નવું ગેસ કનેક્શન લેવાનું થયું મોંઘુ, હવે આટલા પૈસા ચૂકવવા પડશે

ટૉપ ન્યૂઝ

સતત વધી રહેલી મોંઘવારીએ વધુ એક ઝટકો આપ્યો છે. હવે ગેલ કનેકશન લેવાનું મોંઘુ થઇ ગયું છે. અગાઉ એલપીજી સિલેન્ડરના રેટ વધ્યા અને હવે કનેક્શન લેવાનો ખર્ચ પણ વધી ગયો છે. પહેલા જેટલા પૈસામાં ગેસ કનેકશન મળતું હતું, હવે એ જ કનેકશન માટે વધુ રકમ ચૂકવવી પડશે. ગેસ સિલેન્ડરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. હવે તમને 14.2 કિલોવાળા સિલેન્ડર માટે 2200 રૂપિયા આપવા પડશે. અગાઉ આ સિલેન્ડર માટે 1450 રૂપિયા જ આપવા પડતા હતા. હવે અગાઉની સરખામણીમાં 750 રૂપિયા વધુ આપવા પડશે. ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલએ રસોઇ ગેસ સિલેન્ડરની સિક્યોરિટી વધારી છે. આ ત્રણેય કંપનીઓ ભારતમાં ગેસ સિલેન્ડરની સપ્લાઇ કરે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.