ન્યુડ… નેકેડ… અને પ્રોટેસ્ટ: અકસીર કે અશ્ર્લીલ?

વીક એન્ડ

ભાતભાતકે લોગ -જ્વલંત નાયક

૨૦ મે, શુક્રવાર. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એક હિરોઈન આકર્ષક ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ઊભી રહીને ફોટો સેશન કરાવી રહી છે. આજુબાજુ ઊભેલા સેંકડો લોકોનું ધ્યાન અભિનેત્રીની અદાઓ પર છે. અનેક ફોટોગ્રાફર્સ ધડાધડ કેમેરાની ચંપ દબાવી રહ્યા છે. એવામાં અચાનક અણધારી ઘટના બની ગઈ. થોડે દૂર ઊભેલી યુવતી અચાનક પોતે પહેરેલું કાળું ગાઉન ફગાવી દઈને લોકોની વચ્ચે આવી ગઈ. સ્વાભાવિક રીતે જ કેમેરામેનના લેન્સ અને લોકોની નજરો પેલી અભિનેત્રી પરથી હટીને આ ટોપલેસ યુવતી પર કેન્દ્રિત થયાં. યુવતીએ પોતાના નગ્ન શરીર પર યુદ્ધવિરોધી ચિતરામણ કર્યું હતું અને તે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને ઘાંટા પાડી પાડીને વખોડી રહી હતી.
***
ન્યુડ પ્રોટેસ્ટ. જાહેર સ્થળોએ બધાની હાજરીમાં, કોઈ એક મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોરવા માટે એકલ-દોકલ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ પોતાનાં વસ્ત્રો ઉતારીને મા-જણી અવસ્થામાં આવી જાય, એને ન્યુડ પ્રોટેસ્ટ (નગ્ન વિરોધ) કહેવામાં આવે છે. છેક ઈ. સ. ૧૯૦૩માં કેનેડિયન ઈમિગ્રેશન પોલિસી વિરુદ્ધ અનેક સ્ત્રી-પુરુષોએ નેકેડ માર્ચ યોજીને પોતાનો વિરોધ નોંધાવેલો. એ પછી તો પેટા સંસ્થાનું ‘એન્ટિ ફર કેમ્પેઈન’ હોય કે બ્રેક્ઝિટની ઘટના હોય… અનેક મુદ્દે પોતાના વિરોધ નોંધાવવા માટે અમુક સાહસિકો જાહેરમાં વસ્ત્રનો ત્યાગ કરતા રહ્યા છે. એમના આવા વિરોધની ફળશ્રુતિ શું, એવો પ્રશ્ર્ન ઘણાના મનમાં ઊઠતો રહે છે. એક મોટો વર્ગ આ પ્રકારના પ્રોટેસ્ટને મીડિયામાં ફૂટેજ ખાવા માટેનું હાથવગું હથિયારમાત્ર ગણે છે. આ બધામાં સાચું શું?
સૌથી પહેલાં અંગ્રેજી ભાષાના બે શબ્દો વિષે થોડી ચર્ચા કરવી જોઈએ. નગ્નતાને વ્યાખ્યાયિત કરવા માટે બે શબ્દો છે, ગીમય (ન્યુડ) અને ગફસયમ (નેકેડ). આમ જુઓ તો બંનેનો અર્થ એક જ છે – વસ્ત્રવિહીન શારીરિક અવસ્થા, પરંતુ જો ઝીણું કાંતીએ તો બંને શબ્દોની અર્થછાયામાં થોડો ફરક જણાશે. ઘણા વિદ્વાનો માને છે કે ન્યુડ એટલે નગ્ન ખરું, પણ બીભત્સ, અશ્ર્લીલ કે જાતીયતાથી ખદબદતું નહિ! અમુક વિદ્વાનો ન્યુડ શબ્દને કલાત્મકતા સાથે જોડે છે. કોઈ સ્ત્રી સ્નાન કરતી હોય કે પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય તો એનું ચિત્ર કલાત્મક ગણાય, અશ્ર્લીલ નહિ. જ્યારે કોઈ પણ જાતના આર્ટિસ્ટિક એપ્રોચ વિના, માત્ર જાતીય વૃત્તિઓ ઉશ્કેરવા માટે વપરાતી નગ્નતાને ‘નેકેડનેસ’ કહેવાય. જોકે આ બાબતે વિદ્વાનો અલગ અલગ મંતવ્ય ધરાવતા હોય છે.
