‘દેશ રે જોયા…’: ૪૦ લાખનું બજેટ, ૨૨ કરોડનો બિઝનેસ

મેટિની

આજથી બાવીસ વર્ષ પહેલા આવેલી હિતેન કુમારની પહેલી ફિલ્મ રોકાણ સામે વળતરની દૃષ્ટિએ સૌથી સફળ ગુજરાતી ફિલ્મ ગણાય

હેન્રી શાસ્ત્રી

‘છું શૂન્ય એ ન ભૂલ અસ્તિત્વના પ્રભુ, તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું’ અમર શાયર ‘શૂન્ય’ પાલનપુરી લખી ગયા છે. સ્થૂળ ભાવથી સૂક્ષ્મ ભાવ સુધીની શૂન્યની સફરનો એહસાસ આ પંક્તિઓમાં થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શૂન્ય – ઝીરો સાથે અજબ નાતો ધરાવે છે. ‘ઝીરોમાંથી હીરો’ અને ‘હીરોમાંથી ઝીરો’ના પરિવર્તનના અનેક ઉદાહરણ આ ગ્લેમરની દુનિયામાં જોવા મળ્યા છે. ફિલ્મસ્ટાર માટેની ઘેલછા, એનું ગ્લેમર, એની લોકપ્રિયતાના માપદંડ ગણાતા હશે, પણ ફિલ્મની સફળતા – લોકપ્રિયતાનો ખરો ખ્યાલ તો એના બોક્સઓફિસ કલેક્શન પરથી આવે છે. દેશભરમાં ચર્ચિત ‘કેજીએફ: ૨’ કન્નડ ફિલ્મ કેવી છે એની ચર્ચા નહીંવત્ થઈ છે જ્યારે બોક્સઓફિસ પર એણે કેટલો વકરો કર્યો એના રોજેરોજ ઢોલ વગાડવામાં આવી રહ્યા છે. જોકે, બોક્સઓફિસ સફળતાની વાત કરતી વખતે રોકાણ સામે મળેલા વળતરનો મુદ્દો પણ ધ્યાનમાં લેવાય છે. એ દ્રષ્ટિએ આજથી ૨૪ વર્ષ પહેલા આવેલી ગોવિંદભાઇ પટેલ દિગ્દર્શિત ‘દેશ રે જોયા, પરદેશ જોયા’ અત્યાર સુધીની સૌથી સફળ ગુજરાતી ફિલ્મ ગણવી જોઈએ.
બાળપણના સખા સહિયારા રામ (હિતેન કુમાર), રાધા (રોમા માણેક) અને દાદાજી (અરવિંદ ત્રિવેદી)ની ફરતે મુખ્યત્વે આકાર લેતી કથાવાળું આ ચલચિત્ર ૧૯૯૮માં રિલીઝ થયું હતું. ગુજરાતી ચલચિત્રોની જે પણ આંકડાકીય માહિતી સચવાઈ છે એ અનુસાર સારો વકરો કરનાર પહેલી પાંચ ફિલ્મમાં ‘દેશ રે જોયા…’ બીજા ક્રમે છે. બોક્સઓફિસ વકરાના આંકડાની આધારભૂત માહિતી અનુસાર પહેલી પાંચ ફિલ્મ છે ‘ચાલ જીવી લઈએ’ (૫૨ કરોડ), ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ (૨૨ કરોડ), ‘શું થયું’ (૨૧ કરોડ), ‘છેલ્લો દિવસ’ (૧૮ કરોડ) અને ‘શરતો લાગુ’ (૧૭.૫ કરોડ). કહેવા માટે ‘ચાલ જીવી લઈએ’ની કમાણી ‘દેશ રે જોયા…’થી ૩૦ કરોડ વધારે છે, પણ ગોવિંદભાઈની ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ટિકિટના ભાવ ૭ રૂપિયા અને ૧૧ રૂપિયા હતા. ‘ચાલ જીવી લઈએ’ના દોરમાં ટિકિટના દર ૧૫૦ – ૨૦૦ રૂપિયા હતા. બે ફિલ્મ તો પંદર ગણા દરથી ટિકિટ વેચીને પણ ૨૦ કરોડ સુધી નથી પહોંચી શકી. બીજી એક મહત્ત્વની અને નોંધવા જેવી વાત છે કેટલા દર્શકોએ ફિલ્મ જોઈ? હોલીવૂડની ફિલ્મોમાં વર્ષોથી ઋઘઘઝઋઅકક નામે ઓળખાતું પરિબળ ધ્યાનમાં લેવાય છે. ઋઘઘઝઋઅકક એટલે વેચાયેલી ટિકિટની સંખ્યા અથવા કેટલા દર્શકોએ ફિલ્મ જોઈ. ઉપલબ્ધ માહિતી અનુસાર ‘દેશ રે જોયા…’ ચલચિત્ર દોઢ કરોડ દર્શકોએ થિયેટરમાં જોઈ હતી જ્યારે ‘છેલ્લો દિવસ’ જોનારા દર્શકોની સંખ્યા ૧૫ લાખની આસપાસ મૂકવામાં આવે છે. અન્ય એક મહત્ત્વનો મુદ્દો એ છે કે ‘ચાલ જીવી લઈએ’ એવા વાતાવરણમાં રિલીઝ થઈ જ્યારે ગુજરાતી ફિલ્મો માટે સિનેપ્રેમીઓમાં આકર્ષણ વધ્યું હતું વળી શરૂઆતમાં કહેવાય છૈે કે નિર્માતાઓએ સામે ચાલીને લોકોના મફત ટીકીટો આપી હતી અને કોરોનાકાળમાં જ્યારે બે વર્ષ સુધી તમામ થિયેટરો બંધ હતા ત્યારે આ ફિલ્મ સળંગ પાંચ વર્ષ સુધી ચાલી એવો વાહિયાત દાવો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે હિતેન કુમારનું ચલચિત્ર આવ્યું ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કપરો કાળ ચાલી રહ્યો હતો. એ સમયની આ એકમાત્ર સફળ ફિલ્મ હતી. ફુગાવો જેવા પરિબળોને કેન્દ્રમાં રાખી અગાઉની ફિલ્મોનો વકરો આજની સરખામણીએ મૂલવવાની કોશિશ કરનારાઓના કહેવા મુજબ ૨૦૨૦માં આ ફિલ્મએ ૧૦૦ કરોડનો વકરો કર્યો હોત. આ બધા પરિબળો જોતા ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ અત્યાર સુધીની સૌથી સફળ ગુજરાતી ફિલ્મ ગણાય. આ સંદર્ભમાં ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં ‘દેશ રે જોયા…’ના અભિનેતા હિતેન કુમાર જણાવે છે કે ‘ટિકિટના ભાવ જ્યારે ૭ અને ૧૧ રૂપિયા હતા ત્યારે ૪૦ લાખના બજેટમાં ૨૨ કરોડનો બિઝનેસ કર્યો એ બહુ મોટી વાત કહેવાય. રોકાણ સામે વળતરની ગણતરી કરીએ તો આ કદાચ એશિયાની સૌથી હિટ ફિલ્મ હશે. આ વાત લગભગ કોઈના ધ્યાનમાં નથી આવી. આજે બનતી ફિલ્મોના બજેટ તો સરખામણીમાં ઘણા વધારે હોય છે. બીજું એ કે આ ફિલ્મની અસર એવી પડી કે ત્યાર પછી ઘણી ફિલ્મો માટે ‘દેશ રે જોયા…’ પ્રેરણા સાબિત થઈ. સંદીપ પટેલ, શૈલેષ પ્રજાપતિ અને અન્ય મેકરોને લાવવાના પ્રયત્નો મેં કર્યા. ઉપરાંત નવા ટેક્નિશિયન, નવી કથા – પટકથા વગેરેની અસરથી ૨૦ વર્ષમાં આજે આપણે આ સ્તરે પહોંચ્યા છીએ જે નવું જનરેશન પણ સ્વીકારે છે.’ હિતેન કુમારની વાત સમજીને વિચારવા જેવી છે.
વેપારી પ્રજાનું લેબલ ધરાવતી ગુજરાતી પ્રજા કળા ક્ષેત્ર પ્રત્યે ઉદાસીન ગણાય છે. પણ એક ગુજરાતીના સાહસે ૧ રૂપિયાના રોકાણ સામે ૫૫ રૂપિયાનો બિઝનેસ કરી ઝળહળતી જ નહીં બલકે આંખો આંજી નાખે એવી સફળતા મેળવી હોય એ વાત ગુજરાતીઓના જ ધ્યાન બહાર રહી જાય એ તો ખોટું થયું કહેવાય, બરોબર ને? ——–
એક, સો અને હજાર કરોડની સફર: કિસ્મતથી ઊંૠઋ: ૨
દેશભરમાં ચર્ચિત કન્નડ ફિલ્મ પણ હિન્દી સહિત અન્ય ભાષામાં ડબ થયેલી ઊંૠઋ: ઈવફાયિિં ૨ કેવી છે એની ચર્ચા નહીંવત થઈ છે જ્યારે બોક્સઓફિસ પર એણે કેટલો વકરો કર્યો એના રોજેરોજ ઢોલ વગાડવામાં આવી રહ્યા છે. પ્રતિદિન બેન્ક બેલેન્સ તગડું બનાવી રહેલી કન્નડ ફિલ્મ રૂપિયા ૧૦૦૦ કરોડની ભારતીય ક્લબમાં પ્રવેશ કરનાર ચોથી ફિલ્મ બની છે. ૧૯૪૩માં પહેલી વાર હિન્દી ફિલ્મે એક કરોડનો આંકડો જોયો હતો. ૨૦૧૭માં એની પાછળ ત્રણ શૂન્ય લાગી ૧૦૦૦નો આંકડો પાર થયો. ‘કિસ્મત’ ૧ કરોડની કમાણી કરનાર પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. અશોક કુમાર અને મુમતાઝ શાંતિના લીડ રોલવાળી ‘કિસ્મત’ ભારતની સર્વપ્રથમ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફિલ્મ માનવામાં આવે છે. ૧૦૦ કરોડની કમાણી કરનાર પહેલી હિન્દી ફિલ્મ હતી આમિર ખાનની ‘ગજની.’ ૨૦૦૮ પછી તો ૧૦૦થી ૭૦૦ કરોડના કલેક્શન સુધી પહોંચતા સાત વર્ષ પણ ન લાગ્યા. ૨૦૧૭માં આવેલી ‘બાહુબલી ૨’એ તો ૧૦૦૦ કરોડનું સપનું જોતા કરી દીધા. ૨૦૧૬માં રિલીઝ થયેલી આમિરની ‘દંગલ’ તો એક ડગલું આગળ વધી. વિદેશમાં ૧૦૦૦ કરોડનું કલેક્શન મેળવનાર એ પ્રથમ ફિલ્મ સાબિત થઈ અને એકંદર વકરો ૨૧૦૦ કરોડથી વધી ગયો. આ વર્ષે બે ફિલ્મ ૧૦૦૦ કરોડનું લક્ષ્યાંક વટાવી ગઈ છે. ‘બાહુબલી’વાળા રાજામૌલીની છછછ અને ત્યાર બાદ આવેલી ઊંૠઋ: ઈવફાયિિં ૨ અત્યાર સુધીમાં ૧૧૦૦ કરોડના કલેક્શનને પાર કરી ગઈ છે અને એમાં નજીવો ઉમેરો થયા કરે છે. ૧૦૦ કરોડની ફિલ્મોમાં અક્ષય કુમાર અને સલમાન ખાન બંનેની ૧૫ ફિલ્મ છે જ્યારે અજય દેવગન ૧૨ ફિલ્મ સાથે ત્રીજા સ્થાને છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.