પ્રજામત

પ્રજામત

‘મુંબઈ સમાચારનો ગોલ્ડન દિવસ’
શુક્રવાર, તા. ૧/૭/’૨૦૨૨ મું.સ.નો ગોલ્ડન દિવસ. આ દિવસે મું.સ.નો શુભ દિવસ શુભ શરૂઆત ૧૮૨૨
“તુમ જીઓ હજારો સાલ
હર સાલ કે દિન હો પચ્ચાસ હજાર
આખી દુનિયાની નજર છે મું.સ. ઉપર, કારણ કે એશિયાનું જૂનામાં જૂનું બે સદી પૂરી કરી ત્રીજી સદીના આરે પહોંચતું મું.સ.ના તંત્રીશ્રી, સ્ટાફ વગેરેને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
પ્રવીણ કેશવજી અને રીટા પ્રવીણ મામણીયા (પરિવાર)
ઘાટકોપર (ઇસ્ટ)
———
અભિનંદન આપણું લોકલાડીલું મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર તેની નિડર, પ્રમાણિક અને તટસ્થયશસ્વી નીતિના દ્વિશતાબ્દી વર્ષ પૂર્ણ કરી શાનદાર આગેકૂચ કરતું આગળ વધી રહેલ છે. પત્રકાર જગત માટે એક નવું સીમાચિહ્ન બની રહેલ છે.
માલિક, લેખક અને વાંચકનો ત્રવેણી સંગમ હજુ નવા સીમાચિહ્નો જરૂરથી કંડારશે તેમાં બેમત નથી.
‘મુંબઈ સમાચાર’ ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ.
જયકાન્ત એસ ઘેલાણી. પ્યારે’
બોરીવલી.
——–
દ્વિશતાબ્દી મહોત્સવે…
દ્વિશતક સફરનો ગગનચુંબી નિખાર છે,
સદાબહાર હમરાઝ ‘મુંબઈ સમાચાર’ છે;
પ્રભાતિયાથી પરિતૃપ્ત ઊગમતું પ્રભાત છે,
આસ્થાના અવિર્ભાવનું અદ્વિતીય અખબાર છે!
રાષ્ટ્રની અસ્મિતા પ્રગતિનું પ્રવેશદ્વાર છે,
સ્નેહ શતદલ ગાન-ઉદ્યાન, જ્ઞાન-વિજ્ઞાન છે;
વ્યવહાર ને વેપારનો અવિરત વિસ્તાર છે,
સાહિત્ય સેલાબનો અવર્ણનીય ઈતિહાસ છે!
દરિયાના મોજાં છે ને ફિલ્મ અનાવરણ છે,
લેખકની લેખિની, કવિની કવિતા અપાર છે;
માન અને સન્માન છે, વિશ્ર્વકેરા ચારધામ છે,
સદૈવ મનપાંચમ કેરા મેળાનો આસાર છે!
શ્ર્વાસ છે, વિશ્ર્વાસ છે, હૈયે બેશુમાર દિદાર છે,
પ્રથમ વર્ષાના આલિંગન જેવો વ્યવહાર છે;
સાધના સાધકની સંવેદનશીલતા અપાર છે,
પ્રતિભાને પ્રતિકૃતિ કેરો શાશ્ર્વતો નિખાર છે!
સર્જકતા સહિષ્ણુતા સમજતા પારાવાર છે,
સંકલ્પ શ્રદ્ધા અતિતની યાદો અનરાધાર છે;
પત્રકારત્વે પ્રસિદ્ધિ નહીં સિદ્ધિની બૌછાર છે,
સપનાના વાવેતરે સાકાર રહી નિરાકાર છે!
આભાસના આઈને સત્ય નિખારતો આયાસ છે,
સમાજનું પ્રભારી સચિવ અદનું અદાકાર છે;
દ્વિશતાબ્દીએ યશકલગી કેરો આવિષ્કાર છે,
ફોરમતો ફાગણિયો ફાલ ‘મુંબઈ સમાચાર’ છે!
મ.ને.
મહેન્દ્ર શાહ (ગુંદરવાલા)
નેપિયન સી. રોડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.