બુકર પ્રાઈઝ વિજેતા જોન બર્ગરે ઠફુત જ્ઞર જયયશક્ષલ નામનું દમદાર પુસ્તક લખ્યું છે. સ્ત્રીઓને વિજ્ઞાપનોમાં અને ઓઈલ પેઈન્ટિંગ્સમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે અને આપણે એ કૃતિઓને કઈ નજરે જોઈએ છીએ, એ વિષે વિષદ છણાવટ કરતા સાતેક નિબંધો બર્ગરે આ પુસ્તકમાં લખ્યા છે, જેમાં ન્યુડિટી અને નેકેડનેસ વચ્ચેનો તફાવત બર્ગરે પોતાની રીતે સમજાવ્યો છે. બર્ગર માને છે કે ‘ન્યુડ’ હોવું એટલે તમારા અનાવૃત શરીરને સેક્સ્યુઅલી રજૂ કરવું અને લોકોના પ્રતિભાવ માટે તૈયાર રહેવું. જ્યારે ‘નેકેડ’ હોવું એટલે લોકો શું વિચારે છે એની સાડાબારી રાખ્યા વિના પોતે જેવા છે એવા રજૂ થઇ જવું! આમ, બર્ગર લોકોના પ્રતિભાવની સાપેક્ષે ન્યુડ અને નેકેડ શબ્દોને વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ દ્વારા સમજીએ.
‘સ્ટ્રિપટીઝ’ (તિિંશાયિંફતય) એટલે એવો ડાન્સ, જેમાં કમનીય કયા ધરાવતી સ્ત્રી મ્યુઝિકના તાલે પોતાનાં વસ્ત્રો એક પછી એક ઉતારતી જાય અને છેલ્લે સંપૂર્ણ નગ્ન થઇ જાય. વિદેશની અનેક નાઈટ ક્લબ્સમાં (અને ભારતની અનેક હાઈ પ્રોફાઈલ પ્રાઈવેટ પાર્ટીઝમાં) આ પ્રકારના એડલ્ટ શો થતા હોય છે. આ પ્રકારનું નૃત્ય કરનાર સ્ત્રી સ્ટ્રિપર તરીકે ઓળખાય છે. સ્ટ્રિપર જ્યારે પોતાનું શરીર અનાવૃત કરતી હોય, ત્યારે એના મનમાં પુરુષ દર્શકો રીઝશે કે નહિ, એની ચિંતા હોય છે. એની દરેક મૂવ પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે હોય છે, આથી જોન બર્ગરની વ્યાખ્યા મુજબ અનાવૃત સ્ટ્રિપર ‘ન્યુડ’ ગણાય. બીજી તરફ વિદેશમાં કેટલીક સ્ત્રીઓ ‘ઋયિય વિંય ગશાાહયત’ મૂવમેન્ટ ચલાવે છે. આ સ્ત્રીઓની માગ એવી છે કે પુરુષોની માફક સ્ત્રીઓને પણ ઉઘાડી છાતીએ ફરવાની પરવાનગી હોવી જોઈએ! અહીં આ સ્ત્રીઓને સમાજ (અથવા ‘પુરુષ દર્શક’) શું વિચારશે, એની તમા નથી હોતી. માત્ર સમાનતાના અધિકાર ખાતર કે પોતાની સ્વતંત્રતા ખાતર જાહેરમાં ટોપલેસ થનાર સ્ત્રી, જોન બર્ગરની વ્યાખ્યા મુજબ ‘નેકેડ’ કહેવાય.
