પેટીએમની ઑફિસ પર ઈડીના દરોડા

દેશ વિદેશ

નવી દિલ્હી: પેટીએમ, રેઝરપે પ્રા. લિ. અને કેશફ્રી પેમેન્ટ્સ જેવી ઑનલાઈન પેમેન્ટ ઑફિસના બેંગલુરુસ્થિત કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ શનિવારે કહ્યું હતું.
ચીની વ્યક્તિના અંકુશ હેઠળ આપવામાં આવતી ગેરકાયદે સ્માર્ટ ફોન આધારિત ઈન્સ્ટન્ટ લૉન અંગે ચાલી રહેલી તપાસના ભાગરૂપ આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું ઈડીએ કહ્યું હતું.
કર્ણાટકની રાજધાની બેંગલુરુ શહેરમાં શુક્રવારે જુદાં જુદાં છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાનું ઈડી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ચીની વ્યક્તિના અંકુશ હેઠળની કંપની પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેના મર્ચન્ટ આઈડી અને બૅંક ખાતામાંથી રૂ. ૧૭ કરોડ જપ્ત કરવામાં આવ્યા હોવાનું ઈડીએ કહ્યું હતું. ભારતીય નાગરિકોના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ ગુનો આચરવામાં આવતો હોવાનું ઈડીએ કહ્યું હતું. ચીની વ્યક્તિ દ્વારા આ કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. જુદા જુદા મર્ચન્ટ આઈડી અને ખાતા મારફતે આ કંપની ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોવાનું જાણમાં આવ્યું હોવાનું ઈડીએ કહ્યું હતું. દરોડામાં પેટીએમ, રેઝરપે પ્રા. લિ. અને કેશફ્રી પેમેન્ટ્સના કાર્યાલયોને આવરી લેવામાં આવ્યા હતા.
મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ) પર આપવામાં આવેલા વૅબ એડ્રેસ પરથી ઑપરેટ કરવાને બદલે આ કંપની બનાવટી વૅબ એડ્રેસ પરથી ઑપરેટ કરતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
આ કંપની-વ્યક્તિ દ્વારા સંચાલિત કંપની પાસેથી નાની રકમની લૉન લેનાર વ્યક્તિની સતામણી કરવા ઉપરાંત તેમની પાસેથી ખંડણી વસૂલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાને લગતી અનેક ફરિયાદ બેંગલુરુ સાયબર ક્રાઈમમાં નોંધાયાને પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું ઈડીએ
કહ્યું હતું. (એજન્સી) ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.