પર્યુષણમાં તમારું ચાલે ત્યાં ‘Let Go’ કરો, ન ચાલે ત્યા ‘Let God’ કરતાં શીખો

પુરુષ

– પૂ. ધીરજમુનિ મ. સા.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતીક્ષા કરતાં નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા ગયા! પુણ્યના યોગે પર્વ મળ્યા પણ ફળ્યા ખરાં?
પર્વમાં દિવસોમાં સાધનાના ત્રણ સૂત્રને આત્મસાત કરવા પુરુષાર્થ જગાડવો જરૂરી છે. પ્રથમ સૂત્ર છે ‘નો ઓવર સ્પીક’-સ્વયંની શાંંતિ માટે વધુ પડતું બોલવું નહીં. આજના કાળમાં ઝઘડા ચીજના નહીં જીદના હોય છે. દ્રૌપદીના છ અક્ષરમાં સિકસર લાગી ગઇ. ‘અંધે જાયા અંધા’ મહાભારતનું ૧૮ દિવસ યુદ્ધ સર્જાયું. માટે બોલવામાં ‘બુદ્ધ’ બનવું જરૂરી છે.
બીજુ સૂત્ર છે ‘નો ઓવર ઇટ’ જૈન ધર્મ ત્યાગ પ્રધાન ધર્મ છે. અનુભવીઓ કહે છે. લોકોની બીમારીનું કારણ તપ નથી. અતિ આહાર છે. ઠાંસી ઠાંસીને પેટ ભરનારા રોગોથી ઘેરાય છે. ભૂખ કરતાં જરાક ઓછું ખાનારા સુખનો અનુભવ કરી શકે છે.કમ સે કમ રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા અનેક રોગોથી બચી શકે છે. જૈન સંતો જીવનભર રાત્રિભોજનનો ત્યાગ કરનારા હોય છે. તો તેના ઉપાસકો શું આઠ દિવસ ન છોડી શકે! જરૂર છે માત્ર સંકલ્પની. જમવા માટે નહીં માત્ર જીવવા માટે જમતા શીખવું જરૂરી છે.
ત્રીજું સૂત્ર છે: ‘નો ઓવર વાઇઝ’ હંમેશાં બીજાને વધુ પડતી સલાહ આપવી નહીં. ઘણીવાર આપણે આપણા જ ગાણા ગાતા રહીએ છીએ. સામેવાળાની ક્ષમતાનો વિચાર કરતાં નથી! દોઢ ડાહ્યા થવામાં ઘણીવાર જોખમ વધી જાય છે. માટે સમજીને બોલવામાં મજા છે.
છેલ્લે… છેલ્લે… જીવનને મધુર બનાવવા અને પ્રસન્નતાને ટકાવવા નાની નાની વાતોમાં Let Go કરતાં શીખવું તેમ જ જયાં ઇગો હર્ટ થાય ત્યાં Let God કરતાં શીખવું. મન ન માને તો પણ “હરિ જે કરશે તે મમ હિતનું, એ નિશ્ર્ચય બદલાય નહીં. આમ ભગવાન પર ભરોસો, વિશ્ર્વાસ રાખીને અહમ્ને નમાવનાર અર્હમ્ (ભગવાન) બન્યા વિના રહેશે નહીં.
“સમય માનવીને મોટા બનાવે છે
સમજ માનવીને મહાન બનાવે છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.