આ બધી ચર્ચા અને પિષ્ટપેષણ પછી કંઈક એવું સત્ય સમજાય છે કે નગ્નતા કરતાં નગ્નતા પાછળનો હેતુ વધુ મહત્ત્વનો છે! જાણીતા કવિ અને તબીબ ડો. પ્રકાશ કોઠારી કહે છે કે જયડ્ઢ હશયત બયિૂંયયક્ષ િૂંજ્ઞ યફતિ, ક્ષજ્ઞિં બયિૂંયયક્ષ િૂંજ્ઞ હયલત. અર્થાત્, જાતીયતા તમારાં શારીરિક અંગોમાં નહિ, પણ તમારા મસ્તિષ્કમાં પેદા થતી હોય છે. એટલા માટે જ મસાલા સોંગમાં ડાન્સ કરતી સ્ત્રીની ક્લીવેજ આપણને વિહ્વળ કરી શકે છે, પણ સ્તનપાન કરાવતી સ્ત્રીનું ઉઘાડું અંગ જોયા પછી પણ જાતીય વિચારો નથી આવતા. (જો આવતા હોય, તો એને વિકૃતિ ગણીને કાબૂમાં રાખવી!)
અહીં ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ અંગેની એક વાત યાદ આવે છે. દાયકાઓ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મ ડાકુરાણી ફૂલનદેવીના જીવન પરથી ઊતરેલી અને ફૂલનના જીવનમાં જાતીય અત્યાચારોની ભરમાર હતી. ખાસ કરીને, એને સંપૂર્ણ અનાવૃત અવસ્થામાં કૂવા સુધી જઈને પાણી ભરવાની ફરજ પડાયેલી, એ ઘટના બહુ જાણીતી છે. ફિલ્મ રિલીઝ થઇ એ વખતે લેખક-દિગ્દર્શક શેખર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કબૂલ કરેલું કે કૂવા પરથી પાણી ભરવાવાળો સીન કઈ રીતે શૂટ કરવો, એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. ડાકુઓ અને ગામવાસીઓના પાત્ર ભજવતા અનેક જુનિયર આર્ટિસ્ટની વચ્ચેથી એક સ્ત્રી સંપૂર્ણ નગ્નાવસ્થામાં કૂવા સુધી જાય, એનો લોંગ શોટ ફિલ્માવવાનો હતો. શેખરને ડર હતો કે ક્યાંક કોઈક જુનિયર આર્ટિસ્ટ્સ પેલી સ્ત્રી વિષે અશ્ર્લીલ કોમેન્ટ પાસ ન કરી દે, પણ થયું એનાથી સાવ ઊલટું! જ્યારે એ દૃશ્યનું શૂટિંગ પૂરું થયું, ત્યારે એક જુનિયર આર્ટિસ્ટ ફૂલન પર થયેલા અત્યાચારોથી વ્યથિત થઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો! નગ્નતાને તમે કઈ રીતે જુઓ છો અને એ દૃશ્ય તમારા માનસપટ પર કેવી અસર છોડી જાય છે, એ પણ બહુ મહત્ત્વનું છે!
હવે વાત નગ્નતાના ‘ઉપયોગ’ વિષે. ઉપર કહ્યું એમ નગ્નતા શ્ર્લીલ છે કે અશ્ર્લીલ, એનો આધાર એની પાછળના ‘હેતુ’ પર રહેલો હોય છે. કેટલાક લોકો નગ્નતાનો ઉપયોગ જાહેર વિરોધ પ્રદર્શનના હેતુસર કરે છે. લેખની શરૂઆતમાં જણાવ્યું એવા અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન માટે જાહેરમાં નગ્ન થવાનો ચાલ જોર પકડતો જાય છે. એ સાથે જ એવી ચર્ચાઓ પણ ઊઠે છે કે આવાં વિરોધ પ્રદર્શનોનો ખરો હેતુ શું? આવાં પ્રદર્શનો કેટલી હદે અકસીર ગણાય? કે પછી સાવ અશ્ર્લીલ ગણાય?
ટીકાકારોનું માનવું છે કે અમુક પ્રકારના પ્રદર્શનકારીઓ ન્યુડિટી અને નેકેડનેસ વચ્ચે ચાલાકીપૂર્વકની ભેળસેળ કરે છે, કેમ કે વસ્ત્રો ઉતારવા પાછળનો એમનો મૂળ હેતુ વધુ
ને વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત
કરવાનો જ હોય છે! બીજી તરફ ઘણા પ્રદર્શનકારીઓનું માનવું છે કે અમે કોઈ પણ રીતે લોકોને અમારા તરફ આકર્ષિત કરીને જનહિતનો મુદ્દો રજૂ કરીએ, તો એમાં ખોટું શું છે? વળી કેટલાક માને છે કે સ્ત્રીઓ માટે જાહેરમાં નગ્ન થઇ જવું, એ હતાશાની ચરમસીમા દર્શાવે છે. જ્યારે પોતે સાવ લાચાર અને નિ:સહાય અવસ્થામાં મુકાઈ જાય, તેમ છતાં બાકીની દુનિયાને એની કશી પડી જ ન હોય, ત્યારે સ્ત્રી પાસે દુનિયાનું ધ્યાન
ખેંચવા માટે પોતાના શરીર સિવાય કશું જ નથી હોતું!
ટીકાકારો કહે છે કે આ પ્રકારનાં પ્રદર્શનો બહુ ફળદાયી નથી નીવડતાં! કેમ કે તમે ગમે એટલી સંવેદનશીલ બાબત રજૂ કરો, પણ સ્ત્રીનું નગ્ન શરીર મોટા ભાગના દર્શકોના મનમાં મુદ્દા પ્રત્યેની નિસ્બત કરતાં વિકાર જ વધુ જન્માવે છે! આ વાતમાં થોડો દમ છે જ. સંવેદનશીલ માનવીઓની વાત જુદી છે, પરંતુ જ્યારે તમે મોટા સમૂહ સામે આ પ્રકારનું પ્રદર્શન કરો છો, ત્યારે મોટા ભાગના લોકો મુદ્દા પ્રત્યેની નિસ્બતને કારણે નહિ, પણ વિશિષ્ટ પ્રકારની ‘જિજ્ઞાસાપૂર્વક’ તમને નિહાળે છે! ઊલટાનું કેટલાક તો આવાં પ્રદર્શનો પછી તમને ‘હલકા’ ગણી લે છે અને તમારા મુદ્દાની વિરુદ્ધ ઊભા રહી જાય છે! થોડાં વર્ષો પહેલાં કેટલીક સ્ત્રીઓએ સ્વીડનની એક મસ્જિદ બહાર ટોપલેસ થઈને ગજ્ઞ જવફશિફ ફક્ષમ ઋયિય ઠજ્ઞળયક્ષના નારા લગાવેલા. એ વખતે સ્થળ પર હાજર લોકોની ભીડે આ સ્ત્રીઓને ઠવજ્ઞયિત રજ્ઞિળ ઇંયહહ કહીને નવાજી હતી!
સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, આપણે શ્ર્લીલ કે અશ્ર્લીલ વિષે ગમે એટલું બૌદ્ધિક પિષ્ટપેેષણ કરીએ, તેમ છતાં ન્યુડ પ્રોટેસ્ટની અસરો બાબતે મતભેદ રહેવાના જ છે. કળાનાં માધ્યમોમાં નગ્નતા કેટલી હદે સ્વીકાર્ય ગણાય, એ મુદ્દો પણ હંમેશાં ચર્ચાઓમાં ચાલતો જ રહેશે. આખરે દુનિયામાં એકસરખી ભાતના નહિ, પરંતુ ભાત ભાત કે લોગ વસે છે અને દરેક જણ પરિસ્થિતિને પોતાને ચશ્મે જ જુએ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.