ધાર્મિક ટિપ્પણી વિવાદ: રાંચીમાં ઢગલાબંધ એફઆઈઆર દાખલ

દેશ વિદેશ

સુરક્ષા દળો દ્વારા ફ્લેગમાર્ચ (પીટીઆઈ)

રાંચી: વિવાદાસ્પદ ટીપ્પણીને પગલે ભડકી ઊઠેલી હિંસા બાદ હજારો અજાણ્યા લોકો વિરુદ્ધ પચીસ કરતા પણ વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા હતા.
ઝારખંડની રાજધાની રાંચીમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.
એફઆઈઆરમાં બાવીસ જણના નામનો તેમ જ હજારો અજાણી વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જોકે, ઘટનાને મામલે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે સીઆઈડી, ગુપ્તચર સંસ્થા અને સોશિયલ મીડિયા પાસેથી મળેલી માહિતીને આધારે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિવાદને મામલે રાંચીમાં રવિવારે પણ સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી.
જોકે, ૩૩ કલાક બાદ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવી હોવાનું રાંચીના નાયબ કમિશનર છાવી રંજને કહ્યું હતું.
રાંચીના સંવેદનશીલ વિસ્તારોમાં ૩,૫૦૦ કરતા પણ વધુ સુરક્ષા અધિકારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.
શુક્રવારની નમાજ બાદ રાંચીમાં થયેલી હિંસામાં બે વ્યક્તિનાં મોત થયાં હોવા ઉપરાંત બે ડઝન કરતા પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાંચીના વરિષ્ઠ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સુરેન્દ્રકુમાર ઝાએ કહ્યું હતું કે ૩૮ સંવેદનશીલ વિસ્તાર સહિત વ્યૂહાત્મક સ્થળોએ રેપિડ એક્શન ફૉર્સ (આરપીએફ), આતંકવાદ વિરોધી ટુકડી, સ્પે. ટાસ્ક ફૉર્સ અને જિલ્લા પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી.
પચાસ મોટર સાઈકલ સુરક્ષા ટીમ પણ ગોઠવી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.