ધ્યાન રાખજો/ Maharashtra માં Corona ની સાથે Mask ની રિએન્ટ્રી! રાજ્ય સરકારે આપ્યો આ આદેશ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

જૂન મહિનાની શરૂઆત થતાં જ દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી એક વાર ઉંચે જતાં સરકારની ચિંતા વધી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર ફરીથી પ્રતિબંધો લાદવાના મૂડમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માસ્ક ફરજિયાત પહેરવાની સલાહ આપી છે.
એડિશનલ ચીફ સેક્રેટરી ડો. પ્રદીપ વ્યાસે તમામ જિલ્લા અધિકારીઓની લખેલા પત્રમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા સહિત અનેક આદેશ આપ્યા છે.
ટ્રેન, સ્કૂલ, બસ, સિનેમા, ઓફિસ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ જેવા બંધ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. મામલાની વધકતી સંખ્યાને લઈ જનતાને માસ્ક પહરેવાની સલાહ આપવામાં આવી છે.
થોડા મહિનામાં રાજ્યમાં કેસની સંખ્યા સતત ઘટ્યા બાદ હવે ફરીથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી સલામતીના ભાગરૂપે માસ્ક ફરજિયાત કરાયું છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા દોઢ મહિનામાં જ સાત ગણી થતાં રાજ્ય સરકારની ઉંઘ ઉડી ગઈ છે.
ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.