પશ્ર્ચિમ રેલવેનો સૌથી પહેલો સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ

આમચી મુંબઈ

ભાયંદરમાં આજથી પ્રવાસીઓની અવરજવર માટે નવો બ્રિજ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના કાળમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધી વિવિધ કામકાજોને પાર પાડવાના ભાગરૂપે પશ્ર્ચિમ રેલવેમાં વિવિધ પુલ સંબંધિત કામકાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે ભાયંદર સ્ટેશન ખાતે આજથી એક નવો ફૂટઓવર બ્રિજ (એફઓબી) ચાલુ કરવામાં આવશે, જે પશ્ર્ચિમ રેલવે ઝોનનો સૌથી પહેલો સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેના ગીચ સ્ટેશનમાં પ્રવાસીઓની વધતી અવરજવરને કારણે મહત્ત્વના સ્ટેશનમાં જૂના-જોખમી બ્રિજને કાઢી નાખીને નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. નવી યોજનાના ભાગરૂપે ભાયંદર (દક્ષિણ દિશા)માં નવો બ્રિજ બનાવ્યો છે, જે પશ્ર્ચિમ રેલવેનો સૌથી પહેલો સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ છે. આરડીએસઓ દ્વારા એફઓબીનું નિર્માણ આઈઆરએસએમ-૪૪ એમ ગ્રેડ સ્ટીનલેસ સ્ટીલની સાથે કર્યું છે, જે જંક પ્રતિરોધક છે. આ ઉપરાંત આ બ્રિજની ડિઝાઈનમાં લચિલાપણુ તથા સસ્ટેનિબિલિટી છે. એટલું જ નહીં, કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને વજન ઘટાડવામાં મદદ મળશે. આ સ્ટીનલેસ સ્ટીલ બ્રિજની સીડી એકદમ પહોળી તથા ઢોળાવ પણ સરળ છે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં સરળતા રહે છે. આ ફૂટઓવર બ્રિજની લંબાઈ ૬૫ મીટર તથા ૧૦ મીટર પહોળો છે. આ બ્રિજ પરથી આજથી પ્રવાસીઓ અવરજવર માટે ખોલવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.