Homeઆમચી મુંબઈનરેડકોનું ૨૨ ડિસેમ્બરથી ભવ્ય હોમથોન પ્રદર્શન

નરેડકોનું ૨૨ ડિસેમ્બરથી ભવ્ય હોમથોન પ્રદર્શન

નાસિક (પ્રતિનિધિ):
સન ૨૦૨૨માં સર્વસામાન્યના સ્વપ્નમાંના અને વ્યાજબીદરોના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (નરેડકો) તરફથી ૨૨ થી ૨૫ ડિસેમ્બર દરમ્યાન સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી ૪ દિવસનું હોમથોન પ્રદર્શન ગંગાપૂર રોડ પરના ડોંગરે વસતિગૃહ મેદાનમાં આયોજિત કરવામાં આવેલ હોઈ ડોમ ઊભા કરવાના કામનું ભૂમિપૂજન પ્રદર્શનના મુખ્ય પ્રાયોજક દીપક બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સના ચેરમેન દીપક ચંદેના શુભ હસ્તે વિધિસર પૂજા કરીને કરવામાં આવેલ.
તમારા સ્વપ્નનું ઘર જોઈએ, તેના માટે આ પ્રદર્શન એટલે એક પ્રકારની તક હોઈ નાસિક, મુંબઈસહ નામવંત બાંધકામ વ્યવસાયિકોની પ્રોપર્ટીઝ એક જ છત હેઠળ જોવાની અને તે ખરીદવાની સુવર્ણતક આ પ્રદર્શનથી તેમને ઉપલબ્ધ થશે, એવી માહિતી નરેડકોના અધ્યક્ષ અભય તાતેડ અને સમન્વયક જયેશ ઠક્કરે આપી હતી.
આ પ્રદર્શન ૪ ડોમમાં ઊભા કરવાના કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયેલ છે. તેમાં ૧૦૦ થી વધુ સ્ટોલ્સ હશે. બાંધકામ ક્ષેત્ર માટે આવશ્યક અત્યાધુનિક સાહિત્ય પણ સ્ટોલોમાં રહેશે. કોઈપણ સ્ટોલ પર ઘર બુક કરશે તો તુરંત જ નરેડકો તરફથી ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવશે. પ્રદર્શનમાં મુલાકાત લેનારાઓને પણ નરેડકો તરફથી લકી ડ્રો દ્વારા એકાદ ભેટ મળશે એવું તાતેડ અને ઠક્કરે જણાવ્યું હતું. સહ પ્રાયોજક તરીકે સિટી લિફ્ટ, ઇન્વેરો, કેનેસ્ટ વિગેરેનો સહયોગ મળ્યો હોઈ ઘર લેવા માટે યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયા પણ નરેડકોની બૅન્કિંગ પાર્ટનર હોઈ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ બૅન્ક વિગેરે બૅન્કો તરફથી લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરીને આપવામાં આવનાર છે.

જગ્યાનું ભૂમિપૂજન, સ્વપ્નનું ઘર લેવાની સુવર્ણ તક
ભૂમિપૂજન પ્રસંગે નરેડકોના નાસિકના સચિવ સુનિલ ગવાદે, સહ સમન્વયક શંતનૂ દેશપાન્ડે, રાજન દર્યાની, મયૂર કપાટે, શ્રીહર્ષ ઘુગે, અશ્ર્વિન આવ્હાડ, યુનિયન બૅન્કના સહાયક મહાવ્યવસ્થાપક પરમજીત સિંગ, વાસ્તુ વિશારદ્ સંજય મ્હાળસ, ભૂષણ રાણે, કુલદીપ ચાવરે, નંદન દીક્ષિત, ભાવિક ઠક્કર, પુરુષોત્તમ દેશપાન્ડે, પ્રશાંત પાટીલ, ઍડ. પી. આર. ગીતે, દેવેન્દ્ર અહિરે, ભૂષણ મહાજન, રાજેન્દ્ર બાગડ, નીતિન ચવ્હાણ વિગેરે માન્યવર ઉપસ્થિત રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular