દેશી ઘીના દમદાર ફાયદા

લાડકી

બ્યુટી ટિપ્સ-મૌસમી પટેલ

દેશી ઘીના દમદાર ફાયદા
આપણે તો રહ્યા ગુજરાતી ભાઈસા’બ એટલે આપણે ત્યાં તો ઘી-દૂધનો ઉપયોગ સામાન્ય કરતાં જરા વધારે જ હોવાનો. સમય બદલાઈ રહ્યો છે એમ એમ લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ રહી છે અને એના હિસાબે લોકો ખાવામાંથી આરોગ્યદાયી એવાં ઘી-તેલ-દૂધની બાદબાદી કરી રહ્યા છે. આયુર્વેદના નિષ્ણાતો આ વિશે વાત કરતાં જણાવે છે કે ઘી વાનગીનો સ્વાદ તો સુધારે જ છે, પણ તેની સાથે સાથે શરીરને પોષક તત્ત્વો પૂરાં પાડવાની સાથે તાકાતનો શ્રેષ્ઠ સ્રોત પણ છે. દેશી ઘીમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન હોય છે. ઘી શરીરનાં બધાં અંગો માટે ફાયદાકારક છે અને આજે આપણે ઘીના આવા જ અવનવા ફાયદાઓ વિશે વાત કરીશું.
—————————
હોઠ પર લગાવો ઘી
આ તો સૌથી જૂનો નુસખો છે, જે આપણાં દાદી-નાનીએ આપણને બાળપણમાં શીખડાવ્યો હશે. ઘીમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ ફાટેલા હોઠ માટે ફાયદાકારક છે. ઘીમાં રહેલાં ફેટી એસિડ – મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ઓમેગા ૩, ઓમેગા ૬, ઓમેગા ૯ હોઠને મુલાયમ બનાવે છે. બજારમાં મળતા લિપ બામની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો.
——————
ઘી લગાવવાથી નહીં લાગે લૂ
તળિયામાં ઘીથી માલિશ કરવાથી લૂ લાગતી નથી. પગનાં તળિયાંમાં આખા શરીરની ચેતા હોય છે. આવી સ્થિતિમાં ઘીથી માલિશ કરવાથી એક્યુપ્રેશરનાં તમામ પોઈન્ટ સક્રિય થઈ જાય છે. કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
—————————–
વાળની ક્વોલિટી થશે ઈમ્પ્રુવ
ઘીમાં વિટામિન અ, ઇ અને કે-ટૂ સિવાય એન્ટિઓક્સિડન્ટ્સ, ફેટી એસિડ અને મિનરલ્સ હોય છે. ઘીમાં રહેલા ફેટી એસિડ ઓમેગા ૩, ઓમેગા ૯ વાળના ગ્રોથને સુધારે છે. ઘીને હૂંફાળું ગરમ કરીને રાતે વાળમાં લગાવીને સવારે ધોઈ લો. વાળમાં ઘી લગાવ્યા પછી બહાર ન નીકળો નહીં તો વાળમાં ધૂળ અને માટી ચોંટી શકે છે. હંમેશાં યાદ રાખો કે ઘરનું બનાવેલું જ ઘી વાળમાં લગાવો. જોકે ઘીનો આ રીતે ઉપયોગ કરતી વખતે તેની શુદ્ધતાની ચોકસાઈ કરી લો, કારણ કે ઘી શુદ્ધ નહીં હોય તો તેની અંદર રહેલાં કેમિકલ્સને કારણે વાળની ક્વોલિટી સુધરવાને બદલે બગડી શકે છે અને વાળ સફેદ થવાનું જોખમ પણ રહેલું છે.
—————–
પીરિયડ્સમાં આપે છે રાહત
આખા શરીરનું એપિસેન્ટર છે નાભિ અને આવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલું ઘી નાભિમાં લગાવવાથી શરીરના ટોક્સિન્સનું લેવલ જળવાઈ રહે છે. રાતના સમયે બેલી બટન પર ઘીનાં ૨-૩ ટીપાં નાખવાથી ત્વચાને પોષણ તો મળે જ છે, પણ તેની સાથે પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે.

1 thought on “દેશી ઘીના દમદાર ફાયદા

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.