મુંબઈગરાઓ માટે સવલત: મહારાષ્ટ્રના બંદર મંત્રી દાદા ભુસેએ મંગળવારે નવી મુંબઈના બેલાપુર અને મુંબઈના ગેટ-વે ઑફ ઈન્ડિયા વચ્ચે ફેરી સર્વિસને લીલી ઝંડી બતાવી હતી. (અમય ખરાડે)
થાણે: મહારાષ્ટ્રના બંદર મંત્રી દાદા ભુસેએ મંગળવારે નવી મુંબઈના બેલાપુર અને મુંબઈના ગેટ-વે ઑફ ઈન્ડિયા વચ્ચે ફેરી સર્વિસને લીલી ઝંડી બતાવી. આ સાથે નવી મુંબઈથી દક્ષિણ મુંબઈ તરફ પ્રવાસ કરતા હજારો પ્રવસીઓને પરિવહનનો નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આ ફેરી એક કલાકમાં અંતર કાપશે, એમ તેમણે જણાવ્યું હતું.
ફેરીના નીચલા ડેકમાં ૧૪૦ લોકો બેસી શકે છે, જ્યારે ઉપલા ડેકમાં ૬૦ પ્રવાસીઓની ક્ષમતા છે. નીચલા ડેકનું ભાડું પ્રતિ સીટ રૂ. ૨૫૦ અને ઉપલા ડેક માટે રૂ. ૩૫૦ પ્રતિ સીટ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ભાડું બેલાપુરથી ગેટ-વે ઓફ ઇન્ડિયા જ્યાં છે, તે કોલાબા વિસ્તાર સુધી સડક માર્ગે ટેક્સીના ભાડાં કરતા ઓછું છે.
અત્યારે આ સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જ્યારે વધુ લોકો સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કરે ત્યારે માસિક પાસની સુવિધા ઉમેરવા સહિત સમયાંતરે મુસાફરોની જરૂરિયાતોની સમીક્ષા કરવામાં આવશે.
Aa suvidha no logo laabh le ne aanand maale