ગોલ્ડન પંચ! નિખત ઝરીન બૉક્સિગંમાં વિશ્ર્વ ચેમ્પિયન

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ સ્પોર્ટસ

નવી દિલ્હી: વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ગુરુવારે ભારતીય બૉક્સર નિખત ઝરીન ફ્લાય વેઇટ ડિવિઝનમાં ૫૨ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા બની છે. ૨૦૧૯ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ઝરીન વર્લ્ડ ચેમ્પિયન બનનારી પાંચમી ભારતીય બૉક્સર છે. ઇસ્તંબુલમાં થયેલી ફાઈનલ મેચમાં ઝરીને થાઇલેન્ડની જિટ પોંગ જૂટામસને ૫-૦થી હરાવી હતી. તેલંગણાની નિખટે થાઇલેન્ડની હરીફને ૩૦-૨૭, ૨૯-૨૮, ૨૯-૨૮, ૩૦-૨૭, ૨૯-૨૮થી પરાજય આપ્યો હતો. ચાર વર્ષ પછી ભારતને બૉક્સિગંમાં પ્રથમ ગૉલ્ડ મેડલ મળ્યો છે. ૨૦૧૮માં મેરી કૉમે ૪૮ કિલોગ્રામ ડિવિઝનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ અગાઉ મેરી કોમ (છ વાર), સરિયાદેવી, જેની આરએલ અને લેખા કેશી ભારત તરફથી ગૉલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.