પારસી મરણ

વાદ પ્રતિવાદ

એરચ ખોદામુરાદ ઈરાનઝમીની તે મરહુમ શહેસ્તાબાનુ ઈ. ઈરાનઝમીનીના ખાવિંદ. તે અનોશ ઈ. ઈરાનઝમીની, કૈનુશ ઈ. ઈરાનઝમીની તથા રૂઝબેહ ઈ. ઈરાનઝમીનીના બાવાજી. તે મરહુમો ગુલેસ્તાન તથા ખોદામુરાદ ઈરાનઝમીનીના દીકરા. તે નીકીતા અ. ઈરાનઝમીની તથા મનજુલા ઈરાનઝમીનીના સસરાજી. તે અનાહીતા અ. ઈરાનઝમીની, શીફા ઈરાનઝમીની તથા યોહાન ઈરાનઝમીનીના બપાવાજી. તે ઈરાન ઈરાનઝમીની તથા મરહુમ બેહરામ ક. ઈરાનઝમીનીના ભાઈ (ઉં.વ. ૭૫). રહેવાનું ઠેકાણું: એ/૧૯, રૂમ નં. ૨૦૧, વૈશાલી કો. ઓ. સોસાયટી, લોકનગરી, એમ. આઈ. ડી. સી. રોડ, અંબરનાર (પુ.), -૪૨૧૫૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૫-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, મઝગાંવ પટેલની અગિયારીમાં થશેજી.
ફરોખ એરચ અમરોલીયા તે યાસમીન ફરોખ અમરોલીયાના ધણીયાણી ને માહઝરીન ફરોખ અમરોલીયાના બાવાજી. તે મરહુમો નરગીશ તથા એરચ પીરોજશાહ અમરોલીયાના દીકરા. તે મરહુમો આબાન તથા પીરોજશાહ ધનજીશાહ મહેતાના જમાઈ. તે મરહુમ અરનાવાઝ દારા પટેલના બહેનના દીકરા. તે મરહુમ દીનશાહ તથા બાનુ અમરોલીયાના ભઈના દીકરા. (ઉં.વ. ૬૬). રહેવાનું ઠેકાણું: પી/૨૮/એ, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાઉ રોડ, ગણેશ ગલ્લીની સામે, લાલબાગ-૧૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૫-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે એમ. જે. વાડીયા અગીયારી, લાલબાગમાં થશેજી.
રોશન ખુરશેદ કાપડિયા (ઉં. વ. ૯૪) તા. ૨૫-૫-૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ ખુરશેદના વાઇફ. મરહુમ પીરોજા અને મરહુમ કાવસજીના દીકરી. દારાયસ, નેવીલના મધર. ફિરોઝા કેટીના સાસુ. ડેલના, કાર્લ, ડેનઝેલ, કોમરોનના ગ્રેન્ડ મધર.
કેનેડા
દીનાઝ કયોમર્ઝ બજીના તે કયોમર્ઝના ધનીયાની. તે બચુ તથા મરહુમ તેહમુરસ રતનશા પટેલના દીકરી. તે કયઝાદ તથા કેરમાનના માતાજી. તે ખુરશીદ, ફૂરઝીન કરમાનના બહેન. તે પેરીન તથા મરહુમ બરજોરના વહુ. તે સાયરસની ભાભી. (ઉં. વ. ૫૯). ઉઠમણું : શુક્રવાર, તા. ૨૭-૫-૨૨ના ૩.૪૫ વાગ્યે બપોરે પંથકી અગીયારી બાંદ્રામાં રાખેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.