પરિવાર અને મિત્રોની હાજરીમાં સિંગર કેકેના અંતિમસંસ્કાર થયા

આમચી મુંબઈ

આખરી વિદાય
સુપ્રસિદ્ધ ગાયક કેકેની અંતિમયાત્રા ગુરુવારે બપોરે તેમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવી હતી. એમ્બ્યુલન્સને ફૂલોથી શણગારીને તેમની તસવીર મૂકવામાં આવી હતી. અંતિમયાત્રામાં પરિવારજનો ઉપરાત ફિલ્મી જગતના અનેક લોકો જોડાયા હતા. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: કેકે નામથી પ્રચલિત પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથના અંતિમસંસ્કાર ગુરુવારે તેમના પરિવારજનો અને તેમના ફિલ્મ સમુદાયના નજીકના મિત્રોની હાજરીમાં બપોરે બે વાગ્યે મુંબઈના વર્સોવા ખાતે હિન્દુ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેઓ જ્યાં રહેતા એ પાર્ક પ્લાઝા એપાર્ટમેન્ટથી એક કિલોમીટર દૂર આવેલા સ્મશાનગૃહમાં તેમના પાર્થિવ શરીરને એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સને ફૂલથી શણગારવામાં આવી હતી અને તેમની તસવીર પણ મૂકવામાં આવી હતી.
૫૩ વર્ષીય ગાયક મંગળવારે રાત્રે કોલકાતામાં એક કોન્સર્ટમાં પ્રદર્શન પછી તરત જ મૃત્યુ પામ્યા હતા, જેનાથી ફિલ્મઉદ્યોગ અને તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. ગુરુવારે કેકેના દીકરા નકુલે અંતિમસંસ્કાર આપ્યા હતા અને એ સમયે એ અસ્વસ્થ દેખાતો હતો.
ફિલ્મનિર્માતા વિશાલ ભારદ્વાજ, તેમના પત્ની રેખા, ફિલ્મનિર્માતા અશોક પંડિત, જાવેદ અખ્તર, શંકર મહાદેવન, ઉદિત નારાયણ અને અભિજિત ભટ્ટાચાર્ય અંતિમસંસ્કારમાં જોડાયા હતા. આ ઉપરાંત શ્રેયા ઘોષાલ, સલીમ મર્ચન્ટ, અલકા યાજ્ઞિક, રાહુલ વૈદ્ય, જાવેદ અલી, પેપોન, શાંતનુ મોઈત્રા અને સુદેશ ભોસલે જેવા ગાયક અને સંગીતકારોએ તેમના નિવાસસ્થાને ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી.
કેકે નથી રહ્યા અને એ ફિલ્મઉદ્યોગ માટે મોટી ખોટ છે. સમગ્ર ઉદ્યોગ આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. છેલ્લા થોડા દિવસથી તેમને એસિડિટીની સમસ્યા હતી, પણ સ્વાસ્થ્યની અન્ય કોઇ સમસ્યા નહોતી, એવું ભટ્ટાચાર્યએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.