલ્મી ગીતોની યાદ આવે છે, ઈર્શાદથી અનેક કવિઓની યાદ સામે આવે છે. ઓળખાણ પડી જેનાથી નવી પેઢીનો પ્રાણી – પંખી જગતની જાણકારી મળે છે કે આ પ્રાણી ક્યું ને ક્યાંનો છે. મતબલ કે જ્ઞાન સાથે ગમ્મત, બાળકોને અતિ નોલેજ, જૂની ભુલાયેલ ગામડાની વસ્તુઓ, વાચકો અને વરિષ્ઠ નાગરિકોને અઠવાડિયાનું વાચન (ભોજન) પીરસાય એ જરૂરી છે, જેમ કે ગાગરમાં જ્ઞાનનો સાગર.
– હિરાલાલ વી. ઉનડોઠવાલા, ચેમ્બુર

છગન ભુજબળનો સરસ્વતી પૂજનનો વિરોધ!?
મહારાષ્ટ્રના ભૂ. પૂ. પ્રધાન અને એનસીપીના નેતાશ્રી છગન ભુજબળે સ્કૂલોમાં માતા સરસ્વતીની છબી લગાવવાનો વિરોધ કરતાં જણાવેલ:
“સામાજિક સુધારકો સાવિત્રી ફૂલે, ભાઉરાવ પાટીલ અને બાબા સાહેબ આંબેડકરની છબીઓ સ્કૂલમાં મૂકવી જોઈએ. આવા સમાજ સુધારકોની છબી મુકવાને બદલે માતા સરસ્વતી અને માતા શારદાની છબી સ્કૂલમાં મૂકવામાં આવી રહેલ છે.
આપણે તેમને જોયેલ નથી અને તેમણે આપણને કશું શીખવ્યું હોય તો તે ફક્ત ત્રણ ટકા લોકોને શીખવ્યું છે. જેમણે આપણને શિક્ષણથી દૂર રાખેલ હતા, આપણે શા માટે તેમની પૂજા કરવી જોઈએ?
અમારા સાલસ અભિપ્રાય અનુસાર, ‘છગનભાઈ, આપની સવિત્રી ફૂલેની છબી વર્ગમાં મૂકવાની મનીષા પૂર્ણ થઈ શકે. પણ આકાશ પાતળ એક કરો તોયે સરસ્વતી અને શારદામાતાની છબી કોઈપણ સ્થળેથી નહીં હટે.
સરસ્વતી દેવીએ તમને કાંઈ શીખવ્યું જ નથી, તો પછી તમે ‘પ્રધાન’ શી રીતે બની શક્યા? આપણે ગણપતિજીને નીરખ્યા નથી છતાં તેની પૂજા કરીએ છીયે જ ને?
સર, હવે પેટમાં દુ:ખે ત્યારે માથું કૂટવાનું બંધ કરશો કે?
– સૌ. અનસૂયા બારોટ, અંધેરી (પ.)

 

RELATED ARTICLES

Most Popular