પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ સૂત્રોએ આજે માહિતી આપી હતી.
મુખ્ય પ્રધાન માનને અસ્વસ્થતાનો અનુભવ થતા દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને ઈન્ફેક્શન હોવાનું નિદાન કર્યું હતું.
બુધવારે, અમૃતસર નજીક પંજાબ પોલીસ સાથે ભારે ગોળીબાર બાદ સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં બે શકમંદોને ઠાર કરવામાં આવ્યા બાદ, મુખ્ય પ્રધાન માને રાજ્યમાં ગેંગસ્ટરો સામે સફળતાપૂર્વક ઓપરેશન ચલાવવા માટે પોલીસ અને એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને અભિનંદન આપ્યા હતા. માર્યા ગયેલા ગેંગસ્ટરોની ઓળખ જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ તરીકે થઈ હતી, જેમની પાસેથી એન્કાઉન્ટર બાદ એક AK47 અને એક પિસ્તોલ મળી આવી હતી.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં મુખ્ય પ્રધાન માન, પરંપરાગત શીખ ‘આનંદ કારજ’ લગ્ન સમારોહમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.