મુંબઈ: ગૅન્ગસ્ટર દ્વારા મોતની ધમકી મળ્યા બાદ બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને પોલીસે ગુન લાઈસન્સ આપ્યું હતું. ધમકીભર્યો પત્ર મળ્યાનો સંદર્ભ ટાંકી સલમાને પોતાની સુરક્ષા ખાતર ગન લાઈસન્સ માટે અરજી કરી હતી.
લોરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર ગૅન્ગ દ્વારા કથિત ધમકી મળ્યા બાદ અભિનેતાની સુરક્ષાવ્યવસ્થામાં પણ વધારો કરી દેવાયો હતો.
ધમકીભર્યા પત્રના કેસની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે તાજેતરમાં સલમાન મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકર અને જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્ર્વાસ નાંગરે-પાટીલને મળ્યો હતો. અરજીના આધાર પર પોલીસે સલમાનને ગનનું લાઈસન્સ આપ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સલમાન અને તેમના પિતા ફિલ્મ રાઈટર સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ જૂનમાં બાન્દ્રા પોલીસે ફર્સ્ટ
ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો હતો. મોર્નિંગ માટે નીકળેલા સલીમ ખાનને બેન્ડસ્ટેન્ડ ખાતેની એક બૅન્ચ પરથી
આ પત્ર મળી આવ્યો હતો. પત્રમાં પંજાબના સિંગર સિધુ મૂસેવાલાની હત્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ પ્રકરણે
મુંબઈ પોલીસ ગૅન્ગસ્ટર બિશ્ર્નોઈની પૂછપરછ કરવા દિલ્હી પણ ગઈ હતી. (પીટીઆઈ)ઉ
