દિવ્યદૃષ્ટિનું દાન

ધર્મતેજ

પ્રમુખ ચિંતન – સાધુ આદર્શજીવનદાસ

કવીશ્ર્વર દલપતરામનું કવિત છે કે-
‘ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા,
ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ
અપાર છે,
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે,
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
ભેંસના તે શિર વાંકા શિંગડાનો ભાર છે,
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.’
અહીં મનુષ્યની કાકવૃત્તિ પર કવિએ જોરદાર ચાબખો માર્યો છે. મીઠું મીઠું બોલતાં પોપટમાં શું કશું વખાણવાલાયક નથી ? રોજનું બટકું રોટલો ખાઈને માલિકની માલમતા માટે જાનફેસાની સુધી તૈયાર રહેનારા કૂતરામાં શું બધું વખોડવાલાયક જ છે ? ડાંગ મારો તોય દૂધ દેનારી ભેંસમાં શું કોઈ સાર તત્ત્વ નથી? પરંતુ સારું મૂકીને ખરાબ જ જોવાનો એક માનવીય સ્વભાવ છે. આવી દોષદૃષ્ટિ જન્મે છે – લઘુતાગ્રંથિ, ગુરુતાગ્રંથિ કે પૂર્વગ્રહમાંથી.
જભવજ્ઞજ્ઞહ રજ્ઞિ તભફક્ષમફહત નામના એક નાટકમાં લેખકે નાયિકાના મુખમાં શબ્દો મૂક્યા છે કે ઠજ્ઞીક્ષમયમ ળુતયહર શક્ષ વિંય યફહિુ ાફિિં જ્ઞર ળુ હશરય, ઈં વફદય તશક્ષભય સક્ષજ્ઞૂક્ષ ક્ષજ્ઞ ાહયફતીયિ યિીફહ જ્ઞિં યિમીભશક્ષલ જ્ઞવિંયતિ જ્ઞિં વિંય હયદયહ જ્ઞર ળુ જ્ઞૂક્ષ યિાીફિંશિંજ્ઞક્ષ.’ – જીવનના શરૂઆતના તબક્કે ઘવાયેલી મને, બીજાઓને મારી પોતાની કક્ષાએ ઉતારી મૂકવાની તોલે આવે એવો બીજો કોઈ આનંદ જણાયો નથી.
બીજાની ભૂલો જોવા-ગાવા પાછળ ઘણીવાર આવું ઊંડું મનોવિજ્ઞાન હોય છે. પોતાનું રમકડું તૂટી જાય ત્યારે બાળક બીજાનું સારું રમકડું સહી શકતો નથી. તે તેને પણ તોડી નાંખવા પ્રહાર કરે છે. આ જ રીતે જ્યારે વ્યક્તિ પોતે ખરડાય છે ત્યારે તે બીજા પર પણ કાળો ધબ્બો લગાવવા મથે છે. તેમ કરીને તે ‘હું જ કેવળ ખરડાયેલો નથી’ તેવો મિથ્યા સંતોષ મેળવે છે. જેમ શિશુપાલે પોતાની ભૂલો સંતાડવા કૃષ્ણ પર કાદવ ઉછાળેલો તેમ.
દોષદૃષ્ટિની બીજી એક જન્મદાત્રી છે – ગુરુતાગ્રંથિ. ‘હું જ બધું સમજું છું, હું જ બધું કરું છું’ આવી ભાવનામાંથી દોષદૃષ્ટિનો ફણગો ફૂટે છે. આવું સમજનારાને બીજાના દોષો જોવા મોકળું મેદાન મળી રહે છે.
કહેવાય છે કે બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન એક સેવાભાવી સંસ્થાના લશ્કરી ડોક્ટરો રક્તદાન કરનારો ગોરો કે હબસી છે તે જોઈને લોહીની શીશીઓ અલગ-અલગ રાખતા. નિગ્રોના લોહીની શીશી પર મોટો કાળો ગ લગાડાતો. રાસાયણિક પૃથક્કરણની રીતે ગોરા-કાળાના લોહીમાં કોઈ ફર્ક જણાતો નથી. છતાં પૂર્વગ્રહ સારું જોવા દેતો નથી તે આનું નામ. કદાચ સારું દેખાઈ જાય તો પણ પૂર્વગ્રહ તે પર કાળો કૂચડો ફેરવી દે છે.
તે જો આપણે છોડીએ તો દરેકની ખામી નહીં, પણ ખૂબી જોઈ શકીએ. ક્ષતિ નહીં, પરંતુ શક્તિને શોધી શકીએ. આ કરી બતાવ્યું હતું – પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે.
એકવાર રેલવેમાં મુસાફરી કરી રહેલા તેઓએ આરંભેલા ભજનનું ગાન તેઓની સામે બેસીને ગંજીપો રમી રહેલા કેટલાક યુવાનોને વિક્ષેપરુપ લાગ્યું. તેથી તેઓ તાડૂક્યા: ‘એય સાધુરામ! યહ ભજન ગાના બંદ કરો.’ આ સાંભળતાં યોગીજી મહારાજ ભજન ગાવું
મૂકી માળા ફેરવવા લાગ્યા. પરંતુ પેલા યુવકો રમતમાં એવા મશગૂલ બન્યા કે પોતાને ઉતરવાનું સ્ટેશન ચૂકી ગયા. તેથી તેઓને ટિકિટ વિના વધુ મુસાફરી કરવાનો દંડ પણ થયો. તે જોઈ કો’કે યોગીજી મહારાજને કહ્યું : ‘જુઓ, સ્વામી! આપનો દ્રોહ કર્યો તો કેવું ફળ મળ્યું !’
ત્યારે તેઓએ જણાવ્યું: ‘ગુરુ! એમ ન બોલવું. આપણે તેઓમાંથી પણ ગુણ શીખવો કે ભક્તિ કરવામાં એવા લીન થઈ જવું કે માયારૂપી સ્ટેશન ભૂલાઈ જાય.’
આવી જ દિવ્યદૃષ્ટિ સાથે સન ૧૯૯૩મા પારાયણના પ્રસંગે જામનગર પધારેલા પ્રમુખસ્વામી મહારાજને કેટલાક ભક્તોએ કહ્યું : ‘સ્વામી! અમારા ધાર્યા બહાર આ પારાયણ થયું. અમે આ આયોજન કર્યું એના વિરોધમાં કેટલાકે સમાંતર પારાયણ ગોઠવ્યું હતું. પરંતુ એ બિચારાનો ફિયાસ્કો થઈ ગયો.’
આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા: ‘જેણે જે કર્યું એ સારું જ કર્યું. સૌ ભલે ને ભગવાન ભજે! જેટલા વધારે ભગવાન ભજે એટલા અમે રાજી. આપણે તો ભગવાનને રાજી કરવા કર્યું છે.’
ધર્ડૈ ક્ષશ્રજ્ઞપ અરુષરુર્ધીં ્રૂઘઠ્ઠર્ળીં અમે આંખોથી શુભ જ જોઈએ – આ ઔપનિષદિક મંત્રનું જીવંત ભાષ્ય હતા પ્રમુખસ્વામી મહારાજ, કારણ કે તેઓ લઘુતાગ્રંથિ, ગુરુતાગ્રંથિ અને પૂર્વગ્રહ વગેરે દોષોથી સર્વથા મુક્ત હતા. આજની દુનિયા તેઓમાંથી જો આટલું શીખે તોય ઘણી શાંતિ થઈ જાય એમ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.