દિવસો ફર્યા દર્શનના…

મેટિની

કલ્પના મહેતા

બોલીવૂડ એવું સ્થાન છે કે જ્યાં ક્યારે કોની કિસ્મત બદલાય એ કંઈ કહેવાય નહીં અને આવું જ થયું છે દર્શનકુમારની સાથે. ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ’નો ક્રિષ્ના પંડિત યાદ છે ને? એ ક્રિષ્ના એટલે જ દર્શનકુમાર અને તેનું ખુદનું કહેવું છે કે આ ફિલ્મ કર્યા બાદ તેની લાઈફમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. જોકે, એવું નથી કે દર્શનની આ પહેલી ફિલ્મ હોય. આ પહેલાં પણ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેના કામને ઓળખ મળી છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી. તેણે ખુદ આ વિશે હમણાં થોડાક સમય પહેલાં એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. એટલું જ નહીં તેણે તો ઈન્ડસ્ટ્રીમાં ન્યુ કમર્સ સાથે કેવું વલણ રાખવામાં આવે છે એ વિશે પણ વાત કરી હતી.
આ વિશે વાત કરતાં દર્શને જણાવ્યું હતું કે એક સમય હતો કે લોકો મારા પ્રોજેક્ટ્સમાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છુક નહોતા અને હવે એ જ લોકો મને એમની ફિલ્મોમાં લીડ રોલ ઓફર કરી રહ્યા છે. જૂન મહિનાથી હું એક પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યો છું જેમાં હું લીડ રોલ કરી રહ્યો છું. લોકોમાં આ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોયા પછી. ડિરેક્ટર મને તેમની ફિલ્મોમાં લીડ રોલ આપવા તૈયાર છે. સાચું કહું તો આ ફિલ્મ પછી મારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે.
દર્શનનું કહેવું તો એવું પણ છે કે હું કોઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હોઉં કે પછી કોઈ ઈવેન્ટમાં સ્પોટ થઈ જાવ તો પણ લોકો મને એક જ સવાલ પૂછે છે કે આશ્રમ’ની ત્રીજી સિરીઝ ક્યારે આવી રહી છે, કે પછી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ પર ફેન્સનો પહેલો સવાલ જ આ હોય કે કબ આયેગી ‘આશ્રમ થ્રી’? એક તરફ ફેન્સનો આટલો પ્રેમ જોઈને આનંદ પણ થાય અને બીજી બાજું તેમના વિશ્ર્વાસ પર ખરા ઉતરવાની જવાબદારીથી ખભા પણ ઝૂકી જાય છે.
હું દર્શકોની અપેક્ષા પર ખરો ઉતરવા માટે બનતા બધા જ પ્રયાસો કરી છૂટીશ અને મારું પ્રોમિસ છે કે આ સિઝન મનોરંજનથી ભરપૂર હશે. નવી સિઝન જૂનમાં આવશે અને મને આશા છે કે દર્શકો આ સિઝનનો પૂરતો આનંદ માણશે, એવું વધુમાં જણાવે છે દર્શન. અત્રે ઉલ્લેખનીય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કાશ્મીરી પંડિતો પર આધારિત હતી અને આ ફિલ્મમાં દર્શન મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દર્શનકુમાર ઉપરાંત અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, પ્રકાશ બેલાવાડી, ભાષા સુમ્બલી, પુનીત ઈસાર જેવા કલાકારો પણ લીડ રોલમાં જોવા મળ્યા છે.
દર્શનકુમાર આ જ દુનિયા છે અને અમારા ગુજરાતીમાં તો કહેવત પણ છે કે માંગ્યા વિના તો મા પણ ના પીરસે…’ તો ભાઈ આ તો ઈન્ડસ્ટ્રીના લોકો છે. જ્યાં સુધી તમે તમારી જાતને પૂરવાર ના કરો ત્યાં સુધી કોઈ કઈ રીતે તમારા કામને વખાણે કે તમને
બ્રેક આપશે?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.