પાતળા માટે શબ્દોનું પલ્લું ભારેખમ

ઉત્સવ

બાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

પ્રકાશ માટે અજવાળું, ઉજાસ, રોશની એવા પર્યાયવાચક શબ્દો છે. પ્રકાશની પોતાની આગવી ઓળખ સુધ્ધાં છે. જોકે, અંધારું એનાથી વંચિત છે. અંધારાને સમજાવવા માટે પ્રકાશ કે રોશનીનો આધાર લેવો પડે. પ્રકાશ કે ઉજાસ – રોશનીનો અભાવ એટલે અંધારું એવી સમજણ છે. એવું જ કંઈક જાડા – પાતળા શબ્દયુગ્મમાં નજરે પડે છે. પાતળી વ્યક્તિ માટે સુકલકડી, ખડમાંકડી, હાડપિંજર, પાતળી પરમાર, સોટી, અગરબત્તી, સાઠેકડી, કૃશકાય જેવા શબ્દો વપરાય છે. ટૂંકમાં કહીએ તો પાતળા માટે શબ્દોનું પલ્લું ઘણું ભારેખમ જોવા મળે છે. પાતળી વ્યક્તિ માટે જ ‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું’ જેવું રોમેન્ટિક ગીત લખાયું છે ને. ગુજરાતી હાસ્ય જગતમાં જેમનું નામ ખૂબ વજનદાર ગણાય છે એ હાસ્ય પિતામહ જ્યોતીન્દ્ર દવે અત્યંત પાતળા – સુકલકડી હતા. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પાતળાનો મહિમા ગવાયો છે. કોઈ વસ્તુ સામાન્ય – સાધારણ દેખાવની કે પ્રકારની હોય અથવા બહુ સારી નહીં એવી હોય એના માટે આછું પાતળું એવો પ્રયોગ વપરાય છે. ખાસ કરીને ખોરાક કે કાપડ માટે એનો પ્રયોગ કરવામાં આવે છે. બીજો એક રૂઢિપ્રયોગ છે પાણીથી પાતળું કરવું જેનો ભાવાર્થ છે સાવ શરમાવી હલકું પાડવું. દારુણ ગરીબીમાં રહેવાનું હોય અને બે ટંક કોળિયો અન્ન ખાવાના પણ સાંસાં હોય એ માટે પાતળું પેટ અને હાલ્લાનો કાળ કહેવત પ્રચલિત છે. ટીકા પણ જોઈ – સમજીને જ કરવી જોઈએ એવું સમજાવતી કહેવત છે પાતળા છાણમાં પથરો ફેંકવો નહીં. એમ કરવાથી છાંટા તો આપણને જ ઊડે, મતલબ કે સરવાળે નુકસાન તો આપણું જ થાય એ ભાવાર્થ છે. ગુજરાતી ફિલ્મોદ્યોગ ધમધમતો હતો ત્યારે રવિન્દ્ર દવેએ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને લીડ રોલમાં ચમકાવી ‘પાતળી પરમાર’ નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી. ફિલ્મમાં પ્રફુલ દવે અને ઉષા મંગેશકરના સ્વરમાં હૃદયસ્પર્શી ગીત છે પાતળી પરમાર વિશે. નાયક પ્રેમિકાથી વિખૂટો પડી ગયો છે અને પ્રેમિકાના લગ્ન કપટથી બીજા કોઈ સાથે કરી દેવામાં આવે છે. એક અરસા પછી નાયક પાછો ફરે છે ત્યારે પ્રેમિકા ન દેખાતા વિહવળ થઈ જાય છે અને ગીત આવે છે: માડી હું તો બાર બાર વરસે આવિયો, માડી મેં તો નવ દીઠી પાતલડી પરમાર રે, જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ. જવાબમાં મા કહે છે: દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે, કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે. ગીતમાં મા અલગ અલગ સ્થાન વિશે વાત કરે છે અને દીકરો ક્યાંય પોતાની પાતળી પરમાર નથી નજરે પડતી એનો વલોપાત વ્યક્ત કરે છે. ગીત માણવા જેવું છે. એકવીસમી સદીમાં કરીના કપૂરે ઝીરો ફિગરની વાત કરી, પણ આપણા લોકસાહિત્યમાં તો પાતળી પરમારનો ઉલ્લેખ તો સદીઓ પહેલા થયો છે.
——–
માણસ સમજુ ત્યારે ગણાય છે જ્યારે તે સંજોગો – પરિસ્થિતિ સામે ફરિયાદ કરવાને બદલે એની સાથે સમાધાન કરી લે. એટલું જ નહીં પણ બદલાયેલી અવસ્થા અનુસાર જીવતા શીખી લે, જીવવાની ટેવ પાડે. આજે આપણે પરિસ્થિતિને અનુસરી બનેલી કેટલીક કહેવતો જાણીએ અને યોગ્ય લાગે તો એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. આજની પહેલી કહેવત છે અળબિ ખળશલિિ ઇંફળ ઊઇંળડયિ. અહીં ઉંમર અને એકટાણા (એકાદશી)નો ભાવાર્થ સમજવા જેવો છે. ઉંમર વધે એમ પાચનશક્તિ થોડી નબળી પડે એટલે ખોરાક પર નિયંત્રણ રાખવું જોઈએ. ટૂંકમાં કહીએ તો પરિસ્થિતિ અનુસાર પોતાની ટેવ
બદલવી જોઈએ એવો ભાવાર્થ છે. જીવનમાં આવતા બદલાવનો નિર્દેશ કરતી કહેવત છે અળઇૃખળ ઇંળશ અળરુઞ રૂળ્રૂઇંળજ્ઞયિ પમળશ. આ કહેવતનો પ્રભાવ છેલ્લા પચાસેક વર્ષમાં વધુ જોવા મળ્યો
છે. પરણ્યા પછી પત્ની ઘેલો થતો પુત્ર માતા – પિતા પ્રત્યે
માત્ર બેદરકાર નથી થતો, તેમની સાથે ખરાબ, અણછાજતું વર્તન કરે છે એ દર્દ અહીં વ્યક્ત થાય છે. કાળ અને મવાળ એ બે શબ્દ દ્વારા તીવ્ર સંવેદના વ્યક્ત થાય છે. ર્ઐઉંળટ ણળવિ રૂશ અળરુઞ રુખપચળ ઊંજ્ઞઈૂણ ક્ષશ કહેવતમાં નિર્બળ – બળવાનની વાત છે. પોતે
બળુકી વ્યક્તિનો વાળ પણ વાંકો નહીં કરી શકે એનું ભાન હોવાથી નિર્બળ વ્યક્તિ છેવટે એક ચીંટિયો ભરીને કંઈક કર્યાનો સંતોષ મેળવી લેતી હોય છે. અળક્ષઞ યજ્ઞઞ ઈંળ્રૂર્ખૈ અળરુઞ ડળ્લફ્ર્રૂળમફ ર્લૈય્રૂ દ્વ્રૂળ્રૂખળ. શેણ એટલે છાણ અથવા ગોબર. પોતે ખોટું – ખરાબ કામ કર્યું હોય અને અન્ય વ્યક્તિ પર શંકા કરવી એ આ કહેવતનો ભાવાર્થ છે.
———-

ONE WORD MANY WORDS

અંગ્રેજી ભાષાની અનેક અજાયબી આપણે આ કોલમમાં જાણી છે અને માણી છે. શબ્દ રમતના શોખીનો એક મોટા શબ્દમાંથી અલગ અલગ શબ્દ બનાવવાના પ્રયોગથી વાકેફ હશે. આજે આપણે એ પ્રકારના એક વિશિષ્ટ ઉદાહરણ પર નજર નાખીએ જે જ્ઞાન સાથે ગમ્મત કરાવશે. હેરત પમાડનારી વાત એ છે કે અંગ્રેજી ભાષામાં એક માત્ર ૯ અક્ષરનો શબ્દ છે જેનો એક એક અક્ષર ઓછો કરતો જવાથી ૮,૭,૬,૫,૪,૩,૨ અને ૧ અક્ષરના અર્થપૂર્ણ શબ્દ મળે છે. જાણીને નવાઈ લાગી ને? પણ આ હકીકત છે. આવો નજર નાખીએ.
૯ અક્ષરનો અંગ્રેજી શબ્દ છેSTARTLING જેનો અર્થ થાય છે આશ્ર્ચર્ય પમાડનારુંWhen I entered the house, I got startling news.. ઘરમાં દાખલ થતાની સાથે મને આશ્ર્ચર્યચકિત કરી દેતી જાણકારી મળી. આ ૯ અક્ષરોમાંથી L કાઢી નાખીએ તો ૮ અક્ષરનો શબ્દ બને છેSTARTING S જેનો અર્થ થાય છે શરૂઆત. School is Starting from tomorrow આવતી કાલથી શાળા શરુ થાય છે. ૮ અક્ષરમાંથી બીજોT કાઢી નાખવાથી ૭ અક્ષરનો શબ્દ બને છે જઝઅછઈંગૠ જેનો અર્થ તાકવું થાય છે. The boys were Staring at the girls.. છોકરાઓ છોકરીઓને તાકીને જોઈ રહ્યા હતા. ૭ અક્ષરના શબ્દમાંથી અ હટાવી લેવાથી ૬ અક્ષરનો શબ્દ બને છે STRING જેનો અર્થ દોરી, તાર કે કતારબંધ એવો થાય છે.He tied the packet with a String.. તેણે દોરીની મદદથી પેકેટ બાંધી દીધું. ૬ અક્ષરના શબ્દમાંથી છ દૂર કરવાથી ૫ અક્ષરનો શબ્દ બને છે જઝઈંગૠ જેનો અર્થ ડંખ મારવો થાય છે. The scorpion Sting can be fatal sometimes. વીંછીનો ડંખM ક્યારેક જીવલેણ નીવડી શકે છે. ૫ અક્ષરના શબ્દમાંથી ઝ કાઢવાથી ૪ અક્ષરનો શબ્દ બને છે જઈંગૠ જેનો અર્થ ગાવું થાય છે. My wife will Sing a song in the party.. મારી પત્ની પાર્ટીમાં ગીત ગાશે. ૪ અક્ષરના શબ્દમાંથી ૠ દૂર કરવાથી ૩ અક્ષરનો શબ્દ બને છે જઈંગ જેનો અર્થ થાય છે પાપ કે દુષ્કૃત્ય. It is a Sin to waste food. અન્નનો બગાડ એ પાપ છે. ૩ અક્ષરના શબ્દમાંથી જ હટાવી લેવાથી ૨ અક્ષરનો શબ્દ બને છે ઈંગ જેનો અર્થ અંદર, માં થાય છે. ખુ બજ્ઞિવિંયિ હશદયત શક્ષ ઞજ. મારો ભાઈ અમેરિકામાં રહે છે. ૨ અક્ષરના શબ્દમાંથી ગ દૂર કરવાથી ૧ અક્ષરી શબ્દ ઈં મળે છે જેનો અર્થ હું થાય છે. I stay alone.. હું એકલો રહું છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.