નિકલ, ઝિન્ક, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં આગળ ધપતો ભાવ ઘટાડો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં હાલ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવા ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોવાથી આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ વૈશ્ર્વિક ધાતુ બજારમાં નરમાઈનું વલણ રહેતું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં નિકલ, ઝિન્ક, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૩નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને રૂ. ૨૧૨૫, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૭૩૩, કોપર વાયરબાર, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૯ ઘટીને અનુક્રમે રૂ. ૭૬૧, રૂ. ૭૪૨ અને રૂ. ૭૨૪, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૫ ઘટીને રૂ. ૬૭૫, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૫૬૧ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૩૧૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૫૦૦, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના રૂ. ૧૬૮, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના રૂ. ૨૨૮, લીડ ઈન્ગોટ્સના રૂ. ૧૮૫ અને ટીનના રૂ. ૩૦૫૦ પ્રતિ કિલો ધોરણે